Delhi News/ જંતર મંતર પાસે રાહુલ-પ્રિયંકાની અટકાયત, પોલીસ સાથે ઘર્ષણ

દિલ્હીના જંતર-મંતર (jantar Mantar)ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (CEC Gyanesh Kumar)ના રાજીનામાની માંગને લઈને વિપક્ષી INDIA બ્લોકનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે

Top Stories India Breaking News
દિલ્હીના જંતર-મંતર (jantar Mantar)ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (CEC Gyanesh Kumar)ના રાજીનામાની માંગને લઈને વિપક્ષી INDIA બ્લોકનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે

Delhi News : દિલ્હીના જંતર-મંતર (jantar Mantar)ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (CEC Gyanesh Kumar)ના રાજીનામાની માંગને લઈને વિપક્ષી INDIA બ્લોકનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. એક દિવસ અગાઉ લાંબા સમય સુધી ચાલેલા ધરણાં બાદ આજે ફરી વિપક્ષી સાંસદોએ જંતર-મંતર તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, પોલીસે જંતર-મંતરથી આશરે 100 મીટર દૂર જ બેરિકેડિંગ કરીને નેતાઓને અટકાવતાં સ્થિતિ તંગ બની હતી. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi Detained)અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

જંતર-મંતર પાસે રાહુલ ગાંધીની અટકાયત

જનપથ ખાતે લંચ બાદ INDIA બ્લોક (INDIA Bloc Protest)ના સાંસદો બસ મારફતે જંતર-મંતર તરફ રવાના થયા હતા. જંતર-મંતર (jantar Mantar)નજીક પહોંચ્યા બાદ નેતાઓએ પગપાળા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે પહેલેથી જ મજબૂત બેરિકેડિંગ ગોઠવી દીધું હતું.

વિપક્ષી સાંસદો અને કાર્યકરોએ બેરિકેડ પાર કરીને આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. ત્યારબાદ પોલીસે રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. ઘટનાને પગલે જંતર-મંતર અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

પ્રિયંકા ગાંધી રસ્તા પર સૂઈ ગયા

પોલીસ દ્વારા વિપક્ષી નેતાઓને રોકવામાં આવતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વિરોધનો અનોખો રસ્તો અપનાવ્યો હતો. તેઓ રસ્તા પર જ સૂઈ ગયા હતા અને પોલીસ કાર્યવાહીના વિરોધમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

પ્રિયંકા ગાંધીના આ વિરોધ બાદ સ્થળ પર કાર્યકરોની ભીડ વધી હતી. પોલીસ અને વિપક્ષી નેતાઓ વચ્ચે ઘર્ષણના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે સ્થિતિ કાબૂમાં રાખવા માટે બેરિકેડિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી હતી.

જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

અટકાયત પહેલાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે આકરા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિપક્ષ ચૂંટણી પંચને મળવા માંગતો હતો, પરંતુ તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નથી.

રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમાર (CEC Gyanesh Kumar)ના રાજીનામાની માંગને ફરી દોહરાવી હતી. તેમણે કહ્યું કે તેઓ પોલીસ કાર્યવાહીથી ડરવાના નથી. પોતાની સામે નોંધાયેલી FIRનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના માટે આવી FIR સન્માનના મેડલ સમાન છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ પણ કહ્યું કે વિપક્ષની લડત લોકશાહી અને લોકોના અધિકારો માટે છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ પોલીસ કાર્યવાહી અને FIRથી વિપક્ષ પાછળ નહીં હટે તેમ જણાવ્યું હતું.

દેવેન્દ્ર યાદવ સહિત કાર્યકરોની પણ અટકાયત

વિપક્ષના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

 

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવ સહિત કોંગ્રેસ અને AAPના અનેક કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી હતી. બીજી તરફ, કાશ્મીરી ગેટ ખાતે આવેલી દિલ્હી CEO કચેરીની બહાર પણ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ગઈકાલે પણ મોડી રાત સુધી ચાલ્યો હતો વિરોધ

આ સમગ્ર ઘટનાની શરૂઆત એક દિવસ અગાઉ થયેલા ‘સેવ ડેમોક્રસી માર્ચ’થી થઈ હતી. 140થી વધુ વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચની કચેરી સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે ચૂંટણી પંચથી આશરે 200થી 300 મીટર દૂર આકાશવાણી ભવન પાસે તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ સાંસદો ત્યાં જ ધરણાં પર બેસી ગયા હતા. લગભગ 8થી 9 કલાક સુધી ચાલેલા આ વિરોધ બાદ મોડી રાત્રે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, અખિલેશ યાદવ અને ડેરેક ઓ’બ્રાયન સહિત 50થી વધુ સાંસદો તથા મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

આ મામલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કેટલાક નેતાઓ સામે પરવાનગી વિના વિસ્તારમાં પ્રવેશવાના આરોપસર FIR નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે મુક્ત થયા બાદ આજે ફરી વિપક્ષે જંતર-મંતર (jantar Mantar)તરફ કૂચ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વિપક્ષનો આરોપ છે કે મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયાના નામે મોટી સંખ્યામાં મતદારોના નામ હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ, વિપક્ષ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર અડગ છે. દિલ્હીનો આ રાજકીય વિરોધ હવે વધુ ઉગ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે.


આ પણ વાંચો: રાહુલ ગાંધીનું એલાન, ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો’: આજે જંતર-મંતર પર વિપક્ષના ધરણાં

આ પણ વાંચો: જંતર-મંતર : યુવતી પોલીસ બસની ચાવી છીનવીને ભાગી, ધક્કો મારી બસ ખસેડાઈ

આ પણ વાંચો: જંતર-મંતર પર CAPF જવાન પર છરીથી હુમલો, NSUIના કાર્યકર પર આરોપ