Bihar News : બિહારના (Bihar) ચર્ચાસ્પદ જમુઈ પ્રકરણમાં હવે નવો અને મોટો વળાંક આવ્યો છે. સગીર યુવતી સાથે ઘટેલી દુર્ઘટના બાદ તેની અને તેના પરિવારજનોની અંગત તસવીરો સોશિયલ મીડિયા પર જાહેરમાં શેર કરવાના મામલે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય (Chief Minister’s Office of the State) સાથે સંકળાયેલા એક કર્મચારી વિરુદ્ધ સચિવાલય પોલીસ સ્ટેશન (Secretariat Police Station)માં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે.
Bihar : સોશિયલ મીડિયા પર તસવીર અપલોડ કરવાનો મામલો
19 સપ્ટેમ્બરના રોજ જમુઈ ખાતે એક સગીરા અને તેના મિત્ર સાથે અશોભનીય વર્તન (Unseemly behavior)તેમજ મારપીટનો બનાવ બન્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન ગત 25 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર પીડિતા અને તેના પરિવારની તસવીરો અપલોડ કરવામાં આવી હતી.આ તસવીરો ઝડપથી અન્ય પ્લેટફોર્મ પર પણ ફેલાઈ ગઈ હતી.
POCSO અને IT એક્ટ હેઠળ કડક કાર્યવાહી
પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પ્રકારે તસવીરો સાર્વજનિક કરવાથી પીડિતાની ગોપનીયતા અને ઓળખ ગેરકાયદેસર રીતે ઉજાગર થઈ છે, જે પોક્સો કાયદાની કડક જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન છે. પોલીસ તપાસમાં આ સંવેદનશીલ પોસ્ટ મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટેનોગ્રાફર (Stenograph) સાગર પ્રસાદ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ અધિકારી અમિતા કુમારીની અરજીના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પ્રકરણે આરોપી તેમજ આ તસવીરોને આગળ શેર કરનારા અન્ય ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 73, પોક્સો એક્ટની કલમ 23 અને આઈટી એક્ટની કલમ 66(E) તથા 67 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટેની જવાબદારી સબ-ઇન્સ્પેક્ટર સીમા કુમારીને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:ભારતમાં 17 વર્ષમાં સૌથી ઓછો ચોમાસુ વરસાદ! 15% ઘટ, બિહાર-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ચિંતા
આ પણ વાંચો:બિહાર વિધાન પરિષદની 8 સીટો પર ચૂંટણીની જાહેરાત:જાણો શિડ્યુલ અને સમીકરણો
આ પણ વાંચો:બિહારમાં પૂરનો કહેર, 22 લાખથી વધુ લોકો પ્રભાવિત; 190 સમુદાય રસોડાં શરૂ, 171 મેડિકલ કેમ્પ સક્રિય થયા
