Bhavnagar News/ ભાવનગરમાં ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત, 6નાં મોત

ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક  અકસ્માત (Bhavnagar Accident)ની ગંભીર ઘટના સામે આવી છે

Gujarat Others Breaking News
ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક  અકસ્માત (Bhavnagar Accident)ની ગંભીર ઘટના સામે આવી છે

Bhavnagar News : ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક  અકસ્માત (Bhavnagar Accident)ની ગંભીર ઘટના સામે આવી છે. સોમનાથ નેશનલ હાઈવે પર કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન થયું હતું. આ ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

ટ્રેલર પાછળ કાર ઘૂસી

મળતી માહિતી મુજબ, ત્રાપજ નજીક હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન કાર આગળ જઈ રહેલા ટ્રેલર (Trailer Accident)સાથે અથડાઈ હતી. ત્રાપજ અકસ્માત (Trapaj Accident) બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી.

108 એમ્બ્યુલન્સનો કાફલો દોડ્યો

અકસ્માની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે લગભગ પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી અકસ્માતની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અકસ્માતને પગલે સોમનાથ નેશનલ હાઈવે (Somnath National Highway) પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક અહેવાલોમાં અકસ્માતના ચોક્કસ કારણ અંગે પોલીસ તથા સંબંધિત તંત્રની પુષ્ટિ બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.


આ પણ વાંચો: ઇસ્કોનથી સાબરમતી સુધી અકસ્માતનો કહેર! ક્યાંક બેકાબૂ ડિઝાયર તો ક્યાંક PSIની કાર

આ પણ વાંચો: અમદાવાદમાં બે અકસ્માત, બે પરિવારમાં માતમ; વટવા-ઓગણજમાં 2 મોત

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભીષણ અકસ્માત: પિકઅપને ટ્રકે ફંગોળી, 7નાં મોત