Dharma & Bhakti/ આ 5 ઋણ મુશ્કેલીઓને આપશે આમંત્રણ…સુખ-શાંતિ માટે આ ઋણ અવશ્ય ઉતારવા..!

એવી માન્યતા છે કે આ 5 ઋણ (Pancha Runas)ને નિભાવવા માત્રથી જ જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે નહિં તો જીવનભર વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો…

Trending Religious Rashifal Dharma & Bhakti
Pancha Runas...જીવનમાં લાવશે Wonderful સુખ-શાંતિ! જાણો આ Essential 5 ઋણ વિશે

Dharm & Bhakti: પિતૃ, માતૃ, દેવ, ઋષિ અને મનુષ્ય ઋણ એમ 5 ઋણ (Pancha Runas) શાસ્ત્રોમાં જણાવાયા છે. એવી માન્યતા છે કે આ જવાબદારીઓને નિભાવવા માત્રથી જ જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

વ્યક્તિના જીવનને કેવળ એના કર્મો સુધી જ સીમિત માનવામાં નથી આવ્યું પરંતુ પરિવાર, દેવી-દેવતાઓ, ઋષિઓ અને સમાજ પ્રત્યે કેટલાક કર્તવ્યો જણાવવામાં આવ્યા છે. સનાતન ધર્મની માન્યતાનુસાર, જન્મ લેતાની સાથે જ મનુષ્ય પર 5 પ્રકારના ઋણ ચડી જતાં હોય છે. એમાં પિતૃ, માતૃ, દેવ, ઋષિ અને મનુષ્ય ઋણ એમ 5 ઋણ (Pancha Runas) શાસ્ત્રોમાં જણાવાયા છે. એવી માન્યતા છે કે આ જવાબદારીઓને નિભાવવા માત્રથી જ જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે નહિં તો જીવનભર વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે!

Shraddh

પિતૃપક્ષ (Pitru Paksha)ના પાવન દિવસો આવી રહ્યાં છે ત્યારે આપણા પૂર્વજો (Ancestors)ના આત્માની શાંતિ માટે આપણે શ્રાદ્ધ અને તર્પણ કરીએ છીએ. આ વિશેષ દિવસોમાં આપણે પૂર્વજોનું ભાવપૂર્વક સ્મરણ અને તર્પણ કરીએ છીએ. આ શ્રાદ્ધ-તર્પણ અમુક ખાસ નિયમાનુસાર કરવામાં આવે છે. આ પાવન પર્વ દરમિયાન, અમુક ચીજવસ્તુઓનો નિષેધ કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે.

એવું કહેવાય છે કે, શ્રાદ્ધ પક્ષ દરમિયાન, પૂર્વજો ધરતી પર આવે છે અને પોતાના વંશજો પ્રત્યે અમુક અપેક્ષાઓ રાખે છે. આ સંજોગોમાં, જો કોઇ ભૂલ થઇ જાય તો પૂર્વજો નારાજ પણ થઇ શકે છે. પિતૃ પક્ષ દરમિયાન ધ્યાનમાં રાખવાના કેટલાક નિયમો શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે જેમનુ પાલન કરવાથી પૂર્વજો જલદી પ્રસન્ન થઇ શકે છે. આ દિવસોમાં, વિશેષ કરીને, ખાવા-પીવા સંબંધી નિયમોનું પાલન કરવું જોઇએ.

5 પ્રકારના ઋણ (Pancha Runas)

એવી માન્યતા છે કે આ 5 જવાબદારીઓને નિભાવવા માત્રથી જ જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે

Pancha Runas

1. માતૃ ઋણ (Matru Runa)

આનો સંબંધ માતા અને એના પરિવાર સાથે સંલગ્ન છે. એમાં નાના-નાની, મામા-મામી, માસા-માસી અને માતૃ પક્ષની પૂર્વ પેઢીઓને પણ સામેલ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાનુસાર, Pancha Runas પૈકી માતાને વિશેષ સન્માન આપવામાં આવેલું છે. એવું કહે છે કે, માનું અપમાન કરવું કે એને કષ્ટ પહોંચાડવું જીવનમાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. એથી જ માતા અને માતૃપક્ષ પ્રત્યે સન્માન અને કર્તવ્ય નિભાવવું આવશ્યક માનવામાં આવે છે.

2. પિતૃ ઋણ (Pitru Runa)

આનો સંબંધ પિતા અને એના પરિવાર સાથે સંલગ્ન છે. એમાં પિતા સહિત દાદા-દાદી, કાકા-કાકી અને પૂર્વજોની પેઢીઓને સામેલ કરવામાં આવે છે. Pancha Runas મુજબ એવી માન્યતા છે કે, પૂર્વજો પ્રત્યે સન્માન અને એમના નિમિત્તે શ્રાદ્ધ-તર્પણ કરવું એ સંતાનની જવાબદારી છે. ધાર્મિક માન્યતાઓમાં પિતૃઓની ઉપેક્ષા કરવાથી પરિવારમાં વિવિધ પ્રકારની કઠિનાઈઓનો સામનો કરવો પડે છે.

પિતૃ ઋણ સાથે જોડાયેલા ધાર્મિક ઉપાયોમાં શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાઠ, હવન, તર્પણ અને પિંડ દાન વગેરેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ગયાજી ધામ જઈને પિતૃઓનું શ્રાદ્ધ અને પિંડદાન કરવાની પણ પરંપરા છે.

3. દેવ ઋણ (Dev Runa)

Pancha Runas પૈકી આનો સંબંધ દેવ-દેવીઓ અને કુળદેવતા પ્રત્યેના કર્તવ્ય નિભાવવાલક્ષી માનવામાં આવે છે. ધાર્મિક પરંપરામાં માતા-પિતાને પ્રથમ દેવતા કહેવાય છે. ત્યાર બાદ વ્યક્તિએ પોતાના ઈષ્ટ દેવ અને કુળ દેવતાની પૂજા કરવી જોઇએ. એવી માન્યતા છે કે, નિયમિતરુપે દેવી-દેવતાઓનું સ્મરણ અને પૂજા કરવાથી આ ઋણના કર્તવ્યનું વહન કરી શકાય છે.

4. ઋષિ ઋણ (Rishi Runa)

જે ઋષિના ગોત્ર સાથે વ્યક્તિનો સંબંધ માનવામાં આવે છે, એમના પ્રત્યે સન્માનને આ ઋણ સાથે જોડવામાં આવે છે. ધાર્મિક માન્યતાનુસાર, ઋષિઓના જ્ઞાન અને પરંપરાને આગળ વધારવું Pancha Runas પૈકી આ ઋણને ચૂકવવાનું એક માધ્યમ માનવામાં આવે છે. આ જ કારણે ધાર્મિક પરંપરાઓમાં ઋષિ તર્પણ અને પોતાના ગોત્રનું સ્મરણ કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

5. મનુષ્ય ઋણ (Manushya Runa)

આ ઋણનો વ્યાપ ઘણો વધારે છે. એમાં એવા લોકો પ્રત્યે કૃતજ્ઞતા સામેલ છે, જેમણે જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ રુપમાં મદદ, સ્નેહ અથવા સહયોગ આપેલો હોય! પશુ-પંખીઓ અને પ્રકૃતિથી મળતા સહયોગને પણ અહિં જોડવામાં આવ્યો છે. જરુરિયાતમંદ અને અસહાય લોકોની મદદ કરવી, કોઈનો હક ન છીનવવો અને અન્યો પ્રત્યે સંવેદનશીલ રહેવું આ ઋણને નિભાવવાનું જ એક સ્વરુપ છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: પિતૃપક્ષમાં નવમી તિથિએ કોનું શ્રાદ્ધ કરશો? આ દિવસને કેમ કહે છે માતૃ નવમી…?

આ પણ વાંચો: પિતૃપક્ષમાં આ ચીજવસ્તુઓ ખરીદવાની ભૂલ ન કરશો…પિતૃઓ રિસાઇ જશે!!

આ પણ વાંચો: શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…