Vadnagar News/ 7 ઓક્ટોબરે વડનગરમાં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો ભવ્ય સમાપન સમારોહ, 20 હજાર લોકોની વ્યવસ્થા

વડનગર (Vadnagar)ખાતે 7 ઓક્ટોબરે ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો સમાપન સમારોહ યોજાશે

Gujarat Others Breaking News
vadnagar

Vadnagar News: વડનગર (Vadnagar)ખાતે 7 ઓક્ટોબરે ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો સમાપન સમારોહ યોજાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી CM હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. 500 બાઇકર્સ 6 ઓક્ટોબરે વડનગર પહોંચશે અને 7 ઓક્ટોબરે હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરશે.

Vadnagarમાં સેવા યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે 7 ઓક્ટોબરે ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો ભવ્ય સમાપન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડનગરની સાતસો સમાજની વાડી ખાતે બપોરે 4 વાગ્યે મુખ્ય કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), ડેપ્યુટી CM હર્ષ સંઘવી સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેવાના છે. PM મોદી (PM Modi)વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાશે.

20 હજારથી વધુ લોકો માટે વિશાળ ડોમ

સમાપન સમારોહને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. સાતસો સમાજની વાડી ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં 20 હજારથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સતત બેઠકો યોજવામાં આવી રહી છે.

500 બાઇકર્સ 6 ઓક્ટોબરે વડનગર પહોંચશે

વારાણસીથી શરૂ થયેલી સેવા યાત્રામાં જોડાયેલા આશરે 500 બાઇકર્સ (Bike Rally) 6 ઓક્ટોબરે વડનગર પહોંચશે. તેમના સ્વાગત માટે શહેરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સાંજે તમામ બાઇકર્સ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાનારી મહાઆરતીમાં ભાગ લેશે. આ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરાશે

7 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે વારાણસીથી લાવવામાં આવેલા પવિત્ર જળ (Ganga Jal)થી વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે. બાઇકર્સ વડનગરના સ્થાનિક પરિવારોના ઘરે રોકાણ કરશે અને સ્થાનિક પરિવારો સાથે આત્મીયતાપૂર્વક સમય વિતાવશે. ત્યારબાદ વડાપ્રધાનના ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળશે.

વૃક્ષારોપણ અને મ્યુઝિયમની મુલાકાત

7 ઓક્ટોબરે બપોરે 12:30 વાગ્યે તમામ બાઇકર્સ વડનગર સાયન્સ કોલેજ ખાતે એકત્રિત થશે. અહીં સામૂહિક વૃક્ષારોપણ (Tree Plantation) કરવામાં આવશે. ત્યારબાદ બાઇકર્સ ‘એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ – અનંત અનાદિ વડનગર’ની મુલાકાત લેશે અને વડનગરના ઐતિહાસિક વારસા વિશે માહિતી મેળવશે.

શર્મિષ્ઠા બેટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ

સેવા યાત્રાના સમાપન પૂર્વે શર્મિષ્ઠા બેટ ખાતે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ યાત્રામાં જોડાયેલા બાઇકર્સ અને મહેમાનો મુખ્ય સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ સમગ્ર આયોજનને લઈને વડનગરમાં તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે અને સેવા યાત્રા (Seva Yatra)ના સમાપન કાર્યક્રમને લઈને સ્થાનિકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો: PM મોદીનો જન્મદિવસ: બાળપણના મિત્રનો ભાવુક પત્ર, કૃષ્ણ-સુદામાની મૈત્રી યાદ કરી

આ પણ વાંચો: આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ..! એમના વિરલ વ્યક્તિત્વનું વિહંગાવલોકન કરીશું….

આ પણ વાંચો: વડનગરથી વારાણસી સુધી બાઇક યાત્રા, અમિત શાહે આપી લીલી ઝંડી