Junagadh News/ બીલખા-વિસાવદરમાં વરસાદનું આગમન, બે-ત્રણ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદથી ખેડૂતોમાં રાહત

જૂનાગઢના બીલખા-વિસાવદર પંથકમાં બે-ત્રણ દિવસના વિરામ બાદ પવન સાથે ધોધમાર વરસાદ ( rain) વરસતાં ખેડૂતોમાં રાહત.

Gujarat Others Breaking News
rain

Junagadh News: જૂનાગઢ જિલ્લાના બીલખા અને વિસાવદર પંથકમાં બે-ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ (Rain)નું આગમન થયું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં બીલખાની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે.

બીલખા-વિસાવદરમાં ધોધમાર Rain

મળતી માહિતી મુજબ, બીલખા અને વિસાવદર (Visavadar) પંથકમાં બે-ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. પવન સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ધોધમાર વરસાદના કારણે બીલખા (Bilkha)ની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. અચાનક વરસાદ શરૂ થતાં બજારમાં હાજર લોકોએ આશરો લેવો પડ્યો હતો.

ખેડૂતોમાં રાહતની લાગણી

બે-ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ વરસતાં ખેડૂતો (Farmers)માં રાહતની લાગણી પ્રસરી છે. ખેતરો (Farm)માં ઊભા પાકને નવજીવન મળ્યું હોવાનું માનવામાં આવે છે.


આ પણ વાંચો:Gujarat Weather Alert: 3 દિવસ વરસાદ, 5 જિલ્લામાં 35°થી વધુ ગરમી

આ પણ વાંચો:હિમાચલમાં વરસાદ-હિમવર્ષાનો કહેર, 66 રસ્તા બંધ અને 116 પાવર ટ્રાન્સફોર્મર પ્રભાવિત

આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે ક્યાં વરસાદ પડશે? જાણો જિલ્લાવાર આગાહી