World News :સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ દ્વારા આપવામાં આવેલા નિવેદનોનો ભારતે અત્યંત કડક અને સચોટ શબ્દોમાં જડબાતોડ જવાબ (India Pakistan UNGA Clash) આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે પાકિસ્તાનના દાવાઓની પોલ ખોલતા આતંકવાદ, માનવાધિકારોની સ્થિતિ અને લઘુમતીઓની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ પર પાકિસ્તાનને આડે હાથ લીધું હતું.
India Pakistan UNGA Clash: 9/11 અને ઓસામા બિન લાદેનના આશ્રયસ્થાન પર સવાલો
ભારતીય પ્રતિનિધિ પેટલ ગહલો (Petal Gahlot)તે પાકિસ્તાનના વડાપ્રધાનના ભાષણનો કડક શબ્દોમાં વિરોધ નોંધાવતા યાદ અપાવ્યું કે જે દેશ ખુદ આતંકવાદને આશ્રય આપે છે તે લોકશાહી અને શાંતિની મોટી મોટી વાતો કરે તે હાસ્યાસ્પદ છે. ભારતે કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેન (Osama bin Laden)નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દુનિયા જાણે છે કે આતંકવાદી બિન લાદેન પાકિસ્તાનની મુખ્ય સૈન્ય અકાદમીની નજીક જ સુરક્ષિત છુપાયેલો હતો. આ હકીકત પાકિસ્તાનના આતંક વિરુદ્ધના દાવાઓની પોલ ખોલવા માટે પૂરતી છે.
#WATCH | New York | Exercising the right of reply of India on Pakistan PM Shehbaz Sharif’s speech, First Secretary in India’s Permanent Mission to the UN, Petal Gahlot says, “This afternoon, the General Assembly heard some bizarre remarks from the representative of Pakistan. This… pic.twitter.com/ICH056qzQB
— ANI (@ANI) September 26, 2026
લઘુમતીઓ અને માનવાધિકારના મુદ્દે પાકિસ્તાન ઘેરાયું
પાકિસ્તાન દ્વારા અવારનવાર માનવાધિકારો અને લોકશાહીની વાત કરવામાં આવતી હોવા પર કટાક્ષ કરતા ભારતે જણાવ્યું કે જે દેશમાં પોતાના જ નાગરિકો અને ધાર્મિક અલ્પસંખ્યકો પર અત્યાચાર થતા હોય તેમજ ઈશનિંદા જેવા કાળા કાયદાઓના કારણે લઘુમતીઓની હાલત દયનીય બની હોય, તેને આવા વિષયો પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ભારતનું અભિન્ન અંગ છે.
જમ્મુ-કાશ્મીર અંગે પાકિસ્તાન (Pakistan)દ્વારા કરવામાં આવેલા જૂઠા અને પાયાવિહોણા પ્રચારને ફગાવી દેતા ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીર હંમેશાંથી ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ રહ્યું છે અને રહેશે. પાકિસ્તાન સરકાર પોતાના દેશની આંતરિક નિષ્ફળતાઓ અને આર્થિક કંગાળી પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દાઓ ઉછાળ્યા કરે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય હવે તેમની વાસ્તવિકતા સારી રીતે સમજી ચૂક્યો છે.
આ પણ વાંચો:UN માં પાકિસ્તાનનું મોટું અપમાન; હાફિઝ સઈદના સવાલ પર PM શાહબાઝ શરીફે રસ્તો બદલ્યો
આ પણ વાંચો:પાકિસ્તાની ફાઇટર જેટ્સની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક, કુનારમાં 3નાં મોત
આ પણ વાંચો:અરબી સમુદ્રમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધજહાજો અથડાયા
