Tech News/ વરસાદી પૂરમાં કાર ડૂબી કે તણાઈ જાય તો શું મળશે વીમાનું વળતર? જાણો કઈ પોલિસી આપશે કવરેજ અને કઈ ભૂલ રદ કરાવી શકે છે તમારો ક્લેઇમ

વરસાદી પૂરમાં કાર તણાઈ જાય કે પાણીમાં ડૂબી જાય તો વીમાનો દાવો (Car Insurance)કેવી રીતે કરવો? જાણો કોમ્પ્રિહેન્સિવ પોલિસી, એન્જિન પ્રોટેક્શન કવર અને ક્લેઇમ રદ થવાથી બચવાના મહત્વના નિયમો

Tech & Auto
Car Insurance Car Insurance Guide

Tech & Auto : ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદના કારણે શહેરો અને ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાવી સામાન્ય બાબત બની ગઈ છે. આવા સમયે રસ્તાઓ કે પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ પાણીમાં ડૂબી જવાથી (Car Insurance) કે તણાઈ જવાથી વાહનમાલિકોને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આવી આફતના સમયે કાર વીમા પોલિસી તમને આર્થિક રક્ષણ પૂરું પાડે છે, પરંતુ તમારો ક્લેઇમ પાસ થશે કે રદ થશે તેનો આધાર તમે લીધેલા વીમાના પ્રકાર અને તમારી જાગૃતિ પર રહેલો છે.

Car Insurance : કઈ પોલિસી હેઠળ ક્લેઇમ મંજૂર થશે?

તમારી કારને પૂરના પાણીથી થયેલા નુકસાનનું વળતર મળશે કે નહીં, તે તમારી પોલિસીના પ્રકાર પર નિર્ભર કરે છે.જો તમારી ગાડી પાસે માત્ર ફરજિયાત થર્ડ-પાર્ટી વીમો જ હશે, તો પૂર કે જળબંબાકારથી થયેલા નુકસાન માટે એક રૂપિયો પણ વળતર મળશે નહીં. આ વીમો માત્ર અન્ય વ્યક્તિ કે તેની મિલકતને થયેલા નુકસાનને જ કવર કરે છે.જો તમારી પાસે વ્યાપક એટલે કે કોમ્પ્રિહેન્સિવ વીમો હોય, તો જ પૂર, વાવાઝોડું કે અન્ય કુદરતી હોનારતથી કારને થયેલા નુકસાન સામે સુરક્ષા મળે છે. આ પોલિસી ગાડીના સમારકામ કે નુકસાનીનું વળતર ચૂકવે છે.

આ 4 મહત્વના એડ-ઓન કવર (Add-on Covers) આપશે પૂર્ણ સુરક્ષા

માત્ર મૂળભૂત કોમ્પ્રિહેન્સિવ પોલિસી પુરતી નથી, ચોમાસા માટે આ ખાસ એડ-ઓન્સ ખૂબ જ જરૂરી છે:

  1. એન્જિન પ્રોટેક્શન કવર: પાણીમાં કાર ફસાઈ જવાના કારણે એન્જિનમાં પાણી ઘૂસી જતાં થતો લાખો રૂપિયાનો રિપેરિંગ ખર્ચ આ કવર હેઠળ મળે છે.
  2. ઝીરો ડેપ્રિએશન કવર: આ કવરેજ હોવાથી ગાડીના પાર્ટ્સ બદલતી વખતે ઘસારાની રકમ કપાતી નથી અને પૂરેપૂરું ક્લેઇમ અમાઉન્ટ મળે છે.
  3. કન્ઝ્યુમેબલ્સ કવર: એન્જિન ઓઇલ, નટ-બોલ્ટ, ગ્રીસ અને બ્રેક ઓઇલ જેવી નાની-મોટી વસ્તુઓનો ખર્ચ પણ આમાં કવર થઈ જાય છે.
  4. રોડસાઇડ અસિસ્ટન્સ: પાણીમાં બંધ પડેલી કારને સલામત સ્થળે ખસેડવા માટે ક્રેન કે ટોઇંગની સુવિધા પૂરી પાડે છે.

ક્લેઇમ મેળવતી વખતે આ 1 ભૂલ ક્યારેય ન કરવી

જો તમારી કાર પૂરના પાણીમાં બંધ થઈ જાય, તો તેને ક્યારેય સેલ્ફ મારીને ચાલુ કરવાનો પ્રયાસ કરવો નહીં. જો એન્જિનમાં પાણી હોય અને તમે ગાડી સ્ટાર્ટ કરશો, તો વીમા કંપની તેને વાહનચાલકની બેદરકારી ગણીને ક્લેઇમ રદ કરી દેશે. જો કાર પૂરના પાણીમાં સંપૂર્ણપણે તણાઈ જાય અને ન મળે, તો પોલીસ સ્ટેશનમાં FIR અને અનટ્રેસ્ડ રિપોર્ટ મેળવીને વીમા કંપની પાસેથી કારની IDV (Insured Declared Value) ની સંપૂર્ણ રકમ મેળવી શકાય છે. ઘટના બનતા જ કારના ફોટા-વીડિયો પાડી વીમા કંપનીને તુરંત જાણ કરવી હિતાવહ છે.


આ પણ વાંચો :રાત્રે 12થી સવારે 6 સુધી Instagram-Facebook બંધ! Metaએ બદલ્યા નિયમો

આ પણ વાંચો :રીલ્સની લત અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા બદલ Meta પર 1.7 લાખ કરોડનો ઐતિહાસિક દંડ; Instagram અને Facebook માં લાગુ થશે 5 કડક નિયમો

આ પણ વાંચો :WhatsApp વપરાશકર્તાઓ માટે ખુશખબર, સ્કેમ અને હેકિંગ રોકવા કંપનીએ રજૂ કર્યા દમદાર સિક્યુરિટી ફીચર્સ: હવે ઉમેરી શકાશે મલ્ટીપલ Passkeys