Ghaziabad News: ગાઝિયાબાદમાં UPI Payment ને લઈ વિરોધ. વેપારીઓએ તેમની દુકાનોની બહાર ‘નો યુપીઆઈ’ના બોર્ડ લગાવવાનું શરૂ કર્યું છે. 15 ઓક્ટોબરથી રૂ. 2,000થી વધુના
યુપીઆઈ વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાના વિરોધમાં વેપારીઓએ આ પગલું ભર્યું છે.
UPI Payment ને લઈ વિરોધ
વેપારીઓનું કહેવું છે કે સરકાર ભલે કહે કે MDRનો ચાર્જ વેપારી આપશે, પરંતુ અંતે તેનો બોજ ગ્રાહકો પર જ પડી શકે છે. વેપારીઓને આશંકા છે કે વધારાનો ખર્ચ સરભર કરવા માટે વસ્તુઓના ભાવ વધારવાની ફરજ પડી શકે છે. તેથી ગ્રાહકોને 15 ઓક્ટોબરથી રૂ. 2,000થી વધુની ખરીદી માટે રોકડ સાથે રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. નવા માળખા હેઠળ રૂ. 2,000થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) યુપીઆઈ વ્યવહારો (UPI transactions) પર 0.4 ટકા MDR લાગશે. જ્યારે રૂ. 75,000થી વધુના વ્યવહાર પર મહત્તમ રૂ. 300નો ચાર્જ લાગશે. જોકે વ્યક્તિથી વ્યક્તિ વચ્ચેના યુપીઆઈ વ્યવહારો પર કોઈ ચાર્જ લાગશે નહીં.
વેપારીઓએ દુકાનો બહાર લગાવ્યાં ‘નો યુપીઆઈ’ના બોર્ડ
ગાઝિયાબાદ (Ghaziabad) માં કેટલાક દુકાનદારોએ યુપીઆઈ સ્વીકારવામાં નહીં આવે તેવા બોર્ડ લગાવી દીધા છે. વેપારીઓનો વિરોધ મુખ્યત્વે ઊંચી રકમના વ્યવહારો પર લાગનારા MDRને લઈને છે. તેમનું કહેવું છે કે ચાર્જની વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ રૂ. 2,000થી વધુની ખરીદી માટે ગ્રાહકોએ રોકડનો ઉપયોગ કરવો પડી શકે છે.
NPCIના ઓગસ્ટના આંકડા મુજબ પેટીએમના 86 ટકા યુપીઆઈ વ્યવહારો રૂ. 500થી નીચેના છે. જ્યારે રૂ. 501થી રૂ. 2,000 સુધીના વ્યવહારોનું પ્રમાણ 10 ટકા છે. આ આંકડા પ્રમાણે પ્રસ્તાવિત MDR ચાર્જ માત્ર લગભગ 4 ટકા વ્યવહારોને અસર કરશે. જોકે વેપારીઓએ આ વ્યવસ્થા સામે વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો: UPI MDR પર સરકારનું વલણ કડક, ‘પુનર્વિચારનો સવાલ જ નથી
આ પણ વાંચો: UPI Payment પર નવી ચર્ચા, જાણો કોના ખિસ્સા પર પડશે અસર?
આ પણ વાંચો: UPI પર હવે ચાર્જ લાગશે? સરકારે સ્પષ્ટ કર્યું સત્ય, જાણો નવા કાયદામાં શું બદલાશે?
