World News/ બ્રિટનમાં ભણવાનું સપનું મુશ્કેલ, ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કડક

બ્રિટનના વિઝા નિયમો (UK Visa Rules)માં કડકાઈ અને ગ્રેજ્યુએટ વિઝાનો સમયગાળો ઘટતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં અભ્યાસ બાદ નોકરીની તકોનો સમય ઘટશે.

World international Breaking News
UK Visa Rules

World News : બ્રિટનમાં અભ્યાસ કરવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો (UK Visa Rules)વધુ કડક બન્યા છે. નવા નિયમો અને ગ્રેજ્યુએટ વિઝામાં ફેરફારને કારણે આગામી સમયમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

UK Visa Rulesથી ભારતીય વિદ્યાર્થીઓ પર અસર

બ્રિટનના નવા UK વિઝા નિયમોને કારણે ભારતીય વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં અભ્યાસ બાદ રહેવા અને કામ કરવાની પ્રક્રિયા વધુ પડકારજનક બની શકે છે. એક રિપોર્ટ અનુસાર, 2027ના સમર ઇન્ટેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં આશરે 20 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં લગભગ 83 હજાર ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા મળ્યા હતા, જ્યારે આગામી વર્ષે આ સંખ્યા આશરે 63 હજાર રહેવાની આશંકા છે.

વિઝા નીતિમાં કડકાઈ ઉપરાંત બ્રિટન (Britain)માં ઇમિગ્રેશનને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચાની પણ અસર જોવા મળી રહી છે. સરકાર તરફથી વિઝા પ્રક્રિયા અને તપાસ વધુ કડક બનાવવામાં આવી રહી હોવાના અહેવાલો છે.

Graduate Visaનો સમયગાળો ઘટ્યો

ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનો ફેરફાર ગ્રેજ્યુએટ વિઝાના સમયગાળાને લઈને છે. 2027થી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળતા ગ્રેજ્યુએટ વર્ક વિઝાનો સમયગાળો બે વર્ષથી ઘટાડીને 18 મહિના કરવામાં આવશે.

આ ફેરફારને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બ્રિટનમાં નોકરી શોધવા, કામ કરવાનો અનુભવ મેળવવા અથવા સંશોધન કરવાની તક માટે અગાઉની સરખામણીએ ઓછો સમય મળશે. ખાસ કરીને બ્રિટનમાં અભ્યાસ બાદ ત્યાં જ કારકિર્દી બનાવવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ ફેરફાર બની શકે છે.

Indian Students માટે નવા વિકલ્પો

બ્રિટનમાં ભારતિય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કડક બન્યા વચ્ચે કેટલીક બ્રિટિશ યુનિવર્સિટીઓએ ભારતમાં કેમ્પસ શરૂ કરવાની દિશામાં પગલાં લીધાં છે. સાઉથહેમ્પ્ટન, લિવરપૂલ અને યોર્ક સહિતની યુનિવર્સિટીઓ ભારતમાં પોતાના કેમ્પસ શરૂ કરી રહી છે.

આથી વિદ્યાર્થીઓને ભારતમાં રહીને બ્રિટિશ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલું શિક્ષણ મેળવવાનો વિકલ્પ મળી શકે છે. બીજી તરફ, Study in UKના વિકલ્પો અંગે વિચારતા વિદ્યાર્થીઓ જર્મની, આયર્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશો તરફ પણ વળી શકે છે. આ દેશોમાં અભ્યાસ, વિઝા પ્રક્રિયા અને શિક્ષણ ખર્ચને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પોતાના વિકલ્પો પસંદ કરી શકે છે.