Dharma & Bhakti/ ગુરુ અને ચંદ્રમા વચ્ચે 16 સપ્ટેમ્બરે રચાશે નવપંચમ યોગ…4 રાશિઓની કારકિર્દી-નાણાકીય સ્થિતિમાં બમ્પર છલાંગ!

આ રાશિના જાતકો માટે આ નવપંચમ યોગ (Navapancham Yoga) અત્યંત શુભ સાબિત થશે. કેરિયર ક્ષેત્રે કેટલાકને ઉત્તમ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે અને પ્રમોશન…

Trending Religious Rashifal Dharma & Bhakti
Navapancham Yoga...ગુરુ અને ચંદ્ર વચ્ચે યુતિથી 4 રાશિને લાભ!

Dharm & Bhakti: આ 16મી સપ્ટેમ્બરે ગુરુ અને ચંદ્રમાનો નવપંચમ યોગ (Navapancham Yoga) સર્જાશે. આ દિવસે સવારે 10:49 કલાકે ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે અને કર્ક રાશિમાં બેસેલા ગુરુ સાથે નવપંચમ યોગ રચશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ની દ્રષ્ટિએ આ યોગને શુભ માનવામાં આવે છે. આ યોગના કારણે કેટલીક રાશિઓને આર્થિક અને કેરિયરના ક્ષેત્રે અત્યંત શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો જાણીએ…આ 4 રાશિઓ (Zodiac Signs) વિશે વિસ્તૃતપણે…

નવપંચમ યોગ (Navapancham Yoga) સર્જાવાથી આ 4 રાશિને લાભ

આ યોગના કારણે કેટલીક રાશિઓને આર્થિક અને કેરિયરના ક્ષેત્રે અત્યંત શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ (Taurus)

રાશિના જાતકો માટે આ નવપંચમ યોગ (Navapancham Yoga) અત્યંત શુભ સાબિત થશે. કેરિયર ક્ષેત્રે કેટલાકને ઉત્તમ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે અને પ્રમોશન (Promotion) મળવાના પણ યોગ છે. આ રાશિના વ્યવસાયીઓને સારી ડીલ મળી શકે છે. આર્થિક બાબતોમાં સુધારો જણાશે, ક્યાંક રોકાણ કરેલું હોય તો સારું વળતર મળવાના પણ યોગ છે. ચંદ્રમા (Chandra Graha)ના પ્રભાવથી આ રાશિના વિદ્યાર્થીઓની એકાગ્રતામાં પણ વધારો થતો જોવા મળશે.

કર્ક રાશિ

કર્ક રાશિ (Cancer)

આ જાતકોને ગુરુ-ચંદ્રના નવપંચમ યોગથી રાજયોગ જેવું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. કેરિયર (Career) ક્ષેત્રે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો એનો ઉકેલ મળી શકે છે. તમે સકારાત્મક ઊર્જાથી સભર રહેશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશો. દાંપત્ય જીવનમાં માધુર્ય વધશે. નોકરી કરનારા લોકોને મનપસંદ સ્થળે બદલી મળવાના યોગ છે અને આર્થિક રીતે પણ આ રાશિના જાતકો ઉન્નતિના પંથે અગ્રેસર રહેશે. કેટલાક જાતકો માંગલિક કાર્યોમાં ભાગ લઇ શકે એવી સંભાવના છે.

કન્યા રાશિ

કન્યા રાશિ (Virgo)

નવપંચમ યોગ દરમિયાન ગુરુ (Guru Graha) તમારી રાશિના એકાદશ ભાવમાં અને ચંદ્રમા તૃતિય ભાવમાં રહેશે. આ સંજોગોમાં તમને ધનલાભ (Financial Benefit) થાય એવા યોગ સર્જાઈ રહ્યાં છે. ક્યાંક રોકાણ કરેલું હોય તો સારું વળતર મળવાના પણ યોગ છે. ભાગ્યનો તમને પૂરો સાથ મળશે અને કાર્યક્ષેત્રે તમારા કામની પ્રશંસા પણ થશે. કેટલાક લોકોને ઉચ્ચ પદ મળવાની પણ સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ સાબિત થઇ શકે છે.

મીન રાશિ

મીન રાશિ (Pices)

આ રાશિના જાતકો માટે નવપંચમ યોગ દરમિયાન પંચમ ભાવમાં ગુરુ અને નવમ ભાવમાં ચંદ્રમા હશે. આ સંજોગોમાં ભાગ્ય (Luck)નો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. તમારા સંચિત ધનમાં વૃદ્ધિ થવાના યોગો સર્જાઈ રહ્યાં છે. કેટલાક લોકોના ફસાયેલા નાણા પરત મળવાના પણ યોગ છે. કાર્યક્ષેત્રે કેટલાક લોકોને અચાનક પ્રમોશન મળી શકે છે. જીવનમાં આવી રહેલા પડકારોનો તમે અડગ રહીને સામનો કરી શકશો અને વિજય પણ પ્રાપ્ત કરી શકશો.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો: પિતૃ પક્ષમાં ભૂલથીયે આ શાક ન ખાશો..શ્રાદ્ધ-તર્પણનું ફળ નહિં મળે!

આ પણ વાંચો: