Ahmedabad News/ અમદાવાદના મુસાફરોને મોટો આંચકો; વિમાનના ઈંધણ (ATF) ના ભાવ વધતા હવાઈ મુસાફરી મોંઘી

દિવાળી વેકેશન પહેલાં અમદાવાદના હવાઈ મુસાફરો (Ahmedabad Airport)માટે માઠા સમાચાર આવ્યા છે. વિમાનના ઈંધણ (ATF) ના ભાવ વધારાને કારણે ઇન્ડિગોએ ફ્યુઅલ સરચાર્જ વધારતા અમદાવાદથી દિલ્હી, ગોવા અને કોલકાતાની મુસાફરી મોંઘી થઈ છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Airport

Ahmedabad News: આગામી સમયમાં દિવાળી વેકેશન અને રજાઓની સિઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે તે પહેલાં જ અમદાવાદથી હવાઈ મુસાફરી કરતા નાગરિકો માટે મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિમાનના ઈંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે દેશની અગ્રણી એરલાઇન કંપની ઇન્ડિગોએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે નવા ફ્યુઅલ સરચાર્જની જાહેરાત કરી દીધી છે. આ નવા વધારાના કારણે હવે અમદાવાદીઓએ મુસાફરી માટે વધુ ખર્ચ કરવો પડશે.

 આજથી જ નવી ટિકિટ બુકિંગમાં લાગુ થશે વધારાનો ચાર્જ

ઇન્ડિગો એરલાઇન (IndiGo Airlines)દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, 6 ઓક્ટોબર એટલે કે આજથી જ કરવામાં આવતી તમામ નવી ટિકિટોના બુકિંગમાં આ વધારાનો ફ્યુઅલ ચાર્જ લાગુ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદથી ડોમેસ્ટિક મુસાફરી કરતા મુસાફરોએ હવે અંતરના આધારે સેક્ટર દીઠ વધારાના 100 થી લઈને રૂ. 350 સુધી વધુ ચૂકવવા પડશે.

Ahmedabad Airport અમદાવાદથી દિલ્હી, ગોવા અને કોલકાતા જવું થશે મોંઘું

આ નવા ફ્યુઅલ સરચાર્જને કારણે અમદાવાદથી વિવિધ શહેરોમાં જવાનું મોંઘું બન્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદથી દિલ્હી (Delhi)અને ગોવા (Goa)જેવા સ્થળો માટે સેક્ટર દીઠ 200 જ્યારે કોલકાતા જેવા લાંબા અંતરના રૂટ માટે 350 વધુ ચૂકવવા પડશે. જો કોઈ ચાર સભ્યોનો પરિવાર લાંબા અંતરની મુસાફરી કરીને રાઉન્ડ ટ્રીપ (આવા-જવા) કરે છે, તો માત્ર આ ફ્યુઅલ ચાર્જના કારણે જ મુસાફરીના કુલ ખર્ચમાં મોટો બોજ વધી જશે.

રાઉન્ડ ટ્રિપમાં બમણો થઈ જશે મુસાફરીનો આર્થિક બોજ

એરલાઇનના નિયમ મુજબ આ વધારો એક તરફના એક સેક્ટર માટે લાગુ કરાયો છે. મુસાફર અમદાવાદથી જે શહેરમાં જાય અને ત્યાંથી પરત આવે ત્યારે બંને સેક્ટર પર સમાન સ્લેબ લાગુ થતાં આ વધારાનો બોજ બમણો થઈ જાય છે. ઉદાહરણ તરીકે, જો એક તરફ રૂ. ૨૦0 નો વધારો હોય તો આવવા-જવાના બંને સેક્ટર મળીને મુસાફરે કુલ 400 નો વધારાનો ફ્યુઅલ ચાર્જ ચૂકવવો પડશે. સૌથી લાંબા ડોમેસ્ટિક રૂટ માટે ફ્યુઅલ ચાર્જ રૂ. 950 થી વધારીને 1300 કરવામાં આવ્યો છે, એટલે કે 2000 કિલોમીટરથી વધુના સ્લેબમાં મુસાફરે એક તરફના રૂ. 350 વધારાના આપવા પડશે.


આ પણ વાંચો:9 હજાર ફૂટ સુધી નીચે આવ્યું વિમાન! 7700 કોડ બાદ British Airwaysની ફ્લાઇટ લંડન પરત

આ પણ વાંચો:એક સંદેશ… પછી સંપૂર્ણ સન્નાટો! Bermuda Triangleમાં કેનેડિયન વિમાનનું શું થયું?

આ પણ વાંચો:34 હજાર ફૂટ ઉપર કોકપિટમાં હુમલો! ભારતીય પાયલટે કેવી રીતે બચાવ્યું આખું વિમાન?