Hyderabad case/ હૈદરાબાદમાં 5 વર્ષની બાળકીની હત્યા: નોકરીમાંથી કાઢેલા સુરક્ષા ગાર્ડે 20 લાખની ખંડણી માંગી, પોલીસના હાથે ઝડપાયો

Hyderabad Girl Murder: તેલંગાણાના બોલારામમાં પાંચ વર્ષની બાળકીની હત્યાના કેસમાં પૂર્વ સુરક્ષા ગાર્ડની ધરપકડ. આરોપી પર 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ.

Top Stories India
Hyderabad Girl Murder: 20 લાખની ખંડણી, પૂર્વ ગાર્ડ ઝડપાયો

Hyderabad News: તેલંગાણાના બોલારામ વિસ્તારમાં આવેલી વિલા ઓર્કિડ્સ ગેટેડ સોસાયટીમાં પાંચ વર્ષની બાળકી ઓરેલિયાના અપહરણ અને હત્યાનો ચોંકાવનારો કિસ્સો (Hyderabad Girl Murder) સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં વિક્રમ નામના પૂર્વ સુરક્ષા ગાર્ડની ધરપકડ કરી છે. આરોપ છે કે નોકરીમાંથી કાઢી મૂકાયા બાદ તેણે બાળકીનું અપહરણ કર્યું અને તેના પરિવાર પાસેથી 20 લાખ રૂપિયા (20 Lakh Ransom)ની ખંડણી માંગી હતી.

Hyderabad Girl Murder: બથુકમ્મા ઉત્સવ દરમિયાન બાળકી ગુમ થઈ

પોલીસના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં બથુકમ્મા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકી આ કાર્યક્રમ જોવા ક્લબ હાઉસમાં ગઈ હતી. સાંજે લગભગ 7:30 વાગ્યા સુધી તે ઘરે પરત ન ફરતાં (Child Kidnapping Case) પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન બાળકીના દાદાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે શરૂઆતમાં પરિવારના દીકરાને પોતાની પાસે હોવાનો દાવો કરીને 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. બાદમાં તેણે બાળકીના પિતા મિલ્ટન ફર્નાન્ડિસને ફોન કરીને તેમની દીકરી પોતાના કબજામાં હોવાની વાત કરી હતી.

પરિવારે બાળકી સુરક્ષિત હોવાની ખાતરી માટે વીડિયો કોલ કરવાની માગણી કરી હતી, પરંતુ આરોપીએ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પરિવારને શંકા જતાં પોલીસને જાણ કરવામાં આવી.

CCTV અને ફોન નંબરથી તપાસને મળી દિશા

પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. સોસાયટીના CCTV ફૂટેજમાં બાળકી ક્લબ હાઉસમાંથી બહાર જતી અને તેની પાછળ એક વ્યક્તિ જતી દેખાઈ હતી.

તપાસ દરમિયાન ખંડણી માટે ઉપયોગમાં લેવાયેલો ફોન નંબર સોસાયટીમાં ફરજ બજાવતા એક સુરક્ષા ગાર્ડ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછમાં જાણવા મળ્યું કે થોડા દિવસ પહેલાં નોકરીમાંથી દૂર કરાયેલો વિક્રમ સોસાયટીમાં આવ્યો હતો અને તેણે ખંડણીનો ફોન કરવા માટે ગાર્ડના મોબાઇલનો ઉપયોગ કર્યો હોવાની માહિતી મળી હતી.

ક્લબ હાઉસના પાણીના ટાંકીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો

પોલીસ અને સોસાયટીના લોકોએ ક્લબ હાઉસના બેઝમેન્ટમાં તપાસ કરતાં પાણીની ટાંકીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, બાળકીના હાથ-પગ બાંધવામાં આવ્યા હતા. આ ઘટનાથી સોસાયટીમાં શોક અને ભયનો માહોલ ફેલાયો હતો.

પોલીસે આરોપીની શોધ માટે વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. સિકંદરાબાદ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ બાદ વિક્રમની ધરપકડ કરવામાં આવી છે. (Security Guard Arrest)

બાળકીના પિતાએ આરોપીને કડક સજા કરવાની માગણી કરી છે. પોલીસ હવે અપહરણ, હત્યા અને ખંડણીના આક્ષેપો સંબંધિત તમામ પાસાંની તપાસ કરી રહી છે. (Hyderabad Police News)


આ પણ વાંચો: 14 વર્ષથી ગુમ કડી મળી! અમરેલીના જૂના અપહરણ કેસમાં પોલીસને મોટી સફળતા

આ પણ વાંચો: સુરતમાં 30 લાખની ખંડણી માટે વેપારીના પુત્રનું અપહરણ! 150થી વધુ CCTVથી ભેદ ઉકેલાયો

આ પણ વાંચો: સુરતમાં શેરબજારમાં 15 લાખ ડૂબતાં યુવકનું અપહરણ, 30 લાખની ખંડણી માગી