Gold and Silver Market Update: વિશ્વ બજારમાં સોનાના ભાવમાં ફરી મજબૂત તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ 4300 ડોલરની સપાટી પાર કરીને 4350 ડોલરની નજીક પહોંચ્યો છે. વૈશ્વિક બજારમાં વધતી ખરીદી અને ગોલ્ડ ETFમાં સતત વધી રહેલા ઈન્ફ્લોના સંકેતોને કારણે સોનાની કિંમતને ટેકો મળ્યો છે. બીજી તરફ ચાંદીમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે પ્લેટિનમના ભાવમાં ઘટાડો આગળ વધ્યો છે.
વૈશ્વિક બજારમાં સોનામાં ઉછાળો
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ(Gold and Silver Price) ઔંસદીઠ 4277-4278 ડોલરના સ્તરથી વધીને 4353 ડોલર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ભાવ થોડો ઘટીને 4346-4347 ડોલરની આસપાસ રહ્યો. સોનાના ભાવમાં આ તેજીની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પણ જોવા મળી હતી. મુંબઈ ઝવેરી બજારમાં GST વગર 10 ગ્રામ 995 શુદ્ધતાના સોનાનો ભાવ ₹1,500 વધીને ₹1,51,752 થયો હતો. જ્યારે 999 શુદ્ધતાના સોનાનો ભાવ પણ ₹1,500ના વધારા સાથે ₹1,52,362 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો. મુંબઈમાં GST વગર ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,600 વધીને ₹2,31,337 થયો હતો. બીજી તરફ પ્લેટિનમના ભાવમાં ₹200નો ઘટાડો થતાં ભાવ ₹61,040 પ્રતિ 10 ગ્રામ રહ્યા હતા.
અમદાવાદમાં પણ સોનાના ભાવમાં તેજી
અમદાવાદ ઝવેરી બજારમાં 995 શુદ્ધતાના સોનાનો ભાવ(Gold and Silver Price) ₹1,56,200 અને 999 શુદ્ધતાના સોનાનો ભાવ ₹1,56,500 નોંધાયો હતો. અમદાવાદમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,35,000 રહ્યો હતો.
ગોલ્ડ ETFમાં સતત વધી રહ્યો છે ઈન્ફ્લો
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના(Gold and Silver Price) જણાવ્યા અનુસાર વૈશ્વિક ગોલ્ડ ETFમાં સતત બીજા મહિનાથી ઈન્ફ્લો વધવાની સ્થિતિ જોવા મળી રહી છે. તાજેતરના સપ્તાહમાં ગોલ્ડ ETFમાં લગભગ 1.55 અબજ ડોલરનો ઈન્ફ્લો નોંધાયો હતો. અગાઉના સપ્તાહમાં આ આંકડો 4.02 અબજ ડોલર અને તેના અગાઉના સપ્તાહમાં 3.99 અબજ ડોલર રહ્યો હતો.
ક્રૂડના ભાવમાં પણ નજર
આ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા સ્તરેથી થોડા ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 108.59 ડોલર સુધી પહોંચ્યા બાદ 107.25 ડોલર આસપાસ અને અમેરિકન ક્રૂડ 105.63 ડોલરના ઉચ્ચ સ્તર બાદ 103.39 ડોલર આસપાસ ટ્રેડ થયું હતું. હવે બજારની નજર અમેરિકા, બ્રિટન અને જાપાનના વ્યાજદર અંગેના નિર્ણયો પર રહેશે. આ નિર્ણયો સાથે વૈશ્વિક સોનાના ભાવમાં(Gold and Silver Price) આગળ શું દિશા રહે છે તેના પર રોકાણકારોની ખાસ નજર રહેશે.
