World News/ 5 શરતો માનશો તો જ હોર્મુઝ ખુલશે! ઈરાને અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ (Iran US War) રોકવા કતારની મધ્યસ્થતામાં વાતચીત શરૂ થઈ છે. ઈરાને યુદ્ધવિરામ અને હોર્મુઝ ખોલવા માટે અમેરિકા સામે 5 કડક શરતો રજૂ કરી છે.

Top Stories World
Iran US War war end will tensions escalate

World News:ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની (Iran US War)સ્થિતિને સમાપ્ત કરવા માટે કૂટનીતિક પ્રયાસો ફરી એકવાર તેજ બન્યા છે. ન્યુયોર્કમાં કતારની મધ્યસ્થતા હેઠળ અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે યુદ્ધવિરામ (Middle East Conflict)માટે તૈયાર છે, પરંતુ તે માટે અમેરિકાએ તેની 5 નવી શરતો સ્વીકારવી પડશે. જો આ માંગણીઓ માનવામાં નહીં આવે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે.

Iran US War
Iran US War

Iran US War: ઈરાનની 5 મુખ્ય શરતો

  1. મિડલ ઈસ્ટના તમામ મોરચે યુદ્ધ બંધ થાય, જેમાં લેબનાન પર ઈઝરાયેલના હુમલા અને હુથી બળવાખોરો સામેની કાર્યવાહી રોકવાનો સમાવેશ થાય છે.
  2.  ઈરાન સામે અમેરિકા તેની આક્રમક નીતિઓ બંધ કરે અને ભવિષ્યમાં કરાર ન તોડવાની લેખિત ગેરંટી આપે.
  3. હોર્મુઝની બહાર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નૌકાદળની નાકાબંધી તાત્કાલિક હટાવવામાં આવે.
  4. ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે.
  5. વિવિધ દેશોમાં સીઝ (Freeze) કરાયેલી ઈરાનની સંપત્તિ અને નાણાં તાત્કાલિક મુક્ત કરી કતાર મારફતે (Qatar Mediation)ટ્રાન્સફર કરવામાં આવે.

7 દિવસમાં હોર્મુઝ ખોલવાની ખાતરી

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ જણાવ્યું છે કે જો કરાર પર સહી થશે તો ઈરાન 7 દિવસની અંદર જ હોર્મુઝ તમામ વેપાર માટે ખોલી દેશે. બીજી તરફ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)સંકેત આપ્યા છે કે મિડટર્મ ઈલેક્શન બાદ યુદ્ધનો અંત આવી શકે છે. હાલમાં બંને દેશો વચ્ચેની આ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.


આ પણ વાંચો:ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતીના એંધાણ, પાકિસ્તાનની મધ્યસ્થીમાં યોજાશે મોટી બેઠક

આ પણ વાંચો:અમેરિકાનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, ટ્રમ્પની ચેતવણી બાદ અનેક સૈન્ય ઠેકાણાઓને બનાવ્યા નિશાન

આ પણ વાંચો:અમેરિકા-ઈરાન યુદ્ધની અસર! ભારતે ડીઝલ અને જેટ ઈંધણની નિકાસ પર વધાર્યો વિન્ડફોલ ટેક્સ