Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાની વિદાયનો તબક્કો શરૂ થઈ ગયો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે.
આગામી દિવસોમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધવાની શક્યતા છે.
દરમિયાન, આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી, જ્યારે દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ(Gujarat Weather) પડી શકે છે.
આજે 11 જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 25 સપ્ટેમ્બરે ગુજરાતના(Gujarat Weather) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને વાવ-થરાદમાં વરસાદની શક્યતા નથી.
જો બીજી તરફ આપણે વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
26થી 30 સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગે સૂકું વાતાવરણ
આગામી 26થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા ઓછી રહેશે.
વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં વરસાદની(Gujarat Weather) શક્યતા નથી.
જ્યારે નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.
ગરમી અને ઉકળાટ વધવાની શક્યતા
25 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અનુભવ વધી શકે છે.
મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન આશરે 30થી 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20થી 25 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાનું હવામાન
અમદાવાદ: વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની(Gujarat Weather) શક્યતા. મહત્તમ 36°C અને લઘુત્તમ 26°C.
રાજકોટ: આંશિક વાદળછાયું વાતાવરણ. મહત્તમ 36°C અને લઘુત્તમ 25°C.
સુરત: સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ. મહત્તમ 33°C અને લઘુત્તમ 26°C.
વડોદરા: વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઈ શકે છે. મહત્તમ 36°C અને લઘુત્તમ 26°C.
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 93 તાલુકામાં વરસાદ; મહુવામાં 4 ઇંચથી વધુ ખાબક્યો
આ પણ વાંચો:ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શક્યતા
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી મેઘમહેરનો રાઉન્ડ, 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

