Pitru Paksh/ સર્વ પિતૃ અમાવસ્યા પર આ 5 વસ્તુઓ કરો દાન…પ્રસન્ન થશે પૂર્વજો…જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ!

સર્વ પિતૃ અમાવસ્યા (Sarv Pitru Amavasya 2026) એ શ્રદ્ધાભાવ સાથે દાન કરવાથી પિતૃઓના આશિષ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Sarv Pitru Amavasya 2026 એ દાન-પુણ્યનું Auspicious Importance જાણો!

Pitru Paksh: સર્વ પિતૃ અમાવસ્યા (Sarv Pitru Amavasya 2026) 10 ઑક્ટોબર 2026 ના રોજ આવતીકાલે છે. આ પિતૃ પક્ષનો આખરી દિવસ અને અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી તમામ ભૂલાયેલા પિતૃઓની આત્મા પણ તૃપ્ત થાય છે. આ શ્રાદ્ધ સાથે દાન (Daan) કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા દાનથી તમામ પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થઇ શકે છે, તો આ દિવસે દાનમાં કઇ-કઇ વસ્તુઓ આપવી જોઇએ એ વિશે તમને જાણકારી આપીશું.

પિતૃ પક્ષમાં પિતૃઓના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. આ ઉપરાંત, પિતૃ પક્ષ માં દાન-પુણ્ય (Donation)નું પણ વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક માન્યતાનુસાર, પિતૃપક્ષ (Pitru Paksh 2026)માં શ્રદ્ધાભાવ સાથે દાન કરવાથી પિતૃઓના આશિષ પ્રાપ્ત થાય છે.

Shraddh Importance
Shraddh Importance

પિતૃપક્ષમાં આ વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય લાભ મળશે (Pitru Paksh Donation Importance)

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષના 16 દિવસોનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં આપણે આપણા પૂર્વજો (Ancestors)ને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ (Shraddh) અને દાન-પુણ્ય કરીએ છીએ. માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન સાચા મનથી કરવામાં આવેલી પૂજા માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારને લાભ આપે છે. પિતૃઓના આશીર્વાદ (Blessings)થી જ ઘરમાં સુખ-શાંતિ અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે.

પિતૃ પક્ષમાં પિતૃઓનું પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવા ઉપરાંત દાન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. પિતૃપક્ષમાં બ્રાહ્મણ, ગરીબ અથવા તો કોઈ જરુરિયાતમંદ લોકોને અનાજ, ધન, વસ્ત્ર અને ભોજન સામગ્રીનું દાન (Donation) કરવું શુભ ગણાય છે. આ ઉપરાંત, ગાય, કૂતરા અને કાગડાને પણ ભોજન ખવડાવવાનું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આ સમયગાળા દરમિયાન, જાનવર, કોઈ પણ જીવ અથવા વડીલોનો અનાદર ન કરવો જોઇએ.

આ ઉપરાંત, પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત, પૂર્વજો (Ancestors)ના આશીર્વાદથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ વર્ષે પિતૃ પક્ષનું સમાપન 10 ઑક્ટોબર 2026 (10 October 2026)ના રોજ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે થશે. તો ચાલો જાણીએ પિતૃપક્ષમાં સર્વ પિતૃ અમાવસ્યાએ કઈ-કઈ વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય લાભ મળશે?

સર્વ પિતૃ અમાવસ્યા (Sarv Pitru Amavasya 2026)ના 5 દાન

ધાર્મિક માન્યતાનુસાર, પિતૃપક્ષ (Pitru Paksh 2026)માં શ્રદ્ધાભાવ સાથે દાન કરવાથી પિતૃઓના આશિષ પ્રાપ્ત થાય છે.

સર્વ પિતૃ અમાવસ્યા (Sarv Pitru Amavasya 2026)ના 5 દાન
સર્વ પિતૃ અમાવસ્યા (Sarv Pitru Amavasya 2026)ના 5 દાન

કાળા તલનું દાન

સર્વપિતૃ અમાવસ્યા (Sarv Pitru Amavasya 2026) પર કાળા તલનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે કાળા તલનું દાન કરવાથી પિતૃદોષ દીર થાય છે અને જીવનમાં આવતી અડચણોથી મુક્તિ મળે છે. આ સાથે જ પિતૃઓના આશીર્વાદથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

અન્નનું દાન

હિન્દુ ધર્મમાં અન્ન દાનને મહાદાન માનવામાં આવે છે. આ દિવસે તમે અન્નનું દાન અવશ્ય કરી શકો છો. આ (Sarv Pitru Amavasya 2026) દિવસે ઘઉં, ચોખઆ, દાળ, ફળ વગેરે દાનમાં આપી શકો છો. આ વસ્તુઓનું દાન કરવાથી માતા અન્નપૂર્ણના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

વસ્ત્રનું દાન

સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે વસ્ત્રોનું દાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. આ દિવસે તમે ધોતી, કુર્તા, કામળો, ઉપરણું વગેરે દાન કરી શકો છો. ધાર્મિક માન્યતાનુસાર, સર્વપિતૃ અમાવસ્યાએ વસ્ત્રોના દાનથી માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.

ગોળનું દાન

પિતૃ અમાવસ્યાએ ગોળનું દાન કરવાથી વંશની વૃદ્ધિ થાય છે. જીવનમાં આવનારી અડચણો પણ દૂર થવા લાગે છે. ગોળનું દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ તમારા પર વરસે છે અને કુટુંબમાં સુખ-શાંતિ પ્રવર્તે છે.

ચાંદીનું દાન

ચાંદી (Silver)ને શુદ્ધતા અને સકારાત્મત ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાનુસાર સર્વપિતૃ અમાવસ્યાએ ચાંદીનું દાન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. તમે ચાંદીના વાસણ પણ આ દિવસે દાનમાં આપી શકો છો. ચાંદીના દાનથી જીવનમાં સકારાત્મકતા પ્રર્વર્તે છે અને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: પિતૃ પક્ષમાં અકાળ મૃત્યુ પામનારા માટે શાથી વિશેષ છે ચતુર્દશી? જાણો શ્રાદ્ધના નિયમો અને ઉપાયો…

આ પણ વાંચો: પિતૃ પક્ષની આ 3 તિથિઓ છે સૌથી વિશેષ….ભૂલે-ચૂકે પણ ન ચૂકતા શ્રાદ્ધ-તર્પણ…!

આ પણ વાંચો: