Budhaditya Rajyog: આ બુધાદિત્ય રાજયોગ (Budhaditya Rajyog 2026) આજે 17 તારીખથી માંડીને 26મી તારીખ સુધી વિશેષ રુપે પ્રભાવી રહેશે. સૂર્યનું તેજ અને બુધની તીવ્ર બુધ્ધિનો આ સંગમ 3 રાશિઓ (Zodiac Signs)ના જાતકોના કેરિયર, ધન અને પદ-પ્રતિષ્ઠાના મામલે કોઈ વરદાનથી કમ સિદ્ધ નહિં થાય!
વૈદિક જ્યોતિષ (Astrology)માં સૂર્ય દેવને આત્મા, પિતા, માન-સન્માન, નેતૃત્વ અને વહીવટી ક્ષમતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. આજે સવારે 7 વાગીને 53 મિનિટથી સૂર્ય દેવ સિંહ રાશિમાંથી નીકળીને પોતાની મિત્ર રાશિ એવી કન્યામાં પ્રવેશ કરશે જેને કન્યા સંક્રાંતિ પણ કહે છે.
કન્યા રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધ (Budh Graha) અગાઉથી જ પોતાની ઉચ્ચ અવસ્થામાં વિરાજેલા છે. આ સંજોગોમાં, સૂર્ય અને બુધની યુતિ (Surya-Budh Yuti)થી કન્યા રાશિમાં મહાશક્તિશાળી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થવા પામ્યું છે. જો કે, 26 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં ગોચર કરી જશે આથી આ બુધાદિત્ય રાજયોગ આજે 17 તારીખથી માંડીને 26મી તારીખ સુધી વિશેષ રુપે પ્રભાવી રહેશે. સૂર્યનું તેજ અને બુધની તીવ્ર બુધ્ધિનો આ સંગમ 3 રાશિઓના જાતકોના કેરિયર, ધન અને પદ-પ્રતિષ્ઠાના મામલે કોઈ વરદાનથી કમ સિદ્ધ નહિં થાય!

બુધાદિત્ય રાજયોગથી 3 રાશિઓનું ભાગ્ય પ્રબળ બનશે (Budhaditya Rajyog 2026)
કન્યા રાશિમાં મહાશક્તિશાળી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થવા પામ્યું છે જે 3 રાશિઓ (Zodiac Signs)ના જાતકોના કેરિયર, ધન અને પદ-પ્રતિષ્ઠાના મામલે કોઈ વરદાનથી કમ સિદ્ધ નહિં થાય!
સિંહ રાશિ (Leo)
આ રાશિના સ્વામી સૂર્યદેવ (Surya Graha) તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરી રહ્યાં છે, જે ધન, વાણી અને કુટુંબનું સ્થાન ગણાય છે. તમારી રાશિના જાતકોને અચાનક ધનલાભના અનેક રસ્તા ખૂલશે. તમારી વાણીમાં અદ્ભૂત પ્રભાવ અને આકર્ષણ હશે જેથી તમારા અટકેલા કાર્યો સરળતાથી આગળ વધશે. પૈતૃક સંપત્તિથી જોડાયેલા કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ શકે છે અને વેપારમાં મોટો નફો કમાવાના અવસરો પ્રાપ્ત થશે.
કન્યા રાશિ (Virgo)
આ રાજયોગ તમારી રાશિના પ્રથમ ભાવમાં રચાયો છે જ્યાં સૂર્ય અને ઉચ્ચના બુધ એકસાથે વિરાજમાન રહેશે. આના પરિણામે તમારા આત્મવિશ્વાસ, લીડરશિપ અને બૌદ્ધિક કૌશલ્યમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. સમાજ અને કાર્યસ્થળે તમારી એક ભિન્ન ઓળખ બનશે અને લાંબા સમયથી અટકેલા સરકારી કામ પૂર્ણ થશે. જે લોકો રાજનીતિ, વહીવટ, મીડિયા અથવા કન્સલ્ટન્સી સાથે જોડાયેલા હોય એમને કોઈ મોટું પદ કે માન-સન્માન મળી શકે છે.
ધનુ રાશિ (Sagittarius)
તમારી રાશિના દશમ ભાવમાં આ રાજયોગ બનવા પામ્યો છે જે કર્મ, કેરિયર અને બિઝનેસનું સ્થાન છે. આને પરિણામે, આ દસ દિવસનો સમય તમારા માટે સ્વર્ણિમ બની રહેશે. નોકરી કરનારા જાતકોને પ્રમોશન અને પગાર વધારાના શુભ સમાચાર મળી શકે છે. તમારા ઉચ્ચ અધિકારીઓ અને બૉસ તમારી મહેનતથી પ્રભાવિત થશે અને નવો વેપાર અથવા બિઝનેસ વિસ્તારવાની યોજનાઓ પૂર્ણ રીતે સફળ થશે.

બુધાદિત્ય રાજયોગનું શુભત્વ વધારવાના અચૂક ઉપાય (Budhaditya Rajyog 2026 Upay)
1. દરરોજ અથવા વિશેષ કરીને બુધવાર અને રવિવારના દિવસે ગાય (Cow)ને લીલો ધાસચારો અથવા ગોળ ખવડાવવો.
2. બુધવારના દિવસે ભગવાન શ્રી ગણેશ (Lord Ganesha)ને 21 દુર્વા અર્પણ કરવી અને મોદકનો પ્રસાદ ધરાવવો.
3. દરરોજ વહેલી સવારે તાંબાના લોટામાં જળ લઇ એમાં થોડું લાલ ચંદન અને અક્ષત મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવો અને ‘ॐ સૂર્યાય નમ:’ …આ મંત્રનો જાપ કરવો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: શનિ જયંતિથી આ 5 રાશિઓનું નસીબ ચમકશે, બુધાદિત્ય રાજયોગ લાવશે સુખ-સમૃદ્ધિનો ભંડાર
આ પણ વાંચો: 21 જાન્યુઆરીએ બનશે લક્ષ્મી નારાયણ-બુધાદિત્ય યોગ…આ રાશિઓનું ભાગ્ય ખૂલી જશે..!
આ પણ વાંચો: અક્ષય તૃતીયા સાથે બુધાદિત્ય યોગ બનશે, જાણો કઈ રાશિના જાતકોને લાભ થશે
