Surendranagar News/ નવરાત્રિમાં સ્ટ્રીટ ફૂડ ખાતા પહેલાં સાવધાન! સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહી

Navratri Food Inspection: સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકની ફરિયાદો બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 6 નવરાત્રિ પાર્ટી પ્લોટના 18 સ્ટોલની તપાસ કરી. શંકાસ્પદ ખાદ્ય ચીજવસ્તુઓના 6 નમૂના લેબોરેટરીમાં મોકલાયા.

Gujarat Top Stories Breaking News
Navratri Food Inspection: 18 ફૂડ સ્ટોલની તપાસ, 6 નમૂના લેબમાં મોકલાયા

Surendranagar News: નવરાત્રિમાં ગરબા રમવા જતા લોકો ખાણીપીણીનો પણ આનંદ માણતા હોય છે, પરંતુ આ દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાય (Navratri Food Inspection) તે પણ એટલું જ જરૂરી છે. સુરેન્દ્રનગરમાં વાસી ખોરાક અને ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ અંગે મળેલી ફરિયાદો બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. વિભાગની ટીમે (Surendranagar Food Department) શહેરના 6 નવરાત્રિ પાર્ટી પ્લોટમાં અચાનક ચેકિંગ કરીને ખાણીપીણીના 18 સ્ટોલની તપાસ કરી હતી.

Navratri Food Inspection: શંકાસ્પદ ખાદ્ય ચીજવસ્તુઓના 6 નમૂના લેવાયા

ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાયેલી ખાદ્ય ચીજવસ્તુઓના કુલ 6 નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને ગુણવત્તાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે. હાલ નમૂનાઓના પરિણામો સામે આવ્યા નથી.

સ્ટોલ સંચાલકોને સ્વચ્છતા જાળવવા સૂચના

તપાસ દરમિયાન ફૂડ વિભાગે સ્ટોલ સંચાલકોને સ્વચ્છતા જાળવવા અને ખોરાક તૈયાર કરવામાં તાજા કાચા માલનો ઉપયોગ કરવા સૂચના આપી હતી. જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, ત્યાં જરૂરી સુધારાત્મક પગલાં લેવા જણાવાયું હતું. તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો પાર્ટી પ્લોટમાં ખાણીપીણી કરતા હોવાથી ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવી (Food Sample Testing) મહત્ત્વપૂર્ણ છે.

આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી પી.એસ. સાવલિયાએ જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે. હવે લેબોરેટરીના રિપોર્ટ અને તપાસના આધારે આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થઈ શકશે.


આ પણ વાંચો: કલોલના સાંતેજમાં ફૂડ વિભાગ ત્રાટક્યું! શંકાસ્પદ ઘી મામલે કંપનીમાં તપાસ, નમૂના લેબમાં મોકલાયા

આ પણ વાંચો: તહેવારોમાં ફૂડ વિભાગ એલર્ટ, ડીસામાં દરોડા દરમિયાન 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

આ પણ વાંચો: રાજકોટમાં ફૂડ વિભાગની મેગા કાર્યવાહી, 41 પેઢીઓમાં ચેકિંગ; 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર એક્સપાયર કોલ્ડડ્રિંક્સનો નાશ