Food Recipe/ રામપુરનો પ્રખ્યાત ‘હબસી હલવો’…તૈયાર કરતા કલાકો અને દિવસો લાગે છે! ઘરે સરળ રીતે બનાવો…

રામપુરનો આ ફેમસ હલવો (Habshi Halwa) આ શહેરની ઓળખાણ બની ચૂક્યો છે. નોખા સ્વાદ અને સુગંધના કારણે આ હલવાને જે એક વાર ચાખે એ એના આશિક…

Trending Food Lifestyle
Habshi Halwa...આફ્રિકાથી ભારત આવેલો આ Amazing and Unique હલવો...3 દિવસમાં તૈયાર!

Food Recipe: રામપુરના ‘હબસી હલવા’ (Habshi Halwa Recipe)નો સ્વાદ ગજબ હોય છે…દેશી ઘી, દૂધ અને મેવા સહિત તૈયાર કરવામાં આવતો આ હલવો એટલો તો ખાસ છે કે એને બનાવવામાં કેટલાય કલાકો લાગે છે! પરંપરાગત રીતે તો એને બનાવવા જઈએ તો અનેક દિવસો પણ લાગી શકે છે!! તો જાણીએ…ઘરે જ આ સ્પેશ્યલ હબસી હલવો બનાવવાની રીત વિશે…

રામપુરનો આ ફેમસ હબસી હલવો આ શહેરની ઓળખાણ બની ચૂક્યો છે. એકદમ નોખા સ્વાદ અને સુગંધના કારણે આ હલવાને જે એક વાર ચાખે એ એના આશિક બની જાય છે! ઉત્તર પ્રદેશના રામપુરમાં તમને હબસી હલવો (Rampur Habshi Halwa) ઘણી મીઠાઈની દુકાનોમાં મળશે પરંતુ ત્યાં હકીમજીનો હબસી હલવો વધુ ફેમસ છે. એવું કહે છે કે, વર્ષ 1930ની આસપાસ રામપુરના નવાબ એક વાર આફ્રિકા (Africa) ગયેલા અને ત્યાં એમને એ હલવો અત્યંત પસંદ પડ્યો હતો.

નવાબ સાહેબને આ હલવાનો સ્વાદ એટલો તો પસંદ પડ્યો કે હલવો બનાવનાર ખાનસામા એટલે કે રસોયાને જ પોતાની સાથે ભારત લઈ આવ્યા! ત્યાર બાદ એ ખાનસામાની પાસેથી હકીમજીએ આ હલવાની રેસિપી શીખી અને રામપુરમાં એ વેચવા લાગ્યા. આ હલવાને અનેક કલાકોની મહેનત બાદ બનાવવામાં આવે છે. એને બનાવવામાં 3 થી 4 કલાક તો ઓછામાં ઓછા લાગે છે. આ દરમિયાન આ હલવાને સતત હલાવતા રહેવું પડે છે.

Habshi Halwa Traditional Recipe
Habshi Halwa Traditional Recipe

‘હબસી હલવા’ની પરંપરાગત પદ્ધતિ (Habshi Halwa Traditional Recipe)

અગાઉ વર્ષો પહેલા પરંપરાગત રીતે અંકુરિત કરેલા ઘઉંનો પીસીને તૈયાર કરવામાં આવતો હતો. ઘઉંનું ખાસ ‘સમનક’ બનાવવામાં આવ છે અને એ બનાવવા માટે ઘઉંને પ્રથમ તો 24 કલાક માટે પાણીમાં પલાળવામાં આવે છે. ત્યાર બાદ, એને જાડા અને સુતરાઉ કપડામાં લઇને એનું પાણી કાઢી દઈને 4 દિવસ માટે અંકુરિત (Fermented Wheat) કરવા મૂકવામાં આવે છે. જ્યારે ઘઉં અંકુરિત થાય ત્યારે એને એક કપડાની ઉપર સારી રીતે ફેલાવીને 3-4 કલાક માટે તડકામાં રાખવામાં આવે છે. હવે એને પીસવા માટે લેવાય છે. એને સોજીના ફોર્મમાં પીસવામાં આવે છે કે જે ન તો ઘણું બારીક હોય કે ન તો ઘણું ઝીણું હોય!

હવેના સાંપ્રત સમયમાં તો એને સોજી, દૂધ અને ઘી વડે પણ તૈયાર કરવામાં આવે છે. મુઘલ કાળથી લોકપ્રિય બનેલી એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ડાર્ક બ્રાઉન (કાળાશ પડતા) રંગની મીઠાઈ છે હબસી હલવો… ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હી અને રામપુર (Delhi & Rampur) ઉપરાંત પાકિસ્તાનના મુલતાન પ્રાંતમાં આ હલવા (Multani Halwa)ને શિયાળાની ઠંડી ઋતુમાં ખાસ બનાવવામાં અને ખાવામાં આવે છે.

તેના ઘેરા અને કાળાશપડતા રંગને કારણે તેને ‘હબસી હલવો’ અથવા સોહન હલવો (Sohan Halwa) કહેવામાં આવે છે. આ હલવામાં ઘીની સાથે ગરમી પ્રદાન કરતા ઘણા મસાલાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો તમે આ હલવો ઘરે બનાવવા માગતા હો તો એની સરળ રેસિપી દેખાડવા જઈ રહ્યાં છીએ…

Habshi Halwa Recipe
Habshi Halwa Recipe

શી રીતે બનાવશો હબસી હલવો? (Habshi Halwa Recipe)

હબસી હલવો (Habshi Halwa Recipe) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

દોઢ લીટર દૂધ

અડધો કપ સોજી અથવા ફરમેન્ટેડ ઘઉંનો દરદરો લોટ

આવશ્યકતા અનુસાર ખાંડ

આવશ્યકતા અનુસાર ઘી

બદામ અને પિસ્તા જરુર મુજબ

હબસી હલવો
હબસી હલવો

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ તમારે ઘટ્ટ ફુલ ક્રીમ દૂધ લેવાનું રહેશે. આ માટે દોઢ લીટર દૂધ (Milk) લેવું અને કડાઈમાં નાખીને સતત ચલાવતા રહેવું.

2. હવે દૂધમાં અડધો કપ સોજી અથવા ફરમેન્ટેડ ઘઉંનો દરદરો લોટ ઉમેરીને દૂધમાં મિક્સ કરતા સતત હલાવતા રહેવું.

3. દૂધ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ ઉમેરીને હલવાને પકાવતા રહો. વચ્ચે-વચ્ચે હલવામાં ઘી ઉમેરતા રહેવું અને હલાવતા રહેવું.

4, જ્યારે હલવાનો રંગ લાલ થવા લાગે તો એમાં ઘી ઉમેરવું.

5. હવે હલવાને એટલો પકાવવાનો છે કે જ્યાં સુધી એનો રંગ કેરેમલ (Caramelized Color) જેવો ઘેરો ન થઈ જાય.

6. અહિં ધ્યાન રાખવું કે એને સતત હલાવતા રહેવાનું છે.

7. હલવાનો કલર બ્રાઉન થાય પછી એમાં બદામ મિક્સ કરી લેવી અન કોઈ પ્લેટમાં કાઢી લેવો.

તો તૈયાર છે તમારો હબસી હલવો (Habshi Halwa)…જેને તમે બદામ-પિસ્તાથી સજાવો અને ઠંડો કરો અને પછી એના ટુકડા કરીને મુઘલ કાળના આ હલવાની મજા માણો!

આ હલવાની ખાસિયત છે એને શેકવો…જેટલો વધુ શેકશો એટલા વધુ દિવસ આ હલવો ખરાબ નહિં થાય! એનો સ્વાદ પણ ગજબનો આવે છે. રામપુરનો આ ખાસ હલવો તમને ભારતના અન્ય કોઈ શહેરમાં ખાવા પણ નહિં મળે!


આ પણ વાંચો: નાસ્તામાં દલિયાથી બનાવો ક્રિસ્પી હાઈ-પ્રોટીન નગેટ્સ…મળશે ભરપૂર સ્વાદ…સરળ રેસિપી..!

આ પણ વાંચો: