New Delhi/ 13 કરોડ મતદારોના નામ ગાયબ? CEC જ્ઞાનેશ કુમાર સામે સુપ્રિમ કોર્ટમાં પિટિશન

મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમાર સામે Supreme Courtમાં અરજી દાખલ કરાઈ છે. SIR માં થયેલી ગડબડ અને મતદાર યાદીમાંથી 13 કરોડ નામ હટાવવાના મુદ્દે SIT તપાસ તેમજ કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Top Stories India
મુખ્ય ચૂંટણી કમિશનર સામે Supreme Court માં અરજી

New Delhi :મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) જ્ઞાનેશ કુમાર સામે સુપ્રિમ કોર્ટ (Supreme Court)માં એક મહત્વપૂર્ણ અરજી દાખલ કરવામાં આવી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં થયેલી ગડબડ અને વિસંગતતાઓને લઈને આ અરજી દાખલ કરાઈ છે, જેમાં 13 કરોડથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર થવાના મુદ્દે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા તપાસની માંગણી કરવામાં આવી છે.

અંગ્રેજી અખબારના રિપોર્ટને આધારે અરજી

આ અરજી અંગ્રેજી અખબાર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ'(The Indian Express)ના એક અહેવાલને આધારે દાખલ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ (Sukhbir Singh Sandhu)અને વિવેક જોશી (Vivek Joshi)એ SIR ને લગતા વિવિધ નિર્ણયો અને આદેશો પર ઓછામાં ઓછા 14 પ્રસંગોએ સત્તાવાર વિરોધ કે વાંધો નોંધાવ્યો હતો. અરજીમાં માંગ કરવામાં આવી છે કે બાકીના બે ચૂંટણી કમિશનરોની સંમતિ કે મંજૂરી વિના લેવાયેલા તમામ નિર્ણયોને ગેરકાનૂની જાહેર કરવામાં આવે.

 Gyanesh Kumar

Supreme Cour માં 13 કરોડ મતદારોના નામ હટાવવા મુદ્દે SIT તપાસની માંગ

સંવિધાનની કલમ 32 હેઠળ એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ આ અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે. અરજદારની મુખ્ય માંગ એ છે કે મતદાર યાદી (Voter List) માંથી 13 કરોડ જેટલા મતદારોના નામ કઈ રીતે અને કયા આધારે હટાવવામાં આવ્યા તેની નિષ્પક્ષ SIT તપાસ કરાવવામાં આવે. રિપોર્ટ અનુસાર, ‘ફોર્મ 6’ માં ફેરફાર કરવા અને ઇલેક્ટોરલ રોલ ડેટાના મેનેજમેન્ટ જેવા નિર્ણયો બંને ચૂંટણી કમિશનરોની જાણ બહાર અથવા તેમની ભલામણો વિરુદ્ધ લેવાયા હતા.

અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા રજૂઆત

અરજીમાં ‘રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ, 1950’ ની કલમ 32 હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કેસ ચલાવવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત સિનિયર ડેપ્યુટી ઇલેક્શન કમિશનર મનીષ ગર્ગ, ડિરેક્ટર જનરલ (IT) સીમા ખન્ના અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ કાનૂની પગલાં ભરવાની રજૂઆત કરવામાં આવી છે.

અરજીમાં જણાવ્યા અનુસાર, મે 2026 માં ચૂંટણી કમિશનર વિવેક જોશીએ ‘ફોર્મ 6’ ના બદલાવ પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે ‘મતદાતા નોંધણી નિયમો, 1960’ માં જરૂરી સુધારા કર્યા વગર કાનૂની ફોર્મમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં, જે બાબતને બાદમાં સુખબીર સિંહ સંધૂએ પણ સમર્થન આપ્યું હતું.


આ પણ વાંચો:જ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર, PM મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો

આ પણ વાંચો:મુખ્ય ચૂંટણી કમિશનરના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

આ પણ વાંચો:મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મળી ‘Z’ કેટેગરીની સુરક્ષા, IB તરફથી ધમકીના મળ્યા હતા ઇનપુટ