Jamnagar News/ લોનના બહાને 14 વીઘા જમીન પચાવી પાડવાનો આરોપ, પરત કરવા 3 કરોડ માંગ્યા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નીકાવા ગામમાં ખેડૂત સાથે જમીનને લઈને ગંભીર છેતરપિંડી (Loan Fraud)નો કેસ સામે આવ્યો છે.

Top Stories Gujarat Others
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નીકાવા ગામમાં ખેડૂત સાથે જમીનને લઈને ગંભીર છેતરપિંડી (Loan Fraud)નો કેસ સામે આવ્યો છે

Jamnagar News : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નીકાવા ગામમાં ખેડૂત સાથે જમીનને લઈને ગંભીર છેતરપિંડી (Loan Fraud)નો કેસ સામે આવ્યો છે. ખેડૂતની ફરિયાદ મુજબ, ₹20 લાખની લોન આપવાના બહાને તેની 14 વીઘા (14 Vigha Land) જમીનના દસ્તાવેજો મેળવી લેવામાં આવ્યા હતા. બાદમાં જમીન પરત મેળવવા માટે મોટી રકમની માગ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ મામલે કાલાવડ પોલીસ (Kalavad Police) સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

Loan Fraud : લોનના બહાને જમીન છેતરપિંડી

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ખેડૂત પરેશભાઈ સોજીત્રાને 2.5 ટકા માસિક વ્યાજે લોન (Land Fraud))આપવાની વાત કરી હતી. નાણાકીય લેવડદેવડ દરમિયાન ખેડૂત પાસેથી કોરા ચેક અને જમીન સંબંધિત દસ્તાવેજો લેવામાં આવ્યા હતા.

ખેડૂતના જણાવ્યા પ્રમાણે, વાસ્તવમાં આશરે ₹15.20 લાખની લેવડદેવડ થઈ હતી. જોકે, સાદા લખાણના આધારે તેની 14 વીઘા જમીન વાઘુ વીરા ડાંગરના નામે કરી દેવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

14 વીઘા જમીન પરત લેવા મોટી રકમની માગ

જ્યારે ખેડૂતે પોતાની જમીન પરત મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે જમીન ખાલી કરવા માટે ₹3 કરોડની માગ કરવામાં આવી હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ પછી જમીન પરત મેળવવા માટે ખેડૂતે ₹1.25 કરોડ ચૂકવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે.

આટલી મોટી રકમની વ્યવસ્થા કરવા માટે ખેડૂતને પોતાની અન્ય 9 વીઘા જમીન વેચવી પડી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.

પાંચ શખ્સો સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ

આ મામલે ખેડૂતની ફરિયાદના આધારે કાલાવડ પોલીસે (Kalavad Police) અલ્પેશ દોંગા, અક્ષિત અકબરી, આકાશ ડાંગર, વાઘુ વીરા ડાંગર અને રણજીત કાનભાઈ સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે BNSની સંબંધિત કલમો ઉપરાંત ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. હવે પોલીસ જમીનના દસ્તાવેજો, નાણાકીય લેવડદેવડ, ચેક અને ફરિયાદમાં કરવામાં આવેલા અન્ય દાવાઓની તપાસ કરશે.

આ કેસમાં ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો તપાસનો વિષય છે. પોલીસ તપાસ આગળ વધ્યા બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે.


આ પણ વાંચો: સુરતમાં 65 લાખની જમીન છેતરપિંડીનો પર્દાફાશ, બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પ્લોટ વેચનાર બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો: સુરતમાં જમીન કૌભાંડનો ભંડાફોડ, રૂ.4.81 કરોડની છેતરપિંડી બહાર આવી

આ પણ વાંચો: 9 લોકો સાથે જમીનમાં નફાના નામે ‘કરોડોની છેતરપિંડી’, સોલા પોલીસે મહાઠગની કરી અટકાયત