New Delhi News: ચૂંટણી પંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમાર ને હટાવવાની માગ સાથે વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધનના નેતાઓ આજે સુપ્રીમ કોર્ટ તરફ રવાના થયા. વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi), કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સહિતના નેતાઓ બારાખંડા રોડ પરથી બસમાં બેસીને નીકળ્યા હતા. સુપ્રીમ કોર્ટ પહોંચીને તેઓ રિટ પિટિશન દાખલ કરી.
કૂચ પહેલાં બધા નેતાઓ કોન્સ્ટિટ્યુશન ક્લબમાં ભેગા થયા હતા. રાજધાનીના મુખ્ય માર્ગો પર દિલ્હી (Delhi) પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવાયેલો હતો. સાંસદોની અરજી મુખ્ય ન્યાયાધીશે સ્વીકારી ન હોવાથી વિપક્ષ અને સરકાર વચ્ચેનો તણાવ વધુ તીવ્ર બન્યો છે.
“દિલ્હીને છાવણીમાં ફેરવી દેવાયું”: Rahul Gandhi
કૂચ પહેલાં પત્રકારો સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ સરકારને સીધો સવાલ કર્યો હતો કે રાજધાની કેમ બંધક જેવી બની ગઈ છે. તેમનો આરોપ હતો કે લોકોને દિલ્હી આવતા અટકાવાય છે, ટ્રેનો અને બસો રોકવામાં આવે છે અને દરેક દિશામાં પોલીસ ગોઠવી દેવાઈ છે. તેમના મતે જ્ઞાનેશ કુમારનો બચાવ કરીને સરકાર ભૂલ કરી રહી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ અને ખડગે મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતને મળવા ઇચ્છતા હતા, પણ મુલાકાતનો સમય મળ્યો નહીં. એટલે હવે વિપક્ષી સાંસદો સીધા કોર્ટના દરવાજે જઈને અરજી કરશે.
“આ લડાઈ દેશના ભવિષ્યની છે”
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, જ્ઞાનેશ કુમાર પર કોનું દબાણ છે તે વિપક્ષ જાણે છે, અને સલાહ આપી કે તેઓ પદ છોડીને સરકારી સાક્ષી બની જાય. તેમણે આ આંદોલનને બંધારણ બચાવવાની લડત ગણાવી અને કહ્યું કે કુમાર રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
ભાજપ અને RSS પર નિશાન સાધતાં તેમણે આરોપ મૂક્યો કે પોલીસની હાજરીમાં જ યુવા પ્રદર્શનકારીઓ પર હુમલા થયા. તેમણે એવો પણ દાવો કર્યો કે દિલ્હી પોલીસ, CRPF અને ITBPના જવાનોમાં પણ યુવાનો સામેની કાર્યવાહી અંગે અસંતોષ છે. તેમના અંદાજ પ્રમાણે લગભગ અડધા પોલીસકર્મીઓ તેમની સાથે સહમત છે અને સરકારના આશરે 200 અધિકારીઓ પણ તેમના પક્ષે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ પાછળ હટશે નહીં, થાકશે નહીં અને રોકાવાની શક્યતા હોવા છતાં ડરશે નહીં. તેમણે નાગરિકોને પણ રસ્તા પર ઉતરવા હાકલ કરી.
દિલ્હી કોંગ્રેસ પ્રમુખ: પહેલાં રાષ્ટ્રપતિ, હવે કોર્ટ
દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવે જણાવ્યું કે દેશના ખૂણે ખૂણેથી લોકો આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, પાર્ટીએ અગાઉ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, જંતર મંતર પર પહોંચવાનો પ્રયાસ કર્યો અને રાજઘાટ પણ ગઈ. જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવાની ના પાડતાં હવે કાનૂની રસ્તો અપનાવવામાં આવ્યો છે.
સુપ્રિયા સુલે: કૂચ શાંતિપૂર્ણ રહેશે
NCP (શરદ પવાર જૂથ)ના સાંસદ સુપ્રિયા સુલેએ ખાતરી આપી કે કૂચ સંપૂર્ણ શાંતિથી યોજાશે. તેમણે પ્રશ્ન કર્યો કે લોકશાહીમાં દરેક નાગરિકને મુક્તપણે હરવા-ફરવાનો અને પોતાના અધિકારોનો ઉપયોગ કરવાનો હક છે, તો પછી આટલા કડક નિયંત્રણો શા માટે?
કોકરોચ જનતા પાર્ટીએ પોલીસને આપી સમયમર્યાદા
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સૌરવ દાસે કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. પાર્ટીએ દિલ્હી પોલીસને 24 કલાકની મુદ્દત આપી છે, જેમાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે તારીખ અને દિવસ નક્કી કરી આપવા માગ કરાઈ છે. જો એમ નહીં થાય તો સંગઠન પોતે આંદોલનની જાહેરાત કરશે.
આ પણ વાંચો:રાહુલ ગાંધીનું નવું ‘ગેરિલા રાજકારણ’: મોદી સામે આક્રમક વ્યૂહનીતિ
આ પણ વાંચો:રાહુલ ગાંધીનું એલાન, ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો’: આજે જંતર-મંતર પર વિપક્ષના ધરણાં
આ પણ વાંચો:SIR વિવાદ: રાહુલ ગાંધીની અટકાયત, કોંગ્રેસે બસ રોકી
