Gujarat News/ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ..! એમના વિરલ વ્યક્તિત્વનું વિહંગાવલોકન કરીશું….

Narendra Modi ના જણાવ્યાનુસાર તેઓ 3 વસ્તુઓ સાથે કદી સમજૂતી નથી કરતા…એ છે આંખો, અવાજ અને કપડા..! તેમના ‘મોદી કુર્તા’ની દુનિયાભરમાં ચર્ચા છે!

Gujarat Ahmedabad
Narendra Modi....કઠીન અનુશાસનના પ્રણેતા PMની જીવનગાથા..!

Gujarat News: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નું એક વિરલ વ્યક્તિત્વ છે. એમનું જીવન સંઘર્ષ, સમર્પણ અને કઠીન અનુશાસનની એક અનોખી કહાણી છે. આઝાદ ભારતમાં જન્મ લેનારા એ દેશના પ્રથમ પ્રધાનમંત્રી (PM)છે..એમના જીવનની ઝાંખીઓ પર નજર કરીએ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 76 વર્ષના થઈ ગયા છે અને ઉંમરના આ પડાવ પર પણ એમની એનર્જી હાલમાં જ યોજાયેલી BRICS સમિટ દરમિયાન દેખાઈ ચૂકી છે. 48 કલાકમાં પુતિન, જીનપિંગ વગેરે દિગ્ગજ નેતાઓ સાથો 15 દ્વિપક્ષીય બેઠકો, 3 શિખર સમ્મેલનોની અધ્યક્ષતા, ગાલા ડિનરનું યજમાન પદ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ વગેરે દરમિયાન પણ પીએમ મોદી એટલા જ સ્ફૂર્તિવાન દેખાયા હતા!

76 વર્ષની વયે પણ આ ફિટનેસ અને અનુશાસન ક્યાંથી આવ્યું અને એમનું રુટિન વગેરે અંગે એમના જન્મદિવસ (Birthday) ના અવસરે સંક્ષિપ્તમાં જોઇશું…

માતા હીરાબેન સાથે પીએમ મોદી

પ્રારંભિક જીવન અને જન્મથી સંઘર્ષ

નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના વર્ષમાં ગુજરાતમાં વડનગર (Vadnagar, Gujarat)ના એક નાના કસબામાં થયો હતો. એમના પિતાનું નામ દામોદરદાસ મૂળચંદ મોદી અને માતાનું નામ હીરાબેન મોદી હતુ. એક અત્યંત સાધારણ અને ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવતા બાળક નરેન્દ્ર બાળપણમાં વડનગર રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પોતાના પિતાને ચા (Tea) વેચવામાં મદદ કરતા હતા.

તેઓ કિશોરાવસ્થામાં જ ઘર છોડીને અધ્યાત્મની શોધમાં નીકળી ગયા અને ઋષિકેશ, હિમાલય અને રામકૃષ્ણ મિશન જેવા અનેક સ્થળોએ એમણે ભ્રમણ કર્યું હતા. આમ છતાં તેઓએ 17 વર્ષની વયથી ઘરથી દૂર હોવા છતાં માતા સાથે સતત સંપર્ક જાળવી એમના આશાર્વાદ લેતા રહ્યાં છે.

બાળપણથી જ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના બાળ સ્વયંસેવક બન્યા અને ત્યાર બાદ, પૂર્ણકાલીન પ્રચારકના રુપમાં તેઓ દેશ સેવામાં વ્યસ્ત થઈ ગયા હતા.

ભારતના વડાપ્રધાન મોદી

વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014થી દેશનું પ્રધાનમંત્રી પદ

રાજનૈતિક કેરિયરની ઉપલબ્ધિઓ જોઇએ તો વર્ષ 2001માં તેઓ પ્રથમ વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને વર્ષ 2014 સુધી સતત આ પદ પર વિરાજમાન રહ્યાં. એમની લીડરશિપ હેઠળ વિશ્વભરમાં ગુજરાત મૉડલની ખૂબ ચર્ચા અને પ્રશંસા થઈ હતી.

વર્ષ 2014માં એમણે દેશના 14મા પ્રધાનમંત્રીના રુપમાં સોગંધ લીધા હતા. ત્યાર બાદ, વર્ષ 2019 અને પછી 2024માં ઐતિહાસિક જીત મેળવીને તેઓ ત્રીજી વખત દેશમા પ્રધાનમંત્રી બન્યા અને હાલ આ પદને શોભાવી રહ્યાં છે.

