Valsad News/ ખેડૂતોની મહેનત હવે સીધી ગ્રાહકો સુધી પહોંચશે, વલસાડમાં 5 વેચાણ કેન્દ્રો શરૂ

Valsad Natural Farming: વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 5 પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરાયા. મંત્રી નરેશ પટેલે કલેક્ટર કચેરી અને APMC સહિતના કેન્દ્રોનું લોકાર્પણ કર્યું.

Others Top Stories Gujarat Breaking News
Valsad Natural Farming: ખેત ઉત્પાદનોનું વેચાણ વધારવા પહેલ, 5 કેન્દ્રોનું લોકાર્પણ

Valsad News: વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન (Valsad Natural Farming) આપવા માટે પાંચ પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વલસાડ કલેક્ટર કચેરી અને એ.પી.એમ.સી. ખાતે જિલ્લા કક્ષાના બે કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત પારડી, નાનાપોંઢા અને ધરમપુર ખાતે તાલુકા કક્ષાના ત્રણ વેચાણ કેન્દ્રો પણ શરૂ કરાયા છે.

Valsad Natural Farming: ખેડૂતોને મળશે સીધું બજાર

મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ વેચાણ કેન્દ્રોના કારણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાની પેદાશોના વેચાણ માટે સીધું બજાર મળશે. બીજી તરફ ગ્રાહકોને પણ સ્થાનિક ખેડૂતો (Valsad Farmers) દ્વારા ઉત્પાદિત ગુણવત્તાવાળી પ્રાકૃતિક પેદાશો (Natural Farm Products) સરળતાથી મળી શકશે.

રાસાયણિક ખાતર છોડવા ખેડૂતોને અપીલ

મંત્રી નરેશ પટેલે (Naresh Patel) રાસાયણિક ખાતરના ઉપયોગથી થતી અસરો અંગે વાત કરી હતી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતે પણ કારેલા, કંટોલા, પરવર, રીંગણ અને ભીંડા સહિતના શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરે છે.

પેદાશોમાં ભેળસેળ ન કરવા અપીલ

વેચાણ કેન્દ્રો પર પ્રાકૃતિક ખેતીની પેદાશોમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ન થાય તે માટે પણ મંત્રીએ અપીલ કરી હતી. પ્રાકૃતિક ઉત્પાદનના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય અને ખેડૂતો દ્વારા ઉત્પાદિત પેદાશો પર ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે તે અંગે તેમણે ભાર મૂક્યો હતો.

સીધી ખેડૂતો પાસેથી ગ્રાહકો સુધી પેદાશ

વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે, વેચાણ કેન્દ્રોના માધ્યમથી સ્થાનિક ખેડૂતોની પ્રાકૃતિક પેદાશો સીધી ગ્રાહકો સુધી પહોંચશે. આ વ્યવસ્થાથી ખેડૂતોને સ્થાનિક સ્તરે બજાર ઉપલબ્ધ થશે અને ગ્રાહકોને પણ પ્રાકૃતિક પેદાશો મેળવવામાં સરળતા રહેશે.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં યોજાયેલા રાજ્યવ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય ભરત પટેલ સહિતના આગેવાનો, અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: નવસારીમાં PM મોદીએ કર્યું નમો કમલમનું લોકાર્પણ, 1.15 લાખથી વધુ ગ્રામજનોએ સીધું પ્રસારણ જોયું

આ પણ વાંચો: આણંદના બાકરોલમાં ₹67.52 કરોડની આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ

આ પણ વાંચો: અમદાવાદ ગીતામંદિર બસ ટર્મિનલ-2નું લોકાર્પણ, 39 પ્લેટફોર્મ અને અનેક આધુનિક સુવિધાઓ