Tech & Auto News : જો તમારી કારનું ઈન્શ્યોરન્સ (Car Insurance)પૂરું થવા આવ્યું હોય અથવા તમે નવી કાર ખરીદી હોય, તો હવે કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નથી. આજના સમયમાં સ્માર્ટફોન કે લેપટોપની મદદથી થોડી જ મિનિટોમાં ઘરે બેઠા કાર ઈન્શ્યોરન્સ ખરીદી કે રિન્યૂ કરી શકાય છે.
Car Insurance : ઓનલાઈન કાર ઈન્શ્યોરન્સ લેવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
કોઈપણ વિશ્વસનીય ઈન્શ્યોરન્સ કંપનીની પોર્ટલ/એપ પર જઈ કારનો રજિસ્ટ્રેશન નંબર, મોડલ અને ખરીદીનું વર્ષ ઉમેરો. જૂની પોલિસી રિન્યૂ માટે જૂના નંબરની જરૂર પડશે.
પ્લાન પસંદગી: જરૂરિયાત મુજબ Third-Party અથવા Comprehensive Cover માંથી યોગ્ય ઓપ્શન પસંદ કરો.
ઓનલાઈન પેમેન્ટ: જરૂરી વિગતો ભરી ડિજિટલ પેમેન્ટ મોડથી ફી ચૂકવો.
પોલિસી ડાઉનલોડ: પેમેન્ટ સફળ થતાં જ ઇમેઇલ કે વોટ્સએપ (WhatsApp) પર પોલિસીની PDF કોપી મળી જશે, જેને ફોનમાં સેવ કરી રાખો.
પ્રીમિયમ ઓછું કરવા અને પૈસા બચાવવાની ટિપ્સ
સરખામણી કરો: ખરીદતા પહેલા 2 થી 3 અલગ-અલગ કંપનીઓના પ્રીમિયમ અને કવરેજ સરખાવો
No-Claim Bonus (NCB): જો જૂની પોલિસીમાં કોઈ ક્લેમ નથી લીધો, તો નવા પ્રીમિયમ પર તગડું ડિસ્કાઉન્ટ મેળવો.
ટર્મ્સ એન્ડ કંડિશન: માત્ર સસ્તું પ્રીમિયમ જોવાને બદલે ક્લેમ સેટલમેન્ટ રેશિયો, ડિડક્ટિબલ અને એક્સક્લુઝન્સ (જે નુકસાન કવર ન થતું હોય) ખાસ તપાસો.
આ પણ વાંચો : ફાસ્ટેગ યુઝર્સ માટે મોટા સમાચાર: હવે સિમ કાર્ડની જેમ બદલી શકાશે બેંક
આ પણ વાંચો :કાર ઈન્શ્યોરન્સ માટે એજન્ટ પાસે જવાની જરૂર નથી: સ્માર્ટફોનથી મિનિટોમાં ખરીદો ડિજિટલ પોલિસી
આ પણ વાંચો :સ્માર્ટફોન કે કાર? iPhone Duo ની કિંમતમાં ઘરે લાવો આ બજેટ ફ્રેન્ડલી નવી કાર