Modi RSS

નરેન્દ્ર મોદીની દિનચર્યા (Narendra Modi Routine)

એમની દિનચર્યા અને કઠીન અનુશાસન (Life Routine & Discipline) અનુકરણીય છે. તેઓ સવારે 4:30 થી 5 વાગ્યાની મધ્યે જાગી જાય છે અને એ દરરોજ માત્ર 3.5 થી 4 કલાકની જ ઊંઘ લે છે!

એમના દિવસની શરુઆત યોગ, ધ્યાન અને સૂર્યનમસ્કારથી થાય છે. ઉઠ્યા બાદ પીએમ એક ખાસ વૉકિંગ ટ્રેક પર ચાલે છે. વર્ષ 2018 માં વિરાટ કોહલી (Virat Kohli)ને ફિટનેસ ચેલેન્જ આપતા મોદીએ પ્રધાનમંત્રી આવાસમાં લૉનમાં બનેલા વૉકિંગ ટ્રેકનો વિડિયો પણ શૅર કરેલો! એમને મેસેજ હતો કે આ પંચતત્વ અર્થાત્ જળ, વાયુ, અગ્નિ, આકાશ અને પૃથ્વી થી પ્રેરિત છે.તેઓ પૂર્ણતયા શાકાહારી છે અને નાસ્તામાં આદુવાળી ચા, પૌંઆ, ખાખરા, ખીચડી જેવી સામાન્ય વસ્તુઓ પસંદ કરે છે.

તેઓ નવરાત્રિ દરમિયાન નવેનવ દિવસ કઠીન વ્રત કરે છે અને એ પણ કેવળ પાણી પીને! આ ઉપરાંત, તેઓ ચોમાસા દરમિયાન ચાતુર્માસ પરંપરા અંતર્ગત 4 મહિના કેવળ એક જ વાર ભોજન કરે છે.

પીએમનું ભોજન લગભગ અઢી દાયકાથી એક જ વ્યક્તિ તૈયાર કરે છે અને એ છે રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી બદ્રી મીણા…વર્ષ 1990 થી તેઓ મોદીના મનપસંદ અને કાયમી કૂક છે.

જો કે, એમના નાસ્તામાં મોસમી ફળો, મખાના, ઉકાળેલી શાકભાજી અને મિલેટ્સ પણ સામેલ છે. એમની થાળીમાં મોરિંગા અર્થાત્ સરગવાના પરોઠા પણ સામેલ છે.

નરેન્દ્ર મોદીના જણાવ્યાનુસાર તેઓ 3 વસ્તુઓ સાથે કદી સમજૂતી નથી કરતા…એ છે આંખો, અવાજ અને કપડા (Eyes, Voice & Cloths)..! તેમના ‘મોદી કુર્તા’ (Modi Kurta)ની દુનિયાભરમાં ચર્ચા છે!

મોદી BRICS 2026

વિદેશ પ્રવાસ દરમિયાન રુટિન

એમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકેના પદભાર દરમિયાન એક પણ દિવસ રજા લીધી નથી! નરેન્દ્ર મોદી પોતાની બાયોક્લૉક યજમાન દેશના સમયાનુસાર સેટ કરે છે. જેમ કે, રાત્રે ભારતથી પ્રસ્થાન કરે અને યજમાન દેશમાં એ સમયે દિવસ હોય તો સફર દરમિયાન તેઓ સૂતા નથી પણ કામ અને મિટીંગ્સ કરે છે. વિદેશમાં પણ તેઓ જલ્દી ઉઠીને પોતાનું રુટિન ફૉલો કરે છે.


આ પણ વાંચો:PM મોદીના જન્મદિવસે ગુજરાતમાં અનોખી પહેલ, 76 પરિવારોને મળશે ગીર ગૌમાતા

આ પણ વાંચો:BRICS Summit 2026 માં PM મોદીએ કહ્યું, ‘આપણી વિવિધતા આપણી ઓળખ અને સહયોગ આપણી પ્રેરણા બને’

આ પણ વાંચો:PM મોદીની કયા નેતા સાથે ક્યારે મુલાકાત? આવ્યું સંપૂર્ણ શેડ્યૂલ