Ahmedabad News/ અમદાવાદ CTM ડબલ ડેકર બ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યું, અઠવાડિયામાં બીજી ઘટના

CTM Double Decker Bridge: અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મંગળવારે એક યુવકે ઝંપલાવતાં મોત થયું. એક સપ્તાહમાં બીજી ઘટના બાદ સુરક્ષા જાળી ઊંચી કરવાની માગ ઉઠી છે.

Ahmedabad Top Stories Gujarat Breaking News
CTM Double Decker Bridge: ફરી યુવકે ઝંપલાવ્યું, સુરક્ષા જાળી સામે સવાલ

Ahmedabad News: અમદાવાદ શહેરના CTM ચાર રસ્તા પાસે આવેલા ડબલ ડેકર ઓવરબ્રિજ (CTM Double Decker Bridge)  પર મંગળવારે સવારે એક યુવકે ઝંપલાવતા તેનું મોત થયું હતું. યુવકની ઓળખ હજુ સુધી થઈ નથી. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

CTM Double Decker Bridge: ચાલુ ટ્રાફિક વચ્ચે યુવકે ઝંપલાવ્યું

મળતી માહિતી મુજબ, યુવક વડોદરા એક્સપ્રેસ હાઈવે તરફ જતા ડબલ ડેકર ઓવરબ્રિજ પર હતો. આ દરમિયાન તેણે અચાનક નીચે ઝંપલાવ્યું (CTM Bridge Incident) હતું. ઘટનાને પગલે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ (Ramol Police) તથા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર એકઠા થયેલા લોકોને દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી યુવકની ઓળખ સહિત સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

એક સપ્તાહમાં બીજી ઘટના

CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પર આ પ્રકારની ઘટના (CTM Double Decker Bridge)  એક સપ્તાહમાં બીજી વખત (CTM Bridge Suicide) બની હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ઓવરબ્રિજના કેટલાક ભાગોમાં સુરક્ષા જાળીની ઊંચાઈ ઓછી હોવાને કારણે સલામતી અંગે ચિંતા ઊભી થઈ છે.

સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજ પર સુરક્ષા (Bridge Safety) વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે અને જ્યાં જાળી ઓછી ઊંચાઈની છે ત્યાં તેની ઊંચાઈ વધારવામાં આવે. ખાસ કરીને સતત ભારે ટ્રાફિક ધરાવતા આ માર્ગ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની માગ કરવામાં આવી રહી છે.હાલ પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાની હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: સાબરમતીમાં સતત બીજા દિવસે યુવકને બચાવાયો: પોલીસ-ફાયર ટીમ પહોંચે તે પહેલાં સ્કીમર મશીન બન્યું મદદરૂપ

આ પણ વાંચો: સાબરમતીમાં ઉધારની પડીકીનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો, આરોપી અનિલ ઠાકોર ફરાર

આ પણ વાંચો: મહેસાણામાં ચોથા માળે જીવન ટૂંકાવવાનો પ્રયાસ, મહિલા પોલીસકર્મીએ 1 કલાક સમજાવી યુવકને બચાવ્યો