New Delhi News: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી જાહેર કર્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે. તેમણે આ લડાઈને દેશની સૌથી પવિત્ર વસ્તુને બચાવવા માટેની લડાઈ ગણાવી છે.
Rahul Gandhiએ મોદી-શાહ પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધીએ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)નું નામ લઈને કહ્યું કે તેઓ ગમે તે કરે, વિપક્ષને રોકી શકશે નહીં.
શા માટે ચાલી રહ્યો છે વિરોધ?
મંગળવારે INDIA બ્લૉકના સાંસદોએ મતદાર યાદીના સુધારા મુદ્દે ચૂંટણી પંચ (Election Commission) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમાં જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ પ્રદર્શન દરમિયાન આકાશવાણી ભવન પરિસરમાં કથિત પ્રવેશ બદલ દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય સાંસદોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો:Rahul Gandhi પર શિવપાલ પટેલનો મોટો હુમલો, કહ્યું- અમેઠી બાદ રાયબરેલીથી પણ લડવા તૈયાર નહોતા
આ પણ વાંચો:રાહુલ ગાંધીનું એલાન, ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો’: આજે જંતર-મંતર પર વિપક્ષના ધરણાં
આ પણ વાંચો:આકાશવાણી ખાતેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય સાંસદોની અટકાયત
