Dharm & Bhakti: સનાતન ધર્મની પરંપરામાં ચંદન (Sandalwood)ને એટલું પવિત્ર માનવામાં આવ્યું છે કે એનો પ્રયોગ પૂજામાં વિશ્ષ રુપે કરવામાં આવે છે. માથા પર તિલક લગાવવાની પરંપરા તે સદીઓ જૂની છે. ચંદનનો ઉપયોગ જુદી-જુદી રીતે કરવામાં આવે છે. એનો પ્રયોગ મસ્તિષ્કને શાંત રાખનાર અને પૂજાના આધ્યાત્મિક પ્રભાવને વધારનાર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, પૂજામાં ઉપયોગમાં લેવાથી માંડીને માથે તિલક (Tilak) લગાવવા સુધી, ચંદન લગાવવાનું કારણ અને ફાયદા શા છે?
પૂજામાં ચંદનનો ઉપયોગ શાથી વિશેષ છે? (Sandalwood Importance in Puja)
સંસ્કૃતમાં ચંદનને શ્રીખંડમ્ કહેવાય છે. પૂજામાં દેવી-દેવતાઓને ચંદન અર્પિત કરવાની અને કપાળે એનું તિલક લગાવવાની પરંપરા લાંબા સમયથી ચાલતી આવે છે. ધાર્મિક માન્યતાનુસાર, શિવલિંગ પર ચંદનનો લેપ અથવા અભિષેક કરવામાં આવે છે. જ્યારે ભગવાન વિષ્ણુ (Lord Vishnu) અને એમના અવતારોની પૂજામાં સફેદ અને લાલ ચંદન (White Sandalwood & Red Sandalwood) અર્પિત કરવાની પરંપરા છે.
મસ્તક પર ચંદન લગાવવાના ફાયદા (Benefits of Sandalwood)
હિન્દુ ધર્મમાં માથા પર તિલક લગાવવાની પરંપરા ઘણી જ પ્રાચીન છે. ચંદનનું તિલક વિશેષ કરીને શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે, પૂજા અથવા મંત્ર જાપ પછી ચંદનનું તિલક લગાવવાથી મન એકાગ્ર રહે છે અને નકારાત્મક વિચારોથી દૂર રહેવામાં મદદ મળે છે. ચંદનની સુગંધ મનને શાંતિ આપે છે અને એ તણાવ તથા માનસિક થાકને દૂર કરવામાં સહાયક છે.

માથાના દુ:ખાવામાં રાહત આપે (Relief in Headache)
ચંદનની તાસીર ઠંડી હોય છે આને કારણે માથા પર એનો લેપ લગાવવાની પરંપરા પણ છે. ખાસ કરીને ગરમી કે થાકના કારણે થતા માથાના દુ:ખાવામાં એનાથી ઠંડક મહેસૂસ થાય છે. જ્યારે ચંદનનો અન્ય ઉપયોગ ત્વચાની સંભાળ (Skin Care) લેવા માટે પણ થાય છે. એનો લેપ ત્વચાને ઠંડક આપવા ઉપરાંત, વધારાના ઓઈલને ઓછું કરવામાં મદદ કરે છે.

ચંદનની માળાથી જાપ (Chandan mala)
ચંદનનો ઉપયોગ કેવળ તિલક લગાવવા કે ત્વચાની સંભાળ સુધી જ સીમિત નથી. ચંદનની માળાથી મંત્ર જાપ કરવાની પણ પરંપરા છે. દેવી ગાયત્રી, માતા સરસ્વતી અને માતા લક્ષ્મીના મંત્રોના જાપ ચંદનની માળા વડે કરવાની ધાર્મિક માન્યતા છે. આનાથી સાધના કરવા દરમિયાન, મનને સ્થિર રાખવામાં સહાયતા મળે છે.
ચંદનનું આધ્યાત્મિક મહત્વ (Sandalwood & Spirituality)
ચંદનનું સૌથી મોટું મહાત્મ્ય એની શીતળતા છે. એથી જ પૂજા-અનુષ્ઠાનમાં ચંદનના ઉપયોગને કેવળ એક સામગ્રીની રીતે નહિં પરંતુ,શાંતિ, પવિત્રતા અને સાત્વિકતાના પ્રતીક રુપે કરવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: દુર્ગા પૂજા 2026 ક્યારે શરુ થશે અને કયા દિવસે થશે માતાનું પ્રસ્થાન…મહાઅષ્ટમીથી વિસર્જન સુધી…
આ પણ વાંચો:
આ પણ વાંચો: અનંત ચતુર્દશીએ કરો ભગવાન વિષ્ણુની પૂજા…અનંત સૂત્ર બાંધવાની ની પૂજા વિધિ વિશે જાણો..!
