Himmatnagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરજીવનની 25 વર્ષની રાજકીય સફરના (PM Modi 25 Years Political Journey) નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગરમાં ‘સેવા સંકલ્પ જ્યોતિ યાત્રા’નું (Seva Sankalp Jyoti Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પ સાથે સતત કાર્યરત રહેવા કાર્યકરો અને નાગરિકોને આહ્વાન કર્યું હતું. સાથે જ વર્ષ 2047 (Viksit Bharat 2047) સુધીમાં ભારતને વિકસિત અને વિશ્વમાં અગ્રેસર રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા સૌએ પોતાની ભૂમિકા નિભાવવાની હાકલ કરી હતી.
PM Modi 25 Years Political Journey: ગુજરાતથી શરૂ થયેલી સફરને PM મોદીએ યાદ કરી
વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુજરાતથી (Narendra Modi Gujarat) શરૂ થયેલી પોતાની રાજકીય સફરના 25 વર્ષને યાદ કર્યા હતા. તેમણે આ લાંબી યાત્રા દરમિયાન મળેલા જનસમર્થન અને સહકારનો ઉલ્લેખ કર્યો હતો.કાર્યકરોમાં ઉત્સાહ ભરતા તેમણે ‘વી વિલ ડુ ઈટ’નો નારો પણ આપ્યો હતો. વડાપ્રધાનના સંબોધન દરમિયાન કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી મોતીપુરા હાઈવે સુધી રેલી
વડાપ્રધાન મોદીના સંબોધન બાદ હિંમતનગરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી મોતીપુરા હાઈવે સુધી યોજાઈ હતી.રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. ‘સેવા સંકલ્પ જ્યોતિ યાત્રા’ના માધ્યમથી સેવા, વિકાસ અને વિકસિત ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા
કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ, સાબરકાંઠા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા સહિત જિલ્લા સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ બાદ કાર્યકરો દ્વારા છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સેવા અને વિકાસનો સંદેશ
હિંમતનગરમાં (BJP Himmatnagar) યોજાયેલી ‘સેવા સંકલ્પ જ્યોતિ યાત્રા’ દ્વારા વડાપ્રધાન મોદીની 25 વર્ષની રાજકીય સફરની ઉજવણી સાથે સેવા, વિકાસ અને ‘વિકસિત ભારત’નો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી અને ત્યારબાદ યોજાયેલી રેલીને કારણે હિંમતનગરમાં રાજકીય માહોલ જોવા મળ્યો હતો.
@દિપકસિંહ રાઠોડ
આ પણ વાંચો: સોમનાથમાં મોદીના જાહેરજીવનના 25 વર્ષની ઉજવણી, 10 હજારથી વધુ કાર્યકર્તાઓ જોડાશે
આ પણ વાંચો: PM મોદીએ સ્મિત મચ્છર સાથે કરી વાત, કહ્યુ કે તમારી હિંમતથી મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો: ગાંધી જયંતિએ રાજઘાટ પર રાષ્ટ્રપિતાને નમન! PM મોદી સહિત દિગ્ગજ નેતાઓએ અર્પી પુષ્પાંજલિ
