World News/ મક્કા નજીક હુતી ડ્રોન નષ્ટ, સાઉદી અરેબિયામાં સુરક્ષા એલર્ટ; પવિત્ર શહેરની સુરક્ષા વધારાઈ

Saudi Arabiaના એર ડિફેન્સે મક્કાના પ્રતિબંધિત આકાશમાં હુતી ડ્રોનને નષ્ટ કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે મક્કા, જેદ્દાહ અને તાઈફમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

international Top Stories World
Saudi Arabia

Saudi Arabia Houthi Drone Attack: સાઉદી અરેબિયાના મક્કા શહેર નજીક મંગળવારે હુતી ડ્રોનને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરવામાં આવ્યું હોવાનો દાવો સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને કર્યો છે. ગઠબંધનના જણાવ્યા અનુસાર, ડ્રોન મક્કાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલાં જ તેને રોકી દેવામાં આવ્યું હતું. ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-મલિકીએ કહ્યું કે ઇસ્લામના બે પવિત્ર સ્થળો અને યાત્રાળુઓની સુરક્ષા સાઉદી અરેબિયા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને જરૂર પડે ત્યારે વધુ પગલાં લેવામાં આવશે.

હુતીઓએ પવિત્ર સ્થળને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો

સાઉદીના(Saudi Arabia) દાવા વચ્ચે હુતી સંગઠને મક્કા અથવા અન્ય પવિત્ર સ્થળોને નિશાન બનાવ્યા હોવાનો ઇનકાર કર્યો છે. હુતી સમાચાર એજન્સી SABA દ્વારા જણાવવામાં આવ્યું કે સંગઠન તરફથી મક્કા સહિતના પવિત્ર સ્થળો માટે કોઈ ખતરો નથી. ડ્રોન અને મિસાઈલ હુમલાની ઘટનાઓ બાદ મક્કા, જેદ્દાહ અને તાઈફ સહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. સાઉદી સિવિલ ડિફેન્સે લોકોને ઊંચી ઇમારતો, બારીઓ, બાલ્કની અને ખુલ્લી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપી હતી. થોડા સમય બાદ મક્કા સહિત કેટલાક વિસ્તારોમાં ખતરો ટળી ગયો હોવાની માહિતી આપવામાં આવી.

મક્કાની સુરક્ષા માટે ચાર સ્તરની વ્યવસ્થા

મક્કામાં લાખો યાત્રાળુઓની(Saudi Arabia) હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે અનેક સ્તરની વ્યવસ્થા કરવામાં આવે છે. એર ડિફેન્સ દ્વારા મિસાઈલ અને ડ્રોન જેવા હવાઈ ખતરાઓ પર નજર રાખવામાં આવે છે. રડાર સિસ્ટમ સતત હવાઈ ક્ષેત્રની દેખરેખ રાખે છે. નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ મોબાઇલ નેટવર્ક મારફતે લોકોને એલર્ટ પહોંચાડે છે, જ્યારે પોલીસ અને સિવિલ ડિફેન્સ રેસ્ક્યુ, આગ નિયંત્રણ અને ભીડ વ્યવસ્થાપનની જવાબદારી સંભાળે છે.

અગાઉ પણ મક્કા તરફ મિસાઈલનો દાવો

સાઉદી(Saudi Arabia) ગઠબંધન અનુસાર, જુલાઈ 2017માં પણ હુતીઓ તરફથી મક્કા તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી, જેને શહેરથી આશરે 69 કિલોમીટર દૂર ઇન્ટરસેપ્ટ કરવામાં આવી હતી. છેલ્લા દિવસોમાં સાઉદી અરેબિયાના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલાની ઘટનાઓ સામે આવી છે. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉના હુમલાઓમાં કુલ 80થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ યમનમાં હુતી અને સરકાર સમર્થિત દળો વચ્ચેનો સંઘર્ષ પણ ચાલુ છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે સાઉદી અરેબિયામાં પવિત્ર શહેરો અને મહત્વપૂર્ણ વિસ્તારોની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે.


આ પણ વાંચો: ખરાબ હવામાનના કારણે ઇન્ડોનેશિયામાં ફેરી ડૂબી; 1નું મોત અને શોધખોળ ચાલુ

આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં

આ પણ વાંચો: અમેરિકામાં મોંઘવારીનો માર, ડીઝલના ભાવ રેકોર્ડ સપાટીએ; ટ્રમ્પ સરકારની ચિંતા વધી