Surat News/ બંગલામાં ચોરી કરવા ઘૂસ્યો કે ફસાઈ ગયો? સુરતના નાના વરાછામાં ગ્રીલમાં અટવાયેલા શખ્સને લોકોએ માર્યો

Surat Theft Attempt: સુરતના નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં બંધ બંગલામાં ઘૂસેલો અજાણ્યો શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાયો. સ્થાનિકોએ તેને દંડાથી માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો. કાપોદ્રા પોલીસ તપાસમાં જોડાઈ.

Top Stories Gujarat Surat Breaking News
Surat Theft Attempt: ચોરી કરવા ગયો, ગ્રીલમાં ફસાયો! સુરતમાં શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો

Surat News: શહેરના નાના વરાછા વિસ્તારમાં બંધ મકાનમાં ઘૂસેલા એક અજાણ્યા શખ્સ (Surat Theft Attempt)ની હાલત એવી બની કે તે બારીની સ્ટીલની ગ્રીલમાં જ ફસાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ગ્રીલમાં ફસાયેલા શખ્સને આસપાસના લોકો દંડા વડે મારતા જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ કાપોદ્રા પોલીસ હરકતમાં આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના આશરે 10 દિવસ જૂની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જે સમયે ઘટના બની ત્યારે પોલીસને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી.

Surat Theft Attempt: ગ્રીલમાં ફસાયો શખ્સ, બહાર નીકળવાનો પ્રયાસ કર્યો

વાયરલ થયેલા વીડિયોમાં એક અજાણ્યો યુવક (Surat Theft Attempt) મકાનની સ્ટીલની જાળીમાં ખરાબ રીતે ફસાયેલો જોવા મળે છે. તે ગ્રીલમાંથી બહાર નીકળવા માટે સતત પ્રયાસ કરતો હોવા છતાં બહાર આવી શકતો નથી. આ દરમિયાન આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. યુવકને ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલો શખ્સ હોવાની શંકા રાખીને કેટલાક લોકોએ તેની સાથે મારપીટ કરી હતી. વીડિયોમાં લોકો તેને લાકડી અને દંડાથી મારતા જોવા મળે છે. વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા જ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.

Surat Theft Attempt: ઘટના રાજારામ નગર સોસાયટીની

કાપોદ્રા પોલીસના PI એમ.આર. સોલંકીના જણાવ્યા પ્રમાણે, વાયરલ વીડિયો નાના વરાછાની રાજારામ નગર સોસાયટીનો હોવાનું સામે આવ્યું છે. પોલીસના પ્રાથમિક તારણ મુજબ, મકાન લાંબા સમયથી બંધ હોવાથી તેનો લાભ લઈને અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની શક્યતા છે. જોકે, આ વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ નથી અને તેનો ચોક્કસ ઈરાદો શું હતો તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Surat Theft Attempt: ઘટના સમયે પોલીસને જાણ કરવામાં આવી નહોતી

પોલીસે જણાવ્યું કે આ બનાવ આશરે 10 દિવસ અગાઉ બન્યો હતો. ઘટનાના સમયે પોલીસને કોઈ સત્તાવાર ફરિયાદ કે જાણ કરવામાં આવી નહોતી. હવે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. વીડિયો ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યો હતો તેમજ તેમાં દેખાતા શખ્સ અને અન્ય લોકો કોણ છે તે અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

Surat Theft Attempt: અમેરિકા રહેતા મકાનમાલિકનો સંપર્ક

તપાસ દરમિયાન કાપોદ્રા પોલીસે મકાનમાલિક કિશોરભાઈનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. કિશોરભાઈ હાલમાં અમેરિકા સ્થાયી થયા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. મકાનમાલિકે પોલીસને જણાવ્યું હતું કે નાના વરાછા વિસ્તારમાં આવેલું તેમનું મકાન લાંબા સમયથી બંધ છે. વધુમાં, આ ઘટનામાં ઘરમાંથી કોઈ ચોરી થઈ નથી. મકાનમાલિકના જણાવ્યા પ્રમાણે, ઘરમાં રોકડ રકમ કે કોઈ કિંમતી સામાન પણ રાખવામાં આવ્યો નહોતો.

Surat Theft Attempt: ચોરી થઈ કે નહીં, પોલીસ તપાસ કરશે

હાલ મકાનમાંથી કોઈ વસ્તુ ચોરાઈ ન હોવાનું મકાનમાલિકે પોલીસને જણાવ્યું છે. બીજી તરફ, વાયરલ વીડિયોમાં ગ્રીલમાં ફસાયેલો શખ્સ જોવા મળતા તે ઘરમાં કયા હેતુથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સવાલ છે. કાપોદ્રા પોલીસ હવે વાયરલ વીડિયો, મકાનની સ્થિતિ અને ઉપલબ્ધ અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. શખ્સની ઓળખ થયા બાદ જ તેના ઈરાદા અને ઘટનાની હકીકત અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.


આ પણ વાંચો:સુરતના પલમોનાઝ જ્વેલરી શોરૂમમાં ચોરી, શટરનું લોક તોડી તસ્કર દાગીના લઈ ફરાર

આ પણ વાંચો:સુરતમાં ‘ચણીયા ટોળી’નો તરખાટ! સાસુ-વહુ બની જ્વેલર્સમાં ઘૂસી 11 જોડી ઝાંઝરી ચોરી

આ પણ વાંચો:સુરતના ઉત્રાણમાં ચાની દુકાનમાં ચોરી અને તોડફોડ, CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી