Ajab Gajab News: છત્તીસગઢના સરગુજા સંભાગ (Sarguja Division, Chhattisgarh)માં કેટલાક યુવાનોએ સલૂનનો ખર્ચ અને એ દૂર હોવાથી આંબાના ઝાડ નીચે જ વાળ કાપવા (Haircut)નો નુસખો અજમાવ્યો છે! યુવાનો એક-બીજાના વાળ પાતે જ કાપે છે… અને આ આદિવસી બહુમતી ધરાવતા ક્ષેત્રમાં યુવાનોની આ પહેલ આધુનિક સુવિધાઓની વચ્ચે એમના પૂર્વજોની પરંપરા જીવંત રાખી રહ્યાં છે!
સલૂનનો ખર્ચ અને એ દૂર હોવાને કારણે સરગુજા સંભાગના યુવાનોએ એક અનોખો રસ્તો અપનાવ્યો છે. આ યુવાનો આંબાના ઝાડ (Mango Tree) નીચે એક-બીજાના વાળ કાપે છે અને એનાથી સમય અને પૈસા બંને બચે (TIme & Money Saving) છે. આ પહેલ પૂર્વજોનો વારસો અને ટેકનિકની યાદ અપાવે છે. આ ગામના લગભગ બધા જ લોકો વાળંદ (Haircutters) બની ગયા છે!
છત્તીસગઢનું સરગુજા સંભાગ એક આદિવાસી ક્ષેત્ર (Adivasi Area) છે જ્યાંના લોકો આજે પણ પોતાના પૂર્વજોનો વારસો અને રીત-રિવાજોને અનુસરે છે. આધુનિક સમયમાં મોટા-મોટા સલૂનો હોવા છતાં ગામના યુવાનો એક-બીજાના વાળ કાપવાનું કામ જાતે જ કરે છે! એક નાના અમથા અરીસાનો ઉપયોગ કરીને તેઓ અલગ-અલગ પેટર્ન્સમાં વાળ કાપે છે.

અન્યોને જોઇને હેરકટ શીખ્યા
પૈગાના રહેવાસી વિરીજેન્દ્ર મઝવારના જણાવ્યાનુસાર, એમણે અને એમના અન્ય મિત્રોએ બીજાને વાળ કાપતા જોઈને જાતે જ આ કળા (Haircut Art) શીખી છે. એ સલૂનમાં ગયા વિના જ એક-બીજાના વાળ કાપે છે. એમના જણાવ્યાનુસાર, ધીમે-ધીમે જોઈ-જોઈને એમણે વાળ કાપવાનું શીખી લીધું!
3 પ્રકારના હેરકટમાં નિષ્ણાત (3 Types of Haircut)
વિરીજેન્દ્ર મઝવાર કહે છે કે એમને લગભગ 3 પ્રકારની હેરકટિંગ આવડે છે. આમાં સાધારણ કટિંગ, ડિઝાઈન વાળી કટિંગ અને ઊભા વાળ વાળી કટિંગ સામેલ છે. ગામમાં જરુર પડે ત્યારે એક-બીજાના વાળનું કટિંગ કરી આપે છે. જે વ્યક્તિ જેનો હેર કટ કરે એ મોકો મળે ત્યારે વળતા અન્યનો હેરકટ કરી આપે છે.

સલૂન દૂર હોવાનું મુખ્ય કારણ
યુવકના જણાવ્યા પ્રમાણે, એના ગામથી સલૂન લગભગ 15 થી 16 કિલોમીટર દૂર છે. સલૂન (Saloon) સુધી જવામાં સમય ઉપરાંત, પેટ્રોલનો ખર્ચ પણ થાય છે. ક્યારેક જરુર પડે તો તે સલૂનમાં જાય છે પરંતુ મોટાભાગના કેસમાં લોકો ગામમાં જ એકબીજાના વાળ કાપી આપે છે.
નાના અરીસાનો ઉપયોગ
નવાઈની વાત એ છે કે વાળ કાપવા દરમિયાન તેઓ મોટા અરીસાનો ઉપયોગ સુદ્ધાં કરતા નથી પણ એક નાના સરખો અરીસો પકડીને પાછળના વાળને જોઈને કટિંગ કરી લે છે. વિરીજેન્દ્રે જણાવ્યું કે હજુ દાઢી સેટ કરતા એ લોકોને નથી આવડતું પણ ભવિષ્યમાં એ શીખવાનો પણ પ્રયત્ન કરશે!
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
