Ahmedabad News: પીપળજ (Pipalaj) પાસે દેવ ફાર્મ નજીક ખુલ્લી ગટર (Open Drain) માં 10 વર્ષની બાળકી 40 ફૂટ ઊંડે પડી ગઈ છે. શાસ્ત્રી બ્રિજથી ગણેશનગરના છાપરા તરફ જતાં આ ઘટના બની છે. પરિવાર સાથે રિક્ષામાં આવી રહેલી માતા રિક્ષાનું ભાડું ચૂકવતી હતી, તે દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બાળકી (Blind Girl) ગટરમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે.
આ પણ વાંચો: સુરતમાં ‘ડેથ ટ્રેપ’! પાલોદમાં શાળા પાસે ખુલ્લી ગટરમાં માસૂમ બાળકી ખાબકી, ૩ દિવસમાં બીજી ઘટના
આ પણ વાંચો: માસૂમ પ્રિઆંશના શ્વાસ તૂટ્યા: ગાંધીનગરમાં ખુલ્લી ગટર 5 વર્ષના માસૂમને ગળી ગઈ
આ પણ વાંચો: ભરૂચના આમોદમાં રાહદારી ખુલ્લી ગટરમાં ખાબક્યો
