Gujarat Weather Update:ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 17 સપ્ટેમ્બરથી આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદ
આ પહેલા 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદનો(Gujarat Weather) નવો રાઉન્ડ જોવા મળ્યો હતો. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં 2થી 6 ઈંચ સુધી વરસાદ પડતાં ખેડૂતો અને સ્થાનિકોને રાહત મળી હતી.
આગામી ત્રણ દિવસ વરસાદની શક્યતા
14 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનું (Gujarat Weather) જોર ઘટ્યું હતું અને છેલ્લા એક દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી વિરામ જોવા મળ્યો છે. જોકે, હવે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ફરી વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ઝડપ વધવાની શક્યતા હોવાથી માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને પણ સાવચેતી રાખવાની જરૂર રહેશે.
રાજ્યમાં હજુ 16 ટકા વરસાદની ઘટ
ગુજરાતમાં(Gujarat Weather) ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સામાન્ય કરતાં આશરે 16 ટકા વરસાદ ઓછો નોંધાયો છે. પ્રદેશવાર જોવામાં આવે તો કચ્છમાં વરસાદની ઘટ 40 ટકાથી વધુ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ 35 ટકાથી વધુ ઘટ નોંધાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પણ આશરે 35 ટકા જેટલો વરસાદ ઓછો છે. આગામી દિવસોમાં થનારા વરસાદથી આ ઘટ કેટલી હદ સુધી પૂરી થશે તેના પર હવે નજર રહેશે.
આજે નોંધપાત્ર વરસાદ નહીં
રાજ્યમાં આજે મોટા પાયે વરસાદ(Gujarat Weather) નોંધાયો નથી. અત્યાર સુધીમાં સૌથી વધુ 13 મિલીમીટર વરસાદ છોટા ઉદેપુરના કડવલ તાલુકામાં નોંધાયો છે. હવે હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી મુજબ વરસાદી સિસ્ટમ કેટલી સક્રિય રહે છે અને કયા વિસ્તારોમાં વધુ વરસાદ થાય છે તે મહત્વનું રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર યથાવત, 110 તાલુકામાં વરસાદ; માંડવીમાં 7 ઇંચ ખાબક્યો
આ પણ વાંચો:દ્વારકામાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ, ઇસ્કોન ગેટ સહિત મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવઃ 193 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ
