MANTAVYA Vishesh/ UCC એટલે શું? ગુજરાતમાં હવે લગ્ન, લિવ-ઇન અને વારસાના નવા નિયમો

ગુજરાતમાં 1 ઓક્ટોબર 2026થી Gujarat Uniform Civil Code (UCC) અમલમાં આવ્યો છે. લગ્ન નોંધણી, એક સમયે એક જ માન્ય લગ્ન, પ્રતિબંધિત સંબંધોમાં લગ્ન, લિવ-ઇન સંબંધો, છૂટાછેડા, ભરણપોષણ, બાળકની કસ્ટડી અને વારસાના હકો જેવી બાબતોમાં શું જોગવાઈ છે?

Breaking News Mantavya Vishesh
Gujarat Uniform Civil Code 2026 એક લગ્નથી લિવ-ઇન અને વારસા સુધી શું બદલાયું?

Mantavya Vishesh: લગ્નથી લઈને લિવ-ઇન અને મિલકતના વારસા સુધી… ગુજરાતમાં હવે કાયદો (Gujarat Uniform Civil Code) બદલાઈ ગયો છે! પણ UCC એટલે શું અને સામાન્ય માણસના જીવનમાં તેની શું અસર પડશે? આવો આખું UCC સમજીએ.

Gujarat Uniform Civil Code: એક લગ્નથી લિવ-ઇન અને વારસા સુધી શું બદલાયું?

UCC એટલે યુનિફોર્મ સિવિલ કોડ. સરળ ભાષામાં કહીએ તો લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન જેવા નાગરિક મામલાઓ માટે એક કાનૂની માળખું. ગુજરાત વિધાનસભાએ UCC બિલ (Gujarat UCC 2026) પસાર કર્યું, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બન્યો અને અમલમાં આવ્યો. જોકે, આ કાયદો દરેક વ્યક્તિ પર એકસરખી રીતે લાગુ પડતો નથી; અનુસૂચિત જનજાતિઓ સહિત કેટલીક બંધારણીય રીતે સુરક્ષિત શ્રેણીઓને બાકાત રાખવામાં આવી છે.

Gujarat Uniform Civil Code 2026 એક લગ્નથી લિવ-ઇન અને વારસા સુધી શું બદલાયું?
Gujarat Uniform Civil Code 2026 એક લગ્નથી લિવ-ઇન અને વારસા સુધી શું બદલાયું?

લગ્નની વાત કરીએ તો UCCમાં લગ્નની નોંધણી, લગ્ન માટેની શરતો અને એકથી વધુ લગ્ન અંગેના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એટલે લગ્ન માત્ર સામાજિક વિધિ નહીં, પરંતુ તેનો કાયદેસર રેકોર્ડ પણ મહત્વનો બનશે. સાથે જ કાયદામાં પ્રતિબંધિત ગણાતા નજીકના સંબંધોમાં લગ્ન અંગે પણ નિયમ છે. એટલે દરેક સંબંધમાં લગ્ન કાયદેસર છે એવું માનવું નહીં; કાયદામાં નક્કી કરેલી શરતો જોવી પડશે.

Gujarat Uniform Civil Code 2026 એક લગ્નથી લિવ-ઇન અને વારસા સુધી શું બદલાયું?
Gujarat Uniform Civil Code: લિવ-ઇન સંબંધોની નોંધણી

હવે સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો…લિવ-ઇન સંબંધ. (UCC Live In Relationship) UCCમાં લિવ-ઇન સંબંધોની નોંધણી અને તેની સાથે જોડાયેલી કાનૂની જવાબદારીઓ માટે જોગવાઈ કરવામાં આવી છે. એટલે લિવ-ઇન હવે સંપૂર્ણપણે કાયદાની બહારની બાબત નહીં રહે. સંબંધમાંથી બાળક જન્મે તો માત્ર માતા-પિતાએ લગ્ન કર્યા નથી એટલા કારણે બાળકના કાયદેસર હકોને નકારી શકાય નહીં. સંબંધ તૂટે ત્યારે પણ કાયદા મુજબના અધિકારો અને ભરણપોષણ જેવા મુદ્દા ઊભા થઈ શકે છે.

છૂટાછેડાની બાબતમાં પણ UCC એક કાનૂની (UCC Divorce Rules) માળખું નક્કી કરે છે. એટલે પતિ કે પત્ની પોતાની મરજીથી માત્ર કહી દે કે “હવે સંબંધ પૂરો” અને કાયદેસર છૂટાછેડા થઈ જાય એવું નથી. કાયદામાં નક્કી કરેલી પ્રક્રિયા અનુસરવી પડશે. સાથે જ ભરણપોષણ અને બાળકની કસ્ટડી જેવા મુદ્દાઓ માટે પણ કાનૂની જોગવાઈઓ છે.

હવે સૌથી મહત્વની વાત..મિલકત અને વારસો. કોઈ વ્યક્તિ વસિયત કર્યા વગર મૃત્યુ પામે તો તેની મિલકત કોને મળશે તે UCCમાં નક્કી કરાયેલા વારસાના નિયમો પ્રમાણે નક્કી થશે. એટલે “વસિયત નથી એટલે મિલકત કોને મળશે એ ખબર નહીં” એવું નહીં. દીકરો, દીકરી, પત્ની, માતા-પિતા જેવા સંબંધીઓમાંથી કોણ કાયદેસર વારસદાર છે અને કોને કેટલો હક મળે તે સંબંધ અને લાગુ પડતી જોગવાઈ પ્રમાણે નક્કી થશે.

Gujarat Uniform Civil Code 2026 એક લગ્નથી લિવ-ઇન અને વારસા સુધી શું બદલાયું?

આ ઉપરાંત દીકરા અને દીકરીના વારસાના હકમાં સમાનતાનો સિદ્ધાંત, પત્ની તથા અન્ય કાનૂની વારસદારોના અધિકારો અને ભરણપોષણ જેવી બાબતો પણ UCCના મહત્વના (Gujarat Uniform Civil Code) ભાગ છે. એટલે આ કાયદો માત્ર લગ્ન પૂરતો નથી; લગ્નથી લઈને સંબંધ તૂટે ત્યાં સુધી અને પછી મિલકતના વારસા સુધી પરિવારના અનેક નાગરિક મામલાઓને સ્પર્શે છે.

તો એક લાઇનમાં કહીએ તો… ગુજરાતમાં UCC એટલે (Gujarat Uniform Civil Code) લગ્ન, લિવ-ઇન, છૂટાછેડા અને વારસા જેવા નાગરિક મામલાઓ માટે એક નવું કાનૂની માળખું. પરંતુ દરેક વ્યક્તિ પર દરેક જોગવાઈ એકસરખી લાગુ પડે (Gujarat UCC Act 2026) એવું નથી અને ચોક્કસ કેસમાં કઈ જોગવાઈ લાગુ પડે છે તે સંબંધ અને પરિસ્થિતિ પર આધાર રાખે છે. એટલે UCCને લઈને અડધી-અધૂરી માહિતી નહીં… કાયદાની સાચી જોગવાઈ સમજવી સૌથી જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો:

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે વધુ રસપ્રદ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સીધા જંગમાં હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) એ મોટી એન્ટ્રી કરી છે. ઓવૈસીએ રાજ્યભરમાં 539 ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરીને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને અશાંતધારા જેવા સંવેદનશીલ મુદ્દે સરકારને ઘેરી છે.

અસદુદ્દીન ઓવૈસીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી માત્ર શહેરો પૂરતી સીમિત નહીં રહે. આગામી ચૂંટણીમાં AIMIM ના ઉમેદવારો મહાનગરપાલિકાઓ (મનપા) ના મુખ્ય શહેરોમાં મજબૂત પેનલ સાથે મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત, પક્ષ દ્વારા તાલુકા પંચાયતની ૨૯ બેઠકો પર દાવેદારી નોંધાવવામાં આવશે, જ્યારે જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો પર પણ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે (સંપૂર્ણ સમાચાર વાંચો)


આ પણ વાંચો: ગુજરાત UCCને રાષ્ટ્રપતિની મંજૂરી, લગ્નથી વારસા સુધી બદલાશે કાયદાકીય માળખું

આ પણ વાંચો: ભોપાલમાં UCC સામે ઓવૈસીની રેલી, કહ્યું- ‘સારો પુરુષ એ છે જે પોતાની પત્નીની ગુલામી કરે’

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રીથી ખળભળાટ, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર