New Delhi News/ મહુઆ મોઇત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટની નોટિસ

મહુઆ મોઇત્રા (Mahua Moitra)ના દાવા મુજબ, સર્કિટ હાઉસમાં તેમને અગાઉ રૂમ ફાળવવામાં આવ્યો હતો

Top Stories India
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) દ્વારા પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal Government)સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે

New Delhi News : ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) દ્વારા પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal Government)સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. મોઇત્રાએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં MPLADS ફંડના કામમાં કથિત અવરોધ અને સરકારી સર્કિટ હાઉસ ખાલી કરાવવાના મુદ્દે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

મહુઆ મોઇત્રાની અરજી પર સુનાવણી

જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનની બેન્ચ સમક્ષ આ મામલે સુનાવણી થઈ હતી. અરજીમાં મોઇત્રાએ દાવો કર્યો છે કે તેમના મતવિસ્તારમાં MPLADS હેઠળના કામોને અસર પહોંચાડવામાં આવી રહી છે. સાથે જ સરકારી સર્કિટ હાઉસમાં ફાળવાયેલો રૂમ પણ ખાલી કરાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

‘500થી વધુ સાંસદો આવી શકે’

સુનાવણી દરમિયાન કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal Government)તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીની સુનાવણી સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે જો MPLADS સંબંધિત આવી અરજીઓ સીધી સુપ્રીમ કોર્ટમાં આવવા લાગે તો કોર્ટ સામે મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે સંસદમાં 500થી વધુ સાંસદો છે.

કોર્ટની ટિપ્પણી બાદ તુષાર મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર તરફથી માત્ર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્ર અને બંગાળ સરકાર પાસેથી જવાબ

સોલિસિટર જનરલે કોર્ટને નોટિસ જારી ન કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોતાનો જવાબ દાખલ કરશે. જોકે, બેન્ચે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારને જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

કોર્ટે 10 ઓક્ટોબર સુધીમાં આ મામલે પ્રતિ-સોગંદનામું દાખલ કરવા કહ્યું છે. કેસની આગામી સુનાવણી પણ 10 ઓક્ટોબરે થવાની છે.

સર્કિટ હાઉસ અને MPLADSનો મુદ્દો

મહુઆ મોઇત્રાના દાવા મુજબ, સર્કિટ હાઉસમાં તેમને અગાઉ રૂમ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ 14 ઓગસ્ટે રૂમ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. અરજીમાં તેમણે સંબંધિત અધિકારીઓ સામે સ્વતંત્ર તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોઇત્રાએ એવો પણ દાવો કર્યો છે કે સર્કિટ હાઉસ ખાલી કરાવવાની કાર્યવાહી કલકત્તા હાઈકોર્ટના સુરક્ષા સંબંધિત નિર્દેશો સાથે જોડાયેલી છે. હવે સુપ્રીમ કોર્ટના જવાબ બાદ આ મામલે આગળની કાર્યવાહી અંગે સ્થિતિ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: મહુઆ મોઇત્રાએ શુભેન્દુને ગણાવ્યા પાકા મિત્ર; કોંગ્રેસ સાથે વિલયની અફવાઓ ફગાવી

આ પણ વાંચો: Paper Leak Bill: લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર હોબાળો, પ્રિયંકા ગાંધીનો PM મોદી પર કટાક્ષ, મહુઆ મોઇત્રા-સ્પીકર વચ્ચે તીખી તકરાર

આ પણ વાંચો: ‘હનીમૂન પરથી પાછી આવીને મારી સાથે લડવા લાગી…’, કલ્યાણ બેનર્જીએ મહુઆ મોઇત્રાને શું કહ્યું?