Business News/ બંધ બજારે પણ સોનામાં તેજી યથાવત, અમદાવાદમાં 999 સોનું ₹1.58 લાખે; ચાંદીમાં ઘટાડો

gold silver rate: શનિવારે બજાર બંધ હોવા છતાં સોનાના ભાવમાં તેજી રહી છે. સરકારે આયાતકારો માટે કસ્ટમ એક્સચેન્જ રેટ વધારીને ટેરીફ વેલ્યુ ઘટાડી છે. મુંબઈ અને અમદાવાદના તાજા ભાવ જાણો.

Top Stories Trending Business
gold silver rate

Bullion Market Update September 20, 2026: મુંબઈ ઝવેરીબજાર શનિવારના કારણે સત્તાવાર રીતે બંધ રહ્યું હતું, જોકે બજાર બંધ હોવા છતાં સોનાના ભાવમાં તેજીનો માહોલ યથાવત રહ્યો હતો. બીજી તરફ ચાંદીના ભાવ અગાઉના ઊંચા સ્તરેથી થોડા નીચે આવ્યા હતા. વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં મિશ્ર હલચલ જોવા મળી હતી. દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં પણ બેતરફી વધઘટ નોંધાઈ હતી.

વૈશ્વિક બજારમાં સોનું મજબૂત

વિશ્વ બજારમાં સોનાનો ભાવ(gold silver rate) ઔંસદીઠ 4373થી 4374 ડોલરથી વધીને સપ્તાહના અંતે 4378થી 4379 ડોલર આસપાસ પહોંચ્યો હતો. એટલે કે વૈશ્વિક બજારમાં સોનામાં થોડો સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ બુલિયન માર્કેટમાં GST વગર 10 ગ્રામ સોનાના ભાવમાં ₹500નો વધારો થયો હતો. 995 શુદ્ધતાવાળું સોનું ₹1,53,600 અને 999 શુદ્ધતાવાળું સોનું ₹1,54,100 પર પહોંચ્યું હતું. જોકે ચાંદીમાં ઘટાડો નોંધાયો હતો. ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,36,908થી ઘટીને ₹2,36,000 થયો હતો.

અમદાવાદમાં સોનાના ભાવ ઊંચા

અમદાવાદ ઝવેરીબજારમાં 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ(gold silver rate) ₹1,57,700 જ્યારે 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ ₹1,58,000 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. અમદાવાદમાં ચાંદીનો ભાવ ₹2,35,000 પ્રતિ કિલો  નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ ઔંસદીઠ 66.87થી 66.88 ડોલરથી ઘટીને 66.25થી 66.26 ડોલર આસપાસ રહ્યો હતો.

આયાતકારો માટે ડોલર મોંઘો થયો

સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જ રેટમાં વધારો કર્યો છે. અગાઉનો દર ₹95.25 હતો, જે વધારીને ₹96.80 કરવામાં આવ્યો છે. બીજી તરફ સોના અને ચાંદીની(gold silver rate) આયાત માટે વપરાતી ટેરિફ વેલ્યુમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. સોનાની ટેરિફ વેલ્યુ 10 ગ્રામદીઠ 1468 ડોલરથી ઘટીને 1373 ડોલર કરવામાં આવી છે, જ્યારે ચાંદીની ટેરિફ વેલ્યુ પ્રતિ કિલો 2267 ડોલરથી ઘટીને 2028 ડોલર થઈ છે.

ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીમાં હલચલ

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 103.21 ડોલરથી વધીને 105 ડોલર સુધી ગયો હતો, ત્યારબાદ 103.87 ડોલર આસપાસ રહ્યો. ભારતીય બજારમાં ડોલરનો ભાવ પણ ₹95.88થી વધીને ₹96.02-₹96.03 આસપાસ બોલાતો હતો. આ ઉપરાંત પ્લેટિનમનો(gold silver rate) વૈશ્વિક ભાવ 1803 ડોલર અને પેલેડિયમનો ભાવ 1303 ડોલર રહ્યો હતો. કોપરના ભાવમાં પણ લગભગ 0.45 ટકાનો વધારો નોંધાયો હતો.


આ પણ વાંચો:સોના-ચાંદીમાં ફરી તેજીનું તોફાન; આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સર્વકાલીન ઉંચી સપાટીએ

આ પણ વાંચો:વિશ્વ બજારમાં સોનાના ભાવ ફરી તેજી તરફ, 4300 ડોલરની સપાટી પાર; ETF ઈન્ફ્લોમાં પણ વધારો

આ પણ વાંચો:BIS હોલમાર્કિંગ ચાર્જ વધવાથી શું સોનું-ચાંદી મોંઘું થશે? જાણો ગ્રાહકો પર તેની શું અસર પડશે