sports news/ Asian Games 2026 ભારતની મહિલાઓનો શાનદાર રેકોર્ડ, 4×400 રિલેમાં ગોલ્ડ

Asian Games 2026માં ભારતીય મહિલા 4×400 મીટર રિલે ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ભારતીય ટીમે 3:29.69નો સમય નોંધાવ્યો.

Top Stories Breaking News Sports
Asian Games 2026: 4x400 રિલેમાં ભારતનો શાનદાર ગોલ્ડ, 3:29.69નો સમય

Sports News: Asian Games 2026 4×400 Relay માં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. નાગોયામાં યોજાયેલી મહિલાઓની 4×400 મીટર રિલેમાં ભારતીય ચૌકડી (3 મિનિટ 29.69 સેકન્ડ) ના સમય સાથે પ્રથમ સ્થાને રહી. ભારતે બહેરીન અને ચીનને પાછળ છોડીને એશિયન ગેમ્સમાં રિલે ગોલ્ડ જીત્યો. તાજા અહેવાલો મુજબ આ ભારતનું એથ્લેટિક્સમાં પ્રથમ ગોલ્ડ પણ બન્યું.

ભારતીય ટીમમાં કિરણ પહલ, પૂવમ્મા એમઆર, પ્રાચી અને વિથ્યા રામરાજ સામેલ હતી. શરૂઆતમાં ભારત પાછળ રહ્યું હતું, પરંતુ ત્યારબાદ ભારતીય દોડવીરોએ રેસમાં જોરદાર વાપસી કરી હતી.

શરૂઆતમાં પાછળ રહ્યા બાદ ભારતની શાનદાર વાપસી

Asian Games 2026: 4x400 રિલેમાં ભારતનો શાનદાર ગોલ્ડ, 3:29.69નો સમય
Asian Games 2026: 4×400 રિલેમાં ભારતનો શાનદાર ગોલ્ડ, 3:29.69નો સમય

રેસની શરૂઆતમાં કિરણ પહલ ભારત માટે દોડી હતી. શરૂઆતના તબક્કામાં ભારતીય ટીમ ત્રીજા સ્થાને હતી. ત્યારબાદ અનુભવી પૂવમ્મા એમઆરે બેટન સંભાળીને ભારતને આગળ લાવવાનો પ્રયાસ કર્યો. તેમની શાનદાર દોડથી ભારતીય ટીમે રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરી અને ટોચની ટીમો સાથેનું અંતર ઘટાડ્યું.

આ પછી પ્રાચીએ પોતાની લેગમાં ઝડપી ગતિ જાળવી રાખી અને ભારતને મેડલની રેસમાં મજબૂત રીતે જાળવી રાખ્યું. (Asian Games 2026 4×400 Relay) માં હવે અંતિમ લેગ સૌથી મહત્વપૂર્ણ બની ગયો હતો. વિથ્યા રામરાજે બેટન સંભાળતાં જ પોતાની ગતિ વધારી અને બહેરીનની દોડવીરને કડક ટક્કર આપી.

Asian Games 2026: 4x400 રિલેમાં ભારતનો શાનદાર ગોલ્ડ, 3:29.69નો સમય
Asian Games 2026: 4×400 રિલેમાં ભારતનો શાનદાર ગોલ્ડ, 3:29.69નો સમય

અંતિમ તબક્કામાં વિથ્યાએ શાનદાર ફિનિશ કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. કિરણ પહલ, પૂવમ્મા એમઆર, પ્રાચી અને વિથ્યા રામરાજની ચૌકડીએ 3:29.69 સેકન્ડ નો સમય નોંધાવીને( Asian Games 2026 4×400 Relay) માં ઐતિહાસિક ગોલ્ડ પોતાના નામે કર્યો. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સમાં વધુ એક ગોલ્ડ મેડલ ઉમેર્યો.

બહેરીન અને ચીને આપી કડક ટક્કર

ભારત માટે આ રેસ બિલકુલ સરળ નહોતી. શરૂઆતથી જ બહેરીનની ટીમે ભારતીય દોડવીરોને કડક ટક્કર આપી હતી અને અંતિમ તબક્કા સુધી ગોલ્ડ મેડલની રેસ રોમાંચક રહી હતી. ભારતીય ટીમે શરૂઆતમાં થોડું પાછળ રહ્યા બાદ સતત પોતાની ગતિમાં સુધારો કર્યો અને રેસના અંતિમ તબક્કામાં ગોલ્ડ માટે મજબૂત દાવેદારી રજૂ કરી. બહેરીનની ટીમ પણ સતત ભારતની નજીક રહી હતી, જેના કારણે અંતિમ લેગમાં રોમાંચ વધુ વધી ગયો હતો.

બહેરીને શાનદાર પ્રદર્શન કરતાં (3 મિનિટ 30.21) સેકન્ડનો સમય નોંધાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. બીજી તરફ ચીનની ટીમે પણ મજબૂત દોડ લગાવી હતી અને 3 મિનિટ 31.02 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્રણેય ટીમો વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો રહ્યો હતો, પરંતુ ભારતીય ખેલાડીઓએ અંતિમ ક્ષણો સુધી પોતાની લીડ જાળવી રાખી હતી.

ભારતીય ટીમે આખરે 3 મિનિટ 29.69 સેકન્ડનો શાનદાર સમય નોંધાવ્યો અને બહેરીન તથા ચીનને પાછળ છોડીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ જીત સાથે (India Gold Medal)એ ભારતના એશિયન ગેમ્સ અભિયાનમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરી છે. કિરણ પહલ, પૂવમ્મા એમઆર, પ્રાચી અને વિથ્યા રામરાજની ચૌકડીના સંયુક્ત પ્રદર્શનથી ભારતે રિલે ટ્રેક પર પોતાની તાકાત સાબિત કરી.

ખાસ કરીને અંતિમ લેગમાં વિથ્યા રામરાજની ઝડપી દોડે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. શરૂઆતમાં ત્રીજા સ્થાને રહેલી ભારતીય ટીમે અંત સુધી હાર ન માની અને સતત વાપસી કરતાં આખરે પોડિયમ પર સૌથી ઉપરનું સ્થાન મેળવ્યું.( India Gold Medal) સાથે ભારતીય મહિલા એથ્લેટિક્સ ટીમે એશિયન ગેમ્સમાં યાદગાર પ્રદર્શન નોંધાવ્યું છે.

વિથ્યા રામરાજ માટે એશિયન ગેમ્સ બની ખાસ

Asian Games 2026: 4x400 રિલેમાં ભારતનો શાનદાર ગોલ્ડ, 3:29.69નો સમય
Asian Games 2026: 4×400 રિલેમાં ભારતનો શાનદાર ગોલ્ડ, 3:29.69નો સમય

માટે આ એશિયન ગેમ્સ ખાસ અને યાદગાર રહી છે. વિથ્યા રામરાજે ટ્રેક એન્ડ ફિલ્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે મહત્વપૂર્ણ મેડલ જીત્યા છે. 400 મીટર હર્ડલ્સમાં તેમણે 54.75 સેકન્ડનો શાનદાર સમય નોંધાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પ્રદર્શન સાથે તેમણે દિગ્ગજ ભારતીય એથ્લેટ પી.ટી. ઉષાનો 42 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ સિદ્ધિએ( Vithya Ramraj)ને ભારતીય એથ્લેટિક્સમાં ખાસ ઓળખ અપાવી છે.

હર્ડલ્સમાં વ્યક્તિગત સફળતા મેળવ્યા બાદ વિથ્યા રામરાજે રિલે ઇવેન્ટમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેઓ અગાઉ મિક્સ્ડ 4×400 મીટર રિલેમાં ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યાં છે. આ સ્પર્ધામાં પણ ભારતીય ટીમે શાનદાર દોડ લગાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ ટીમમાં વિથ્યા રામરાજ સાથે મનુ ટી.એસ., પૂવમ્મા એમઆર અને વિશાલ ટીકે સામેલ હતા.

આ રીતે (Vithya Ramraj )ની એશિયન ગેમ્સ સફર માત્ર એક મેડલ સુધી મર્યાદિત રહી નથી. વ્યક્તિગત હર્ડલ્સ ઇવેન્ટથી લઈને મિક્સ્ડ રિલે અને હવે મહિલા 4×400 મીટર રિલે સુધી વિથ્યાએ સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને મહિલા 4×400 રિલેમાં અંતિમ લેગની જવાબદારી સંભાળીને તેમણે ટીમને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રદર્શન વિથ્યા રામરાજ માટે એશિયન ગેમ્સ 2026ને કારકિર્દીની યાદગાર સ્પર્ધાઓમાં સામેલ કરે છે.

ભારતે રિલેમાં સિલ્વરને ગોલ્ડમાં ફેરવ્યું

એશિયન ગેમ્સના અગાઉના રિલે અભિયાનમાં ભારતે સિલ્વર મેડલ મેળવ્યો હતો, પરંતુ આ વખતે( Women’s 4×400 Relay)ટીમે એક પગલું આગળ વધીને ગોલ્ડ મેડલ જીત્યો. કિરણ પહલ, પૂવમ્મા એમઆર, પ્રાચી અને વિથ્યા રામરાજની ચૌકડીના શાનદાર પ્રદર્શનથી ભારતના મેડલ અભિયાનમાં વધુ એક મોટી સફળતા ઉમેરાઈ. (Women’s 4×400 Relay) માં ભારતીય ટીમે શરૂઆતથી અંત સુધી શાનદાર સંકલન અને ઝડપી દોડનું પ્રદર્શન કર્યું હતું.

આ જીત ભારતીય મહિલા એથ્લેટિક્સ માટે પણ મહત્વપૂર્ણ બની છે. ખાસ કરીને અંતિમ લેગમાં વિથ્યા રામરાજની શાનદાર દોડે ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી. (Women’s 4×400) Relayમાં ભારતીય ટીમે દબાણ વચ્ચે પોતાની લીડ જાળવી રાખીને યાદગાર જીત નોંધાવી.


આ પણ વાંચો:ઈશા સિંહે એશિયન ગેમ્સમાં જીત્યું સિલ્વર, મનુ ભાકર રહી બહાર

આ પણ વાંચો:Asian Games 2026 Live Updates: અનાહત સિંહથી ગોલ્ડની આશા, એથ્લેટિક્સ પર પણ નજર

આ પણ વાંચો:Asian Games 2026 Live Updates: ભારતે જીત્યા 27 મેડલ, કબડ્ડીમાં ગોલ્ડની આશા