Entertainment News : બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ (Katrina Kaif)તાજેતરમાં પતિ વિકી કૌશલ (Vicky Kaushal)સાથે અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં ટ્રેડિશનલ અંદાજમાં પહોંચી હતી. પુત્રના જન્મ બાદ લાંબા સમય પછી જાહેર મંચ પર જોવા મળેલી કેટરીનાના લુક અને વધેલા વજનને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક ટ્રોલ્સે તેની બોડી શેમિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, આ નકારાત્મકતા સામે હવે કેટરીનાના ફેન્સ અને તેના કો-સ્ટાર ઋત્વિક રોશન (Hrithik Roshan)સપોર્ટમાં આવ્યા છે.
Katrina Kaif : હર્ષવીર જૈનની ઈમોશનલ પોસ્ટે જીત્યા દિલ
સ્ટોરીસેલરકોમિક્સ નામે જાણીતા હર્ષવીર જૈને (Harshvir Jain) ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરીને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું કે, કેટરીના એક સફળ બિઝનેસવુમન અને માતા છે. તેની પ્રેગ્નન્સી પછીના વજન પર કમેન્ટ કરનારા ટીનેજર્સ અને ટ્રોલ્સે સમજવું જોઈએ કે આવી કમેન્ટ્સથી કેટરીનાને કોઈ ફેર નહીં પડે, પરંતુ તમારી આસપાસ રહેલી મહિલાઓ અને માતાઓ પર તેની નકારાત્મક અસર પડે છે.
ઋત્વિક રોશને લાઈક કરીને આપ્યો સાથ
‘ઝિંદગી ના મિલેગી દોબારા’ અને ‘બેંગ બેંગ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કેટરીના સાથે કામ કરી ચૂકેલા સુપરસ્ટાર ઋત્વિક રોશનનું ધ્યાન આ પોસ્ટ પર ગયું હતું. ઋત્વિકે સીધી કમેન્ટ કરવાને બદલે આ ગંભીર પોસ્ટને લાઈક કરીને કેટરીના કૈફના સમર્થનમાં પોતાનો અવાજ ઉમેર્યો છે. ઉલ્લેખનીય છે કે, કેટરીનાએ નવેમ્બર 2025 માં પુત્ર ‘વિહાન’ને જન્મ આપ્યો હતો, જે બાદ તે પોતાના પરિવાર અને મધરહુડ એન્જોય કરી રહી છે.
આ પણ વાંચો :ગુજરાતી કોમેડી કિંગ ચંદન રાઠોડનું અકસ્માતમાં દુઃખદ નિધન
આ પણ વાંચો :દિશા સાલિયન કેસમાં મોટો વળાંક, પિતાએ આદિત્ય ઠાકરેને ₹500 કરોડની માનહાનિ નોટિસ મોકલી
આ પણ વાંચો :KGF ફેમ અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, PM મોદીએ આપી શુભેચ્છા
