Dharma & Bhakti/ પિતૃદોષના શા લક્ષણો છે? શું તમારી કુંડળીમાં છે પિતૃદોષ? જાણીએ સંકેતો અને ઉપાયો!

જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃદોષ (Pitru Dosh)ને પૂર્વજો સાથે જોડાયેલા કર્મો અને કુંડળીમાં ગ્રહોની કેટલીક વિશેષ સ્થિતિઓ સાથે જોડવામાં આવે છે….

Trending Religious Rashifal Dharma & Bhakti
Pitru Dosh: કારણો, 5 troublesome સંકેતો અને Effective ઉપાયો વિશે જાણો!

Dharm & Bhakti: પિતૃ પક્ષ (Pitru Paksh)માં પૂર્વજો નિમિત્તે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા છે. જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃદોષ (Pitru Dosh)ને પૂર્વજો સાથે જોડાયેલા કર્મો અને કુંડળીમાં ગ્રહોની કેટલીક વિશેષ સ્થિતિઓ સાથે જોડવામાં આવે છે. એવી માન્યતા છે કે, એનો પ્રભાવ પરિવારમાં આર્થિક મુશ્કેલીઓ, કંકાસ-કલહ, વિવાહ અને સંતાનમાં અંતરાયના રુપમાં જણાય છે.

આ વર્ષે પૂર્ણિમાથી ગણવામાં આવે તો સોળ શ્રાદ્ધ (Shraddh)નું પિતૃ પક્ષ 26 સપ્ટેમ્બરથી શરુ થઇને 10 ઑક્ટોબર સુધી ચાલશે. આ સંજોગોમાં જાણીએ કે ક્યારે પિતૃ દોષ લાગતો હોય છે અને એના કયા-કયા સંકેતો છે. આ ઉપરાંત, એની સાથે જોડાયેલા ઉપાયો (Pitru dosh Remedies) વિશે પણ જાણીશું.

શ્રાદ્ધ વિધિ

પિતૃ પક્ષ (Pitru Paksh 2026)ના અંતિમ દિવસને સર્વપિતૃ અમાવસ્યા (Sarvapitru Amavasya) કહે છે જેને મહાલય અમાવસ્યા પણ કહેવાય છે. અજ્ઞાત તિથિએ મરણ પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ કે તર્પણ આ દિવસે કરવામાં આવે છે. પિતૃ પક્ષ (Pitru Paksh 2026)નો આ પ્રમુખ દિવસ ગણાય છે. જો તમને તમારા કોઈ પૂર્વજના નિધનની સાચી તિથિની ખબર ન હોય અથવા તમે કોઈ કારણવશ એમની તિથિએ શ્રાદ્ધ કરવામાં ચૂકી ગયા હોય તો આ દિવસે તમામ પિતૃઓનું એક સાથે જ તર્પણ અને પિંડદાન કરી શકાય છે. આ દિવસે આપવામાં આવેલા દાનથી તમામ પૂર્વજો પ્રસન્ન થઈને પોતાના લોકમાં પ્રસ્થાન કરે છે.

ક્યારે લાગે છે પિતૃ દોષ? (Signs of Pitru Dosh)

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે પૂર્વજોના અંતિમ સંસ્કાર, શ્રાદ્ધ અથવા તર્પણ (Funeral rites, Shraddh, Tarpan) યોગ્ય રીતે નથી થઈ શકતા ત્યારે પિતૃ દોષ છે એમ માનવામાં આવે છે. આ ઉપરાંત, જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃદોષ (Pitru Dosh)ને પૂર્વજો સાથે જોડાયેલા કર્મો અને કુંડળીમાં ગ્રહોની કેટલીક વિશેષ સ્થિતિઓ સાથે જોડવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં સૂર્ય-રાહુ, સૂર્ય-શનિની યુતિ અથવા તો નવમ ભાવમાં રાહુને પિતૃ દોષ સાથે જોડવામાં આવેલ છે.

સંતાન અથવા વિવાહમાં અડચણ (Obstacles regarding children or marriage)

પિતૃ દોષના સંકેતોમાં સંતાન સુખમાં અડચણને મુખ્ય માનવામાં આવે છે. સંતાન પ્રાપ્તિમાં વિલંબ, ગર્ભપાત અથવા સંતાન સંલગ્ન મુશ્કેલીઓને પિતૃ દોષ સાથે જોડવામાં આવે છે. આ જ રીતે લગ્નમાં વારે-વારે વિઘ્ન આવવું, લગ્ન સંબંધ નક્કી થવામાં વિલંબ અથવા તો લગ્ન બાદ દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓને પણ પિતૃ દોષનો સંકેત માનવામાં આવે છે.

Financial Crisis & Family Discord

આર્થિક સંકટ અને કલહ-કંકાસ (Financial Crisis & Family Discord)

મહેનત કરવા છતાં પણ જો આર્થિક મુશ્કેલી રહેતી જ હોય, વેપારમાં સતત નુકસાન થવું અથવા તો ઋણ વધવું આ તમામ પિતૃ દોષના સંકેતો આપે છે. પરિવારમાં નાની-નાની બાબતો પર વિવાદ, ભાઈ-બહેનો વચ્ચે જમીન-સંપત્તિ અંગે ઝગડા અને ઘરમાં સતત અશાંતિ રહે તે પણ પિતૃ દોષના લક્ષણો છે.

સ્વાસ્થ્ય સંબંધી સંકેતો (Health Issues)

કુટુંબના કોઈ પણ સદસ્યનું વારં-વાર બીમાર પડવું અથવા તો ઈલાજ પછી પણ સ્વાસ્થ્ય સમસ્યા યથાવત્ રહેવી એ પણ પિતૃ દોષના લક્ષણો છે. આ ઉપરાંત, વારંવાર પૂર્વજો સ્વપ્નમાં દેખાવા, એમનું અસંતુષ્ટ હોવું અથવા ડરામણા સપના આવવા પણ આનો સંકેત ગણાય છે. જમતી વખતે વારં-વાર ભોજનમાંથી વાળ નીકળવો અને ઘરમાં અચાનક પીપળાનો છોડ (Peepal Plant) ઉગવો એ પણ પિતૃ દોષ સંબંધી સંકેત માનવામાં આવે છે.

પિતૃ દોષનો ઉપાય (Pitru Dosh Upay)

1. પિતૃ પક્ષની સાથોસાથ પ્રત્યેક અમાવસ્યાએ પિતૃઓ નિમિત્તે તર્પણ કરવાની માન્યતા છે.

2. પિતૃ પક્ષમાં પૂર્વજોની મૃત્યુ તિથિએ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવું.

3. પૂર્વજોની મૃત્યુ તિથિ ખબર ન હોય તો સર્વ પિતૃ અમાવસ્યાએ શ્રાદ્ધ અને દાન કરવાની માન્યતા છે.

પિતૃ પક્ષમાં ગાય, કૂતરા, કાગડા, માછલી, કીડીને ભોજન

4. પિતૃ પક્ષમાં કાગડા, ગાય, કૂતરા, કીડી અને માછલીને ચોખાના પિંડ અથવા તો રોટલી ખવડાવવી.

5. અમાવસ્યા અને પિતૃ પક્ષમાં પીપળાના વૃક્ષ પર જળ, દૂધ અને કાળા તલ અર્પિત કરવા.

6. તાંબાના પાત્રમાં જળ, લાલ ફૂલ અને લાલ ચંદન ઉમેરીને સૂર્ય દેવને અર્ઘ્ય આપવો અને ‘ઓમ્ સૂર્યાય નમ:’ નો જાપ કરવો.

7. દુર્ગા સપ્તશતી અથવા સુંદરકાંડનો પાઠ કરવો અને શિવમંદિરમાં ‘ઓમ્ નમ: શિવાય’ નો જાપ કરવો.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો:

આ પણ વાંચો: