BRICS Summit New Delhi : નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલું 18 મું BRICS શિખર સંમેલન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ શિખર સંમેલનમાં વૈશ્વિક મતભેદો વચ્ચે શાંતિ, સુરક્ષા, વેપાર અને ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ સહમતિ સાધી શકાઈ હતી. સંમેલનની સફળતા બાદ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ (Kiren Rijiju)એ સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કર્યો હતો.
BRICS Summit : કિરણ રિજિજુએ વીડિયો શેર કરી ‘વસુધૈવ કુટુંબકમ્’નો સંદેશ આપ્યો
કિરણ રિજિજુએ X પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, “Hello India! ભારત સાથે જોડાઈ રહી છે દુનિયા.”તેમણે ઉમેર્યું કે ઉઝબેકિસ્તાનથી દક્ષિણ આફ્રિકા અને બેલારુસથી વિયેતનામ તેમજ યુગાન્ડા સુધી દરેક દેશમાં ભારત પ્રત્યેનો પ્રેમ અને સન્માન વધ્યો છે. નવી દિલ્હીમાં BRICS ના મંચ પર ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાની એક સુંદર ઝલક જોવા મળી.
વૈશ્વિક તણાવ અને મતભેદો વચ્ચે સામાન્ય સહમતિ: એસ. જયશંકર
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે (Dr. S. Jaishankar) જણાવ્યું કે, અત્યારે વૈશ્વિક સ્તરે બે મોટા સંઘર્ષો અને વિભાજનની સ્થિતિ હોવા છતાં ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ આ શિખર સંમેલનમાં દેશો વચ્ચે એક સામાન્ય સહમતિ બનાવવામાં સફળતા મળી છે.સંમેલનના સંયુક્ત નિવેદનમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા, વૈશ્વિક વેપાર, સપ્લાય ચેઈન અને ઊર્જાની સરળ અવરજવર જાળવી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ નાગરિક માળખાની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો :ઉત્તર પ્રદેશના મેરઠમાં ક્લોરીન ગેસ લીકેજથી અફરાતફરી:15 લોકોની તબિયત લથડી
આ પણ વાંચો :BJP પર પ્રેશર પોલિટિક્સ? માતા પ્રસાદ પાંડે સાથે મુલાકાતથી ચર્ચા તેજ
આ પણ વાંચો :કરોડપતિ ધારાસભ્ય શા માટે બન્યા ભિખારી? રસ્તા પર લોકો પાસે માંગ્યા રૂપિયા
