Food Recipe: એક વાર મસાલા તુરિયા બનાવીને જુઓ. લોકો ભરેલા તુરિયા ખાતા જ હોય છે પણ અહિં અમે તમને ભર્યા વિના જ ટેસ્ટી મસાલા તુરિયા (Masala Turiya) બનાવવાની રીત દર્શાવીશું.
મોટા ભાગના ઘરમાં કોઈ બીમાર હોય અથવા હળવું ખાવાનું મન થતુ હોય તો એને સાદી રીતે બનાવાય છે. પણ જો કશુંક સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય તો એક વાર મસાલા તુરિયા બનાવીને જુઓ. લોકો ભરેલા તુરિયા ખાતા જ હોય છે પણ અહિં અમે તમને ભર્યા વિના જ ટેસ્ટી મસાલા તુરિયા બનાવવાની રીત દર્શાવીશું.
એનિમિયાનો પ્રાકૃતિક ઉપચાર
આયુર્વેદમાં એવી કેટલીક શાકભાજીનો ઉલ્લેખ મળે છે જે રક્તશુદ્ધિમાં સહાયક થાય છે પરંતુ, આજકાલ લોકો મોટાભાગે પનીર કે બટાટાનું શાક ખાવાનું પસંદ કરે છે. દરેક બજારમાં ફક્ત બટાટા જ એકમાત્ર વિકલ્પ ઉપલબ્ધ હોય છે અને એ આપણા શરીરને આવશ્યક પોષણના સંતુલનને પણ ખરાબ કરી શકે છે. જ્યારે, લીલા શાકભાજી (Vegetables) ના સેવનથી શરીરની સાથે-સાથે સ્વાસ્થ્યને પણ ઘણા લાભ મળે છે.
લીલા શાકભાજી વિટામિન, એન્ટિ-ઑક્સિડન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. લોહીની શુદ્ધિ કરવા માટે આ બધી શાકભાજીને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવી જરુરી છે. ખાસ કરીને, ચોળી એક એવુ શાક છે જે રક્તશુદ્ધિ અર્થાત્ હાનિકારક વિષાર્ધ પદાર્થોને શરીરમાથી બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત પાલખ, મેથી અને સરગવાની સિંગ પણ અત્યંત ફાયદાકારક હોય છે. આ શાકભાજીને શાક, સૂપ, પરોઠા અથવા સલાડના સ્વરુપમાં ખાઇ શકાય છે.
આયુર્વેદ અનુસાર, ઉપર જણાવેલી શાકભાજીના નિયમિત સેવનથી એનિમિયાની કોઇ જ સમસ્યા થતી નથી. આ સાથે જ, લોહીની બિનજરુરી ગરમી અને સોજા ઉત્પન્ન કરનારા વિષાર્ધ પદાર્થો અર્થાત્ ટૉક્સિન્સ પણ કંટ્રોલમાં રહે છે. એમના સેવનથી ત્વચામાં ચમક આવે છે, આંખોની તંદુરસ્તી જળવાઇ રહે છે અને ઝડપથી થાક પણ નહિં લાગે!
દૂધી અને તુરિયા
આ ઉપરાંત, અઠવાડિયાના બાકી રહેલા દિવસોમાં એક દિવસ પરવળ, દૂધી અથવા તૂરિયા ખાવાનું રાખવુ જોઇએ. આ હળવા પરંતુ, સ્વાસ્થપ્રદ શાકભાજીને તમારા આહારમાં સામેલ કરવા જોઇએ. એમના સેવનથી શરીરને થાક લાગતો નથી અને કામ કરવા માટેની આવશ્યક ઊર્જા પ્રાપ્ત થાય છે. આ ચારેય શાકભાજી, ખાસ કરીને શરીરની ગરમીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
લીલા શાકભાજીમાં દૂધી અને તુરિયાનું નામ સૌથી પહેલા આવે છે, પણ લોકો એ શાકના નામ સાંભળીને જ મોં બગાડે છે! દૂધીનું શાક હોય કે તુરિયાનું શાક (Turai Sabji)…એનો પોતાનો કોઈ ખાસ સ્વાદ હોતો નથી. જો કે એને તેલ અને મસાલા સાથે સારી રીતે બનાવવામાં આવે તો એ તમારા ફેવરિટ શાકના સ્વાદને પણ ફિકકો કરી દેશે એની ગેરેંટી છે.
શી રીતે બનાવશો મસાલા તુરિયા? (Masala Turiya Recipe)
ભરવાની મહેનત કર્યા વિના મસાલા તુરિયા (Masala Turiya) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 તાજા લીલા તુરિયા
1 ડુંગળી
5-7 લસણની કળી
1 લીલુ મરચું
1 નાનુ ટમેટું
1 ચમચી વરિયાળી
1 ચમચી ધાણાજીરું
1 ચમચી લાલ મરચું
અડધી ચમચી હળદર
4-5 ચમચી તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ મસાલા તુરિયા બનાવવા માટે તાજા, લીલા અને કાચા તુરિયા (Ridge Gourd) લેવા. એને ધોઈને છોલી લો અને ફરીથી ધોઈ લેવી.
2. હવે તુરિયાને ભીંડા જેટલા લાંબા અને પાતળા કાપી લેવા. તુરિયા ઘણા પાતળા જ હોય છે અને એટલે એક કે બે કટ લગાવવાથી કામ થઇ જશે.
3. મસાલો બનાવવા માટે તમારે 1 ડુંગળી, લસણ-આદુ, 1 લીલું મરચું, 1 નાનું ટમેટું (Tomato) લો અને મસાલાને વાટી લો.
4. હવે કડાઈમાં સરસવનું તેલ (Mustard Oil) ગરમ કરો. એમાં હીંગ-જીરુ ઉમેરો અને તૈયાર મસાલો નાખી દો.
5. તમામ સૂકા મસાલા જેવા કે વરિયાળી, ધાણાજીરું, હળદર અને લાલ મરચું પાવડર નાખીને તેલ છૂટે ત્યાં સુધી સાંતળો.
6. એમાં તુરિયા ઉમેરો અને મીઠું નાખીને પકાવી લો. જ્યારે તુરિયા ચડી જાય એટલે ગૅસને બંધ કરી દો.
તુરિયા પાણીવાળા હોય છે આથી જો એ થોડું ઘણું પાણી છોડે તો ગભરાશો નહિં! ફ્લેમ થોડી મોટી કરીને 2 મિનિટ પકાવી લો. જ્યારે એનું પાણી સુકાય ત્યારે એ શાક તદ્દન મસાલેદાર બને છે. તો તૈયાર છે તમારા ભર્યા વિનાના મસાલા તુરિયા (Masala Turiya)…જેને તમે તાજી કોથમીર ભભરાવીને રોટલી-પરોઠા સાથે સર્વ કરી શકો છો. આ જ રીતે તમે દૂધીનું શાક પણ બનાવી શકો છો.
આ પણ વાંચો: તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…
આ પણ વાંચો: ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…
આ પણ વાંચો: આ 4 લીલા શાકભાજી કરશે નેચરલ ફિલ્ટરનું કામ, લોહીમાં રહેલા ટૉક્સિન્સને પણ સાફ કરશે- આયુર્વેદિક ડૉક્ટર
