Food Recipe/ મેંદા વિના કેવળ ઘઉંના લોટથી બનાવો પૂરણ પોળી…આ ટ્રિક્સથી બનશે તદ્દન સૉફ્ટ અને ફૂલેલી..!

પૂરણ પોળી (Puran Poli Recipe) એક એવી જ વાનગી છે જેને તમે આ દિવસોમાં પણ બનાવીને ધરાવીને ખાઈ શકો છો. શ્રાદ્ધના દિવસોમાં સાત્વિક ખોરાક ખાવો…

Trending Food Lifestyle
Puran Poli....કેવળ મેંદો નહિં પણ ઘઉંના લોટમાંથી બનાવવાની super tasty રેસિપી! 8 સરળ સ્ટૅપ્સમાં!

Food Recipe: પૂરણ પોળી એક મહારાષ્ટ્રીયન પારંપરિક ડિશ (Puran Poli, Maharashtriyan Dish) છે જેનો સ્વાદ અત્યંત લાજવાબ લાગે છે. એને સામાન્ય રીતે ઘઉં અને મેંદાના કૉમ્બિનેશનથી બનાવવામાં આવે છે. પણ જો તમે મેંદા વિનાની પૂરણ પોળી બનાવવા ઈચ્છતા હો તો અહિં તમારા માટે અત્યંત સરળ રેસિપી લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ મેંદા વિના ફક્ત ઘઉંના લોટથી આ રેસિપી શી રીતે બનાવશો?

શ્રાદ્ધ (Shraddh)ના દિવસો ચાલી રહ્યાં છે. આ સમય દરમિયાન, સૌ પિતૃઓનું પૂજન કરે છે અને એમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવામાં આવે છે. આ એવો સમય છે કે જે દરમિયાન, સાત્વિક જીવન જીવવાની તથા સાત્વિક ભોજન કરવાની (Satvik Food) સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, એવા ઘણા કાર્યો હોય છે જે કરવાની શાસ્ત્રોક્ત રીતે મનાઇ હોય છે.

આ સોળ દિવસો દરમિયાન, લસણ, ડુંગળીના સેવન તથા માંસ-મદ્યપાન વગેરે તામસિક ચીજવસ્તુઓથી દૂર રહેવું જોઇએ તથા દૂધથી બનેલા પદાર્થો (Milk Recipes) અથવા ગળી વસ્તુઓ (Sweet Recipes)નું સેવન કરવું જોઇએ. કેવળ ધાર્મિક જ નહિં પરંતુ, સ્વાસ્થ્ય (Health)ની દ્રષ્ટિએ પણ એમનું સેવન આ ઋતુમાં ઉત્તમ ગણાય છે. પૂરણ પોળી (Puran Poli) એક એવી જ વાનગી છે જેને તમે આ દિવસોમાં પણ બનાવીને ધરાવીને ખાઈ શકો છો.

મોટા ભાગે વડીલોને આ પૂરણ પોળી ઘણી જ પસંદ પડે છે અને આ એમની ફેવરિટ ગળી ડીશ હોય છે કારણ કે એને ઘણી ચાવવાની પણ જરુર નથી પડતી અને એનો પરંપરાગત મઘમઘતો સ્વાદ સંતોષનો ઓડકાર આપે છે. જો તમારા દિવંગત સ્વજનને પણ પૂરણ પોળી ભાવતી હોય તો આ પિતૃ પક્ષમાં તમે એ બનાવીને ધરાવી શકો છો અને પછી એને ખાઈ શકો છો.

શી રીતે બનાવશો પૂરણ પોળી? (Puran Poli Recipe)

Puran Poli Recipe Ingredients
Puran Poli Recipe Ingredients

લોટ બાંધવા માટે

1 કપ ઘઉંનો લોટ (Wheat Flour)

અડધી નાની ચમચી હળદર

અડધી નાની ચમચી મીઠું

1 ચમચી ઘી

આવશ્યકતા અનુસાર પાણી

સ્ટફિંગ માટે

1 કપ ચણા દાળ

3/4 કપ ગોળ

1 નાની ચમચી ઈલાયચી પાવડર

અડધી ચમચી જાયફળ પાવડર

ઘી આવશ્યકતા અનુસાર

Puran Poli Recipe
Puran Poli Recipe

પૂરણ પોળી બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 1 કપ ચણાની દાળને આખી રાત પાણીમાં પલાળીને રાખવી. બીજા દિવસે કૂકરમાં પાણી અને ચણાની દાળ બાફવા મૂકો.

2. 6-7 સિટી વાગે અને ચણા દાળ (Chana Dal)  બરાબર ગળી જાય પછી એમાંથી તમામ પાણી દૂર કરી લેવું અને ઠંડી કરેલી ચણા દાળને ખલ-દસ્તા અથવા તો મિક્સર જારમાં બારીક વાટી લેવી.

3. હવે એમાં ગોળનો પાવડર (Jaggery Powder) મિક્સ કરવો. ત્યાર બાદ ઈલાયચી પાવડર અને જાયફળ પાવડર પણ મિક્સ કરવો. તમારું સ્ટફિંગ રેડી છે.

4. હવે લોટ બાંધી લો. આ માટે એક મોટી થાળીમાં ઘઉંનો લોટ, હળદર, મીઠું અને 1 ચમચી ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરવો. હવે પાણી વડે સૉફ્ટ લોટ બાંધી લેવો.

5. આ લોટમાં મેંદો નથી આથી એને વધુ સમય કેળવવો પડશે. એની ઉપર ઘી લગાવીને કૉટનના કપડાથી ઢાંકીને અડધો કલાક સેટ થવા મૂકવો. તમે લોટની પ્રોસેસ પહેલા કરીને પછી સ્ટફિંગ બનાવી શકો છો. આ સ્ટેપ્સને ફૉલો કરવાથી પૂરણ પોળી સૉફ્ટ બને છે.

6. લોટને ફરીથી એક વાર ઘી લગાવીને કેળવી લો. એના મોટા લુવા બનાવી લો. લુવાને લઈને એને થોડો મોટો કરીને એમાં સ્ટફિંગ ભરીને સીલ કરી લો.

7. હવે એક પ્લાસ્ટિક પર પૂરણ પોળીના સ્ટફ્ડ લુવાને મૂકીને હાથ વડે થપથપાવવું. ત્યાર બાદ હળવા હાથે પૂરી વણી લેવી.

8. ગૅસ પર તવીને ગરમ કરવી અને એને ઘીથી ગ્રીસ કરી લો. પૂરણ પોળીને ઉપર મૂકીને બંને તરફ હળવી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

ગૅસ પરથી ઉતારીને એના પર ઘી લગાવી લો. અથવા તમે એને વાડકીમાં ઘી ભરીને ઘી (Ghee) માં ઝબોળીને પણ ખાઈ શકો છો. આ પરંપરાગત (Traditional Dish) ડિશ પૂરણ પોળી (વેડમી)ને ઘણા લોકો કેરીના રસ અને મોળા દહીં સાથે પણ ખાય છે. આ રીતે બનાવેલી પૂરણ પોળી ખાઈને સૌ કોઈ ખુશ થઈ જશે!


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: ગળ્યું અને હળવું ખાવાનું મન થાય તો બનાવો સોજીની ખીર…બાળકોને ખૂબ પસંદ પડશે…સરળ રેસિપી!