Sikkim:ઉત્તર-પૂર્વના પહાડી રાજ્ય સિક્કિમમાં સતત વરસી રહેલા મુસળધાર વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. પશ્ચિમ સિક્કિમના યુક્સોમ-તાશિડિંગ ક્ષેત્ર અંતર્ગત આવતા રિમ્બી ગામ (Rimbi Village)માં ગુરુવારે મોડી રાત્રે અચાનક પહાડ ધસી પડતાં ગંભીર હોનારત સર્જાઈ હતી. પહાડી પરથી વિપુલ પ્રમાણમાં માટી, કાદવ અને વિશાળ ચટ્ટાનો ધસમસતા વેગે નીચે ગામ તરફ ધસી આવ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.
Sikkim Landslide અનેક મકાનો ક્ષતિગ્રસ્ત
આ કુદરતી આફત (Natural disaster)માં પહાડ પરથી ધસી આવેલા કાટમાળના કારણે અનેક રહેણાંક ઘરોને મોટું નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે આ ભયાનક ઘટનામાં અત્યાર સુધી કોઈ માનવ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. વરસાદના કારણે જમીન અત્યંત પોચી પડી ગઈ હોવાથી હજુ પણ વધુ ભૂસ્ખલન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે આસપાસની મિલકતો અને મુખ્ય રસ્તાઓ પર જોખમ તોળાઈ રહ્યું છે.
#WATCH | Sikkim | A major landslide triggered by continuous rainfall caused extensive damage in Rimbi Village under the Yuksom-Tashiding Constituency of West Sikkim last night. No loss of life has been reported so far.
(Visual Source: District administration) pic.twitter.com/gdBojiVnIt
— ANI (@ANI) September 25, 2026
સોશિયલ મીડિયા પર વાયરલ થયો ધ્રુજાવી દેતો વીડિયો
ઘટના સ્થળનો એક દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિશાળકાય પથ્થરો અને કાદવનો સૈલાબ પહાડ પરથી ઝડપથી નીચે તરફ આવતો સ્પષ્ટ જોઈ શકાય છે. ભૂસ્ખલન (Landslide)ના કારણે રિમ્બી અને ખેંચોપાલરીને જોડતો મુખ્ય માર્ગ પણ ધોવાઈ ગયો છે, જેનાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને સ્થાનિક લોકો સંપર્કવિહોણા બન્યા છે.
#WATCH | Sikkim | A major landslide in the Rimbi area has left more than 30 houses affected. The incident was triggered by heavy mudslides and debris coming down from the upper slopes, sending large quantities of mud, rocks and other debris towards the lower areas
(Video source:… pic.twitter.com/5rhBlSoiTB
— ANI (@ANI) September 25, 2026
વહીવટીતંત્ર એક્શનમાં
રિમ્બી વિસ્તારમાં અગાઉ પણ આવી ભૂસ્ખલનની ઘટનાઓ બની ચૂકી હોવાથી સિક્કિમ સરકારે (Government of Sikkim) તાત્કાલિક ધોરણે રાહત અને સમારકામની કામગીરી હાથ ધરી છે. રાજ્યના માર્ગ અને પુલ મંત્રી એનબી દહાલે પોતે ક્ષતિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનું આકલન કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય માર્ગ અને માળખાકીય વિકાસ નિગમ (NHIDCL) તથા સંબંધિત કોન્ટ્રાક્ટરોને યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ શરૂ કરવા આદેશ આપ્યા છે.સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને અત્યંત સાવચેત રહેવા અને પહાડી કે જોખમી વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:સુરક્ષાના અભાવની કિંમત શ્રમિકોએ ચૂકવી? સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 10 શ્નમિકોના મોત
આ પણ વાંચો:સિક્કિમમાં ભૂસ્ખલન બાદ નિર્માણાધીન ટનલમાં 27 મજૂરો ફસાયા, મિથેન ગેસના ભય વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
