Ahmedabad News/ અમદાવાદમાં 10 સ્કૂલ, કોર્ટ અને મોદી સ્ટેડિયમને બોમ્બની ધમકી

અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલથી (Ahmedabad Bomb Threat)ખળભળાટ મચી ગયો છે

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલથી (Ahmedabad Bomb Threat)ખળભળાટ મચી ગયો છે

Ahmedabad News : અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલથી (Ahmedabad Bomb Threat)ખળભળાટ મચી ગયો છે. શહેરની 10 જેટલી સ્કૂલો ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)અને ગાયક દિલજીત દોસાંઝ (Diljit Dosanjh Event)ના કાર્યક્રમને નિશાન બનાવીને ધમકી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, અલગ-અલગ સ્થળોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ધમકીમાં અમદાવાદની વિવિધ શાળાઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વેજલપુરની ઝાયડસ સ્કૂલ, સેટેલાઇટ વિસ્તારની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, છારોડીની SGVP, સંત કબીર સ્કૂલ તેમજ ડ્રાઇવ ઇન રોડ પર આવેલી એશિયા સ્કૂલ સહિતની આશરે 10 શાળાઓને ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ધમકીભર્યા ઈમેલમાં નિશાન બનાવવામાં આવ્યા છે. ગાયક દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ સંબંધિત સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈમેલના સ્ત્રોત સહિતની વિગતો તપાસવામાં આવી રહી છે. હાલ ધમકી પાછળ કોણ છે અને ઈમેલ કોણે મોકલ્યા તે અંગે તપાસ ચાલી રહી છે.અમદાવાદમાં અગાઉ પણ વિવિધ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. આવી સ્થિતિમાં એકસાથે અનેક સ્કૂલો, હાઈકોર્ટ, સ્ટેડિયમ અને કાર્યક્રમને નિશાન બનાવતી ધમકીએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી છે

ધમકીભર્યા ઈમેલ (Threat Email)ને પગલે અમદાવાદના DEO રોહિત ચૌધરીએ તમામ સ્કૂલોને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના આપી છે. સાથે જ સ્કૂલમાં કોઈ પ્રકારની ગભરાટની સ્થિતિ ઊભી ન થાય તે રીતે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેમના વાલીઓને સોંપવા જણાવાયું છે.

સ્કૂલ સંચાલકોને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ સાથે સંકલનમાં રહેવા પણ સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ધમકીભર્યા ઈમેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.હાલ ધમકી આપનારા શખ્સની ઓળખ અને ઈમેલના સ્ત્રોત અંગે તપાસ ચાલી રહી છે. એકસાથે અનેક મહત્વપૂર્ણ સ્થળો અને સ્કૂલોને નિશાન બનાવવામાં આવતા અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર રેની જોશિલ્ડાને 3 કેસમાં જામીન, અન્ય કેસમાં કાર્યવાહી બાકી હોવાથી જેલમાં રહેવું પડશે

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો