Ahmedabad News/ રાજ્યમાં રસ્તા-પુલના કામો હવે ઝડપથી થશે: ટેન્ડર મંજૂરીની સમયમર્યાદા 51થી 66 દિવસ નક્કી

સરકારે માર્ગ અને મકાન વિભાગની ટેન્ડર( tender) પ્રક્રિયામાં ફેરફાર કરી માન્યતા 120થી ઘટાડીને 90 દિવસ કરી. મંજૂરી પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરવી પડશે 

Gandhinagar Gujarat Breaking News Uncategorized
tender

Ahmedabad News: રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગના કામોને વધુ ઝડપથી પૂર્ણ કરવા સરકાર દ્વારા ટેન્ડર (બોલી પ્રક્રિયા)ની મંજૂરી પ્રક્રિયામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ટેન્ડરની માન્યતા (Tender)નો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે. સાથે જ ટેન્ડર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

tender મંજૂરીની પ્રક્રિયા હવે 51થી 66 દિવસમાં પૂર્ણ કરવી પડશે

રાજ્યમાં પુલ, રસ્તા અને સરકારી મકાનો સહિતના માર્ગ અને મકાન વિભાગ ( Roads and Buildings Department)ના વિવિધ કામો ઝડપથી શરૂ થાય તે માટે ટેન્ડરની શરતોમાં સુધારા કરવામાં આવ્યા છે. અગાઉ ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે 120 દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. હવે આ પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા મહત્તમ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

જે ટેન્ડરમાં ઇજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ નથી અને માત્ર નાણાકીય બીડ (Financial Bid – નાણાકીય દરખાસ્ત) હોય છે, તેમાં ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે ઇજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ ધરાવતા ટેન્ડરમાં ટેક્નિકલ બીડ (Technical Bid – તકનીકી દરખાસ્ત) અને ફાઇનાન્સિયલ બીડ એમ બે બીડ હોય છે. આવા ટેન્ડરની તમામ સ્તરે ચકાસણી સહિતની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.

ટેન્ડરની માન્યતા 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરાઈ

સરકાર દ્વારા ટેન્ડરની વેલિડિટી (Tender Validity – બોલીની માન્યતા)માં પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન 120 દિવસનો સમયગાળો હવે ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે. આ ફેરફારનો હેતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામો શરૂ કરવામાં થતો સમય ઘટાડવાનો અને સરકારી વિકાસલક્ષી કામોને ઝડપથી અમલમાં મૂકવાનો છે. ખાસ કરીને રસ્તા, પુલ અને સરકારી મકાનોના કામોને મંજૂરી મળ્યા બાદ ઝડપથી આગળ ધપાવી શકાય તે માટે સમયમર્યાદા પર ભાર મૂકવામાં આવ્યો છે.

વાટાઘાટો માત્ર એક જ સ્તરે થશે

નિયમો અનુસાર બહોળી પ્રસિદ્ધિ આપ્યા બાદ એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો (Negotiation – ભાવતાલ) કરવાનું ટાળવાનું રહેશે. જો વાટાઘાટો (Negotiation – ભાવતાલ) કરવી અનિવાર્ય બને તો તે માત્ર એક જ સ્તરે, એટલે કે સક્ષમ સત્તાધિકારીની કક્ષાએ પૂર્ણ કરવાની રહેશે. એક જ ટેન્ડર માટે અલગ-અલગ સ્તરે વારંવાર વાટાઘાટો કરી શકાશે નહીં. આ નિર્ણયથી ટેન્ડર મંજૂરીની પ્રક્રિયામાં થતો બિનજરૂરી સમય ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ વિવિધ કચેરીઓ અને અધિકારીઓ વચ્ચે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે સમયમર્યાદાનું પાલન જરૂરી બનાવાયું છે.

વિલંબ થાય તો સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી થશે

નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લેવાની રહેશે. વિલંબ માટે જે-તે અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત, અધૂરી દરખાસ્તોના કારણે પ્રક્રિયામાં વિલંબ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે દરખાસ્ત રજૂ કરનાર કક્ષાની રહેશે. આમ, ટેન્ડર (બોલી પ્રક્રિયા)ની શરૂઆતથી લઈને મંજૂરી સુધીની પ્રક્રિયામાં જવાબદારી નક્કી કરીને કામોમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

Gujarat Government, Road and Building Department, Tender Process, Tender Validity, Government Projects, Infrastructure Development, Road Projects, Bridge Projects, Construction Work, Gujarat News, Tender Rules, Financial Bid, Technical Bid, Negotiation, Government Tender, Public Works

 


આ પણ વાંચો: ‘ટેન્ડર વિશે મંત્રીને શું ખબર? મારી ધરપકડ પંજાબની ચૂંટણી સાથે જોડાયેલી…’ કોર્ટમાં બોલ્યા સત્યેન્દ્ર જૈન

આ પણ વાંચો: ભરૂચમાં દહેજ GIDCની કંપનીના સોલ્વન્ટના ડ્રમમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા, 8 ફાયર ટેન્ડરોએ સંભાળ્યો મોરચો

આ પણ વાંચો: સુરતમાં ખાડીપૂર બાદ સફાઈ કર્મચારીઓની સુરક્ષા પર સવાલ, 1 કરોડના ટેન્ડર છતાં માસ્ક-ગમબૂટ વગર કામ કરવાનો આક્ષેપ

.