Skincare Alert: સોશિયલ મીડિયા પર દરરોજ હજારો બ્યુટી હેક્સ અને ટિપ્સ વાયરલ થાય છે, જે દાવો કરે છે કે રાતોરાત તમારી ત્વચા (Skin) ગ્લોઈંગ (Glowing) બની જશે. પરંતુ શું તમે જાણો છો કે આમાંની ઘણી ટિપ્સ વૈજ્ઞાનિક રીતે ખોટી છે અને તમારી ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે? જો તમે પણ ઈન્ટરનેટ પર જોઈને કોઈ પણ નુસખો અજમાવો છો, તો સાવધાન થઈ જજો. ‘નેચરલ’ હોવાનો અર્થ એ નથી કે તે સુરક્ષિત પણ છે. ત્વચાને નુકસાન પહોંચાડતી 5 વાયરલ બ્યુટી મિથ્સ અને તેની પાછળનું સત્ય.
પિંપલ્સ પર ટૂથપેસ્ટ લગાવવી :
આ સૌથી જૂની અને સૌથી વધુ વાયરલ ટિપ્સ છે. એવું માનવામાં આવે છે કે ટૂથપેસ્ટ પિંપલ્સને સૂકવી દે છે. પરંતુ હકીકતમાં, ટૂથપેસ્ટમાં મેન્થોલ, ફ્લોરાઈડ અને આલ્કોહોલ હોય છે, જે ત્વચાને અત્યંત ડ્રાય બનાવી શકે છે. આનાથી પિંપલ્સ મટવાને બદલે ત્વચા પર બળતરા, રેશિઝ અને ડાર્ક સ્પોટ્સ (કાળા ડાઘ) થઈ શકે છે.
Skin પર સીધું લીંબુ લગાવવું :
ઘણા લોકો લીંબુને નેચરલ બ્લીચ માને છે. પરંતુ લીંબુ અત્યંત એસિડિક (pH 2-3) હોય છે, જે ત્વચાના કુદરતી pH સંતુલનને બગાડી દે છે. લીંબુ લગાવીને તડકામાં જવાથી ‘ફાઈટોફોટોડર્મેટાઈટીસ’ નામની સમસ્યા થઈ શકે છે, જેનાથી ત્વચા પર કેમિકલ બર્ન (દાઝવા) જેવા નિશાન પડી જાય છે.
બેકિંગ સોડાથી એક્સફોલિયેશન:
બ્લેકહેડ્સ દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ વાયરલ છે. પરંતુ બેકિંગ સોડા આલ્કલાઈન (Alkaline) હોય છે. તે ત્વચાના કુદરતી તેલને સંપૂર્ણપણે શોષી લે છે, જેનાથી ત્વચા રફ અને સેન્સિટિવ બની જાય છે. તેનાથી ત્વચામાં ઈન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે.
સનસ્ક્રીન કોન્ટોરિંગ :
આ એક ખતરનાક ટિકટોક ટ્રેન્ડ છે જેમાં માત્ર હાઈલાઈટર લગાવવાની જગ્યાએ સનસ્ક્રીન લગાવવામાં આવે છે અને બાકીનો ચહેરો તડકામાં ટેન થવા દેવામાં આવે છે. આનાથી ત્વચા (Skin) માં અસમાન રંગ તો થાય જ છે, પણ લાંબા ગાળે તે સ્કિન કેન્સર અને પ્રી-મેચ્યોર એજિંગ (સમય પહેલા કરચલીઓ) નું મુખ્ય કારણ બને છે.
DIY ચારકોલ પીલ-ઓફ માસ્ક :
ઘરે બનાવેલા ચારકોલ માસ્ક ઘણીવાર ગ્લુ (ફેવિકોલ જેવી વસ્તુઓ) નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જ્યારે તમે આ માસ્ક ઉતારો છો, ત્યારે તે માત્ર ગંદકી જ નહીં, પણ ત્વચાના (Skin) ઉપરના રક્ષણાત્મક લેયર અને નાના વાળને પણ ખેંચી કાઢે છે. આનાથી ત્વચા લાલ થઈ જાય છે અને ખૂબ જ સેન્સિટિવ બની જાય છે.
ત્વચા (Skin) ખૂબ જ નાજુક છે, તેથી કોઈ પણ વાયરલ ટિપ અજમાવતા પહેલા ડર્મેટોલોજિસ્ટ (ત્વચાના નિષ્ણાત) ની સલાહ લેવી હિતાવહ છે. ગ્લોઈંગ સ્કિન માટે શોર્ટકટ નહીં પણ સાતત્યપૂર્ણ અને સુરક્ષિત સ્કિનકેર રૂટિન જરૂરી છે.
આ પણ વાંચો:નોકરીની સાથે ફ્રીલાન્સિંગ કરવું કાયદેસર છે કે ગુનો? સાઈડ ઇન્કમ કરતા પહેલા જાણો નિયમ
આ પણ વાંચો :મોંઘા ક્રીમની જરૂર નથી! ઘરે જ બનાવો આ કુદરતી ટોનર્સ અને મેળવો કાચ જેવી ચમકતી ત્વચા
આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!





