Food Recipe/ ફૂલેલા એપલ પૅનકેક બનાવવાની સરળ રેસિપી…બાળકોનો મનપસંદ નાસ્તો…જોતા જ તૂટી પડશે!

એપલ પૅનકેક (Apple Pancake) બ્રેકફાસ્ટ અથવા બ્રન્ચ બંને માટે ઉત્તમ રહેશે. એને બનાવીને તમે બાળકોને ટિફિન (Lunch Box)માં પણ આપી શકો છો.

Trending Food Lifestyle
Apple Pancake: બાળકોની Favourite અને Tasty વાનગી, માત્ર 20 મિનિટમાં quickly ready!

Food Recipe: એપલ પૅનકેક (Apple Pancake) બ્રેકફાસ્ટ અથવા બ્રન્ચ માટે ઉત્તમ રહેશે. એને બનાવીને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો.

નાસ્તામાં કશુંક ફેન્સી ખાવાનું મન થાય તો બાળકોના મનપસંદ પૅનકેક બનાવી શકો છો. પૅનકેકને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે એમાં તમારી પસંદનું કોઈ પણ ફળ મિક્સ કરી શકો છો. આજે અહિં તમને એપલ પૅનકેક બનાવવાની મસ્ત રેસિપી જણાવવા જઇ રહ્યાં છીએ જેને ઘઉંના લોટ અને સફરજનની સાથે તજ પાવડર મિક્સ કરીને બનાવાય છે. એપલ પૅનકેક બ્રેકફાસ્ટ અથવા બ્રન્ચ (Breakfast or Brunch) બંને માટે ઉત્તમ રહેશે. એને બનાવીને તમે બાળકોને ટિફિન (Lunch Box)માં પણ આપી શકો છો. તો ફટાફટ નોંધી લો એપલ પૅનકેકની રેસિપી…

શી રીતે બનાવશો એપલ પૅનકેક? (Apple Pancake Recipe)

પૅનકેક બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Apple Pancake Ingredients
Apple Pancake Ingredients

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ અથવા મેંદો

પોણી ચમચી બેકિંગ પાવડર

અડધી વાડકી તેલ

પા ચમચી તજ પાવડર

1 ઈંડુ (વૈકલ્પિક)

ફેટ-ફ્રી દૂધ જરુર મુજબ

મધ જરુર મુજબ

ચપટી મીઠું

કૅનોલા ઓઇલ

બારીક સમારેલું સફરજન

ઘી કે બટર (શેકવા માટે)

Apple Pancake Recipe
Apple Pancake Recipe

બનાવવાની વિધિ

1. એક બાઉલમાં ઘઉંનો લોટ કે મેંદો (Wheat Flour or Maida), તજ પાવડર, બેકિંગ પાવડર અને મીઠું મિક્સ કરી લો. બેકિંગ પાવડરથી પૅનકેક ફૂલે છે.

2. અન્ય એક બાઉલમાં તેલ, મધ અને દૂધ (Oil, Honey, Milk) મિક્સ કરી લો. જો તમે ઈંડા ખાતા હો તો Egg ઉમેરવું, જેથી એ વધુ સૉફટ બને છે.

3. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો અને ફેંટી લો. હવે એમાં ઝીણા સમારેલા કે ક્રશ કરેલા સફરજનને મિક્સ કરી લો.

4. લોટની સામગ્રીને આ બાઉલમાં ઉમેરીને સારી રીતે બેટરને સ્મૂધ કરી લેવું.

5. નૉન-સ્ટિક પૅન પર હળવું ઘી કે બટર (Butter) લગાવવું.

6. હવે બેટરને તમારી પસંદથી ફેલાવી લો. એક મોટી તવી પર 4-5 પૅન કેક બનાવી શકાય છે. એને બહુ મોટા ન બનાવવા નહિંતો એને ઉલટાવવામાં મુશ્કેલી થાય છે.

7. પૅનકેકને બટર કે ઘી લગાવીને બંને તરફ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવા.

તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ પૅનકેક…એની ઉપર ચોકલેટ સિરપ અથવા મધ ઉમેરીને ખાઇ શકાય છે. બાળકો (Kids)ને આ એપલ પૅનકેક ખૂબ જ ભાવશે. તમે એને તમારા રુટિન બ્રેકફાસ્ટમાં પણ સામેલ કરી શકો છો. બાળકોના સ્કૂલના ટિફિન માટે આ એક સરસ વિકલ્પ છે. તમે એને બનાવીને બહાર ફરવા જાઓ ત્યારે પણ લઈ જઈ શકો છો.

આ પૅનકેકને તમે તમારી પસંદના ફળો જેવા કે, કેળા, સફરજન, પાઇનેપલ, સ્ટ્રોબેરી (Banana, apple, pineapple, strawberry) અથવા કોઈ અન્ય ફળ અને ડ્રાય ફ્રુટ્સ ઉમેરીને પણ બનાવી શકો છો. ઉપર બટરમાં સૉફ્ટ કરેલા ફળ પણ મૂકી શકો છો.


આ પણ વાંચો: મગની દાળ, ચોખા અને મગફળીને પલાળીને બનાવો હરિયાળી પનીર ચીલા…બ્રેકફાસ્ટ માટે હૅલ્ધી ઑપ્શન..!

આ પણ વાંચો: નાસ્તામાં દલિયાથી બનાવો ક્રિસ્પી હાઈ-પ્રોટીન નગેટ્સ…મળશે ભરપૂર સ્વાદ…સરળ રેસિપી..!

આ પણ વાંચો: રામપુરનો પ્રખ્યાત ‘હબસી હલવો’…તૈયાર કરતા કલાકો અને દિવસો લાગે છે! ઘરે સરળ રીતે બનાવો…