Business News/ સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી, MCX પર સોનું ₹1.52 લાખને પાર; ચાંદી ₹2.40 લાખ નજીક

Gold Silver Rate Today: 23 સપ્ટેમ્બર 2026ના રોજ સોના અને ચાંદીના બજાર ભાવમાં તેજી છે. ચેન્નઈ, દિલ્હી, આગ્રા અને જયપુરના 24કે, 22કે અને 18કે સોના તેમજ ચાંદીના રેટ અહીં જાણો.

Top Stories Trending Business
Gold Silver Rate Today : સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી!

Business News:  23 સપ્ટેમ્બર 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં કોમોડિટી માર્કેટને સપોર્ટ મળતાં કિંમતી ધાતુઓમાં ખરીદી જોવા મળી રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં સોનાની સરખામણીએ વધુ મજબૂત તેજી નોંધાઈ છે. MCX પર સોનાનો ભાવ ₹1,52,900 પ્રતિ 10 ગ્રામની આસપાસ છે, જ્યારે વૈશ્વિક બજારમાં COMEX પર સોનું $4,377.70 પ્રતિ ઔંસ અને ચાંદી $67.12 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

MCX પર સોના-ચાંદીના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર અગાઉના સત્રમાં સોનું ₹1,52,900 પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. બીજી તરફ ચાંદીનો ભાવ (Gold Silver Rate Today) ₹2,40,000 પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં(Gold Silver Rate Today) મજબૂતી જોવા મળી રહી છે. અહેવાલો મુજબ આજે સોનું ₹1,53,620 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹2,39,970 પ્રતિ કિલોગ્રામના સ્તરે છે.

શહેર પ્રમાણે ચાંદીના ભાવ

શહેર પ્રમાણે ચાંદીના ભાવમાં(Gold Silver Rate Today) પણ તફાવત જોવા મળી રહ્યો છે. ચેન્નાઈ અને હૈદરાબાદમાં ચાંદીનો ભાવ ₹2,54,900 પ્રતિ કિલોગ્રામ જણાવાયો છે. જ્યારે દિલ્હી, આગ્રા, જયપુર અને મુંબઈમાં ચાંદીનો ભાવ ₹2,49,900 પ્રતિ કિલોગ્રામ છે. આજે દિલ્હી, મુંબઈ, કોલકાતા, જયપુર, આગ્રા, વડોદરા અને અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹15,332 પ્રતિ ગ્રામ છે. આ શહેરોમાં 22 કેરેટ સોનું ₹14,054 અને 18 કેરેટ સોનું ₹11,499 પ્રતિ ગ્રામ છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનું ₹15,474, 22 કેરેટ ₹14,184 અને 18 કેરેટ સોનું ₹11,954 પ્રતિ ગ્રામના ભાવે છે.

સોના-ચાંદીમાં તેજી પાછળના કારણો

છેલ્લા કેટલાક સત્રોથી કાચા તેલના ભાવમાં(Gold Silver Rate Today) ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અસર કોમોડિટી માર્કેટ પર પડી રહી છે. બીજી તરફ ભૂરાજકીય તણાવ હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતની શક્યતાઓને કારણે બજારના સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તહેવારોની સિઝન દરમિયાન સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકોએ પોતાના શહેરના સ્થાનિક સરાફા બજારના તાજા ભાવ પણ તપાસવા જોઈએ. સોના-ચાંદીના ભાવમાં સતત ફેરફાર થતો હોવાથી ઉપરોક્ત દરોમાં દિવસ દરમિયાન બદલાવ આવી શકે છે.


આ પણ વાંચો:સોનાં-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો, MCX પર સોનું ₹583 અને ચાંદી ₹713 સસ્તી

આ પણ વાંચો:બંધ બજારે પણ સોનામાં તેજી યથાવત, અમદાવાદમાં 999 સોનું ₹1.58 લાખે; ચાંદીમાં ઘટાડો

આ પણ વાંચો:સોના-ચાંદીમાં ફરી તેજીનું તોફાન; આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સર્વકાલીન ઉંચી સપાટીએ